Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 16:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેમને કહે કે સાંજે તમે માંસ ખાશો અને સવારે ધરાઈને રોટલી ખાશો; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 “મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે. તેઓને એમ કહે, કે તમે સાંજે માંસ ખાશો ને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો; અને તમે જાણશો કે તમારો ઈશ્વર યહોવા હું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 “મેં ઇઝરાયલના લોકોની ફરિયાદ સાંભળી છે; તેઓને કહે કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે ઘરાઈને રોટલી ખાશો;’ અને તમને ખાતરી થશે કે હું તમારો ઈશ્વર યહોવાહ છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “મેં ઇસ્રાએલના લોકોની ફરિયાદ સાંભળી છે; એટલા માંટે તેમને કહો કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે રોટલી ઘરાઈને ખાશો; અને તમને વિશ્વાસ થશે કે તમાંરા દેવ યહોવા હું છું.’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 16:12
17 Iomraidhean Croise  

એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”


ઇઝરાયલીઓએ ખોરાક માંગ્યો, એટલે ઈશ્વરે લાવરીઓ મોકલી; પ્રભુએ આકાશના આહારથી તેમને તૃપ્ત કર્યા.


તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.


પ્રભુએ મોશેને કહ્યું, “મેં ઇઝરાયલીઓની કચકચ સાંભળી છે.


પ્રભુએ કહ્યું, “એવું કરજે, જેથી તેમને વિશ્વાસ બેસે કે તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુએ, એટલે અબ્રાહામ, ઇસ્હાક, અને યાકોબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”


હું તમને મારા લોકો તરીકે અપનાવીશ, અને હું તમારો ઈશ્વર થઈશ. ત્યારે તમે જાણશો કે ઇજિપ્તીઓની વેઠથી તમને મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું.


તો હવે પ્રભુ તમને જણાવે છે કે તે હવે જે કાર્ય કરવાના છે તે પરથી તે પ્રભુ છે એની તમને ખબર પડશે. હું મારા હાથમાંની આ લાકડી નાઇલનાં પાણી પર મારીશ એટલે પાણી રક્ત બની જશે.


યહૂદિયાનાં બધાં નગરોમાં લોકો, ખેડૂતો અને ઘેટાબકરાં પાળનારા સાથે વસશે.


તેઓ સૌ જાણશે કે હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, તેમની રક્ષા કરું છું અને તેઓ મારી પ્રજા છે. હું, પ્રભુ પરમેશ્વર, એ બોલ્યો છું.


તેં મારી વિરુદ્ધ ફાવે તેવી બડાઇઓ હાંકી છે અને તે મેં સાંભળી છે.


તે દિવસથી ઇઝરાયલીઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું.


“હે ઇઝરાયલ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ તારો ઈશ્વર છું. હું સિયોન પર, મારા પવિત્ર પર્વત પર વસું છું. યરુશાલેમ પવિત્ર નગર બનશે અને વિદેશીઓ તેને ફરી ક્યારેય જીતી લેશે નહિ.”


હું પ્રભુ, તમારો ઈશ્વર છું. હું પવિત્ર છું, માટે તમારે પણ સમર્પિત થઈને પવિત્ર રહેવું જોઈએ.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


ઇઝરાયલીઓ સાથે કેટલાક પરપ્રજાના લોકો પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમને માંસ ખાવાની તીવ્ર લાલસા હતી. વળી, ખુદ ઇઝરાયલીઓ પણ રડીને ફરિયાદ કરવા લાગ્યા: “ખાવાને માટે અમને માંસ કોણ આપશે?


“ક્યાં સુધી આ દુષ્ટ સમાજ મારી વિરુધ કચકચ કર્યા કરવાનો છે? ક્યાં સુધી મારે તમારું સહન કરવું? ઇઝરાયલીઓની મારી વિરુદ્ધની કચકચ મેં બરાબર સાંભળી છે!


Lean sinn:

Sanasan


Sanasan