Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:9 - પવિત્ર બાઇબલ C.L.

9 દુશ્મને કહ્યું, ‘હું તેમનો પીછો કરીશ, તેમને પકડી પાડીશ; હું તેમની સંપત્તિ લૂંટીને વહેંચી લઈશ અને તેનાથી મારી મનોકામના પૂર્ણ થશે. હું તલવાર ખેંચીને મારી જાતે તેમનો નાશ કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 શત્રુએ કહ્યું, ‘હું પીછો પકડીશ, હું પકડી પાડીશ, હું લૂંટ વહેચીશ; મારી તૃષા હું તેઓ પર તૃપ્ત કરીશ; હું મારી તરવાર તાણીશ, મારો હાથ તેમનો નાશ કરશે.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 શત્રુએ સંકલ્પ કર્યો કે, ‘હું પાછળ પડીશ, અને હું તેઓનું ધન લૂંટી લઈશ. હું મારી તલવાર ઉગામીશ. અને મારે હાથે તેઓનો નાશ કરીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “શત્રુ મનમાં બબડે છે, ‘હું પકડીશ પાછળ પડી, અને હું તેમનું ધન સધળુ લઈશ. હું બધું જ માંરી તરવાર વડે લઈ જઈશ. હું માંરે માંટે બધુંજ રાખીશ.’

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:9
15 Iomraidhean Croise  

“બિન્યામીન તો ફાડી ખાનાર વરું છે. સવારમાં તે શિકાર ખાશે, અને સાંજે તે લૂંટ વહેંચશે.”


હું મારા શત્રુઓ પાછળ પડીને તેમને હરાવું છું; તેમનો વિનાશ ન કરું ત્યાં સુધી હું અટક્તો નથી.


ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.”


બેનહદાદ કહે છે: “સમરૂનનો નાશ કરવા હું એવી મોટી સંખ્યામાં સેના લઈ આવીશ કે લૂંટમાં પ્રત્યેક સૈનિકના ફાળે મૂઠીભર ધૂળ પણ ન આવે! હું એમ ન કરું તો દેવો મારું મોત નિપજાવો.”


જ્યારે ફેરોને ખબર મળી કે ઇઝરાયલી લોકો નાસી છૂટયા છે ત્યારે તેનું તથા તેના અધિકારીઓનું મન ફરી ગયું અને તેમણે કહ્યું, “આપણે આ શું કર્યું? ઇઝરાયલીઓને જવા દઈને તો આપણે આપણા ગુલામો ગુમાવ્યા!”


જુલમગારોની લૂંટમાં હિસ્સો સ્વીકારવો, તે કરતાં જુલમપીડિતોની સાથે વિનમ્રતાથી વસવું ઉત્તમ છે.


આ બધા દેવોમાંથી કોઈએ મારા હાથમાંથી પોતાના દેશોને બચાવ્યા છે? તો પછી પ્રભુ યરુશાલેમને કેવી રીતે બચાવી શકશે?”


તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી.


ઇજિપ્તના રાજા ફેરોને નવું ઉપનામ આપો: ‘બડાઈખોર’; તેણે આવેલી તક ગુમાવી દીધી છે.


ગરીબો પર છૂપી રીતે અત્યાચાર કરવામાં આનંદ માનનારા લોકોની જેમ, તેના સૈન્યે અમને વેરવિખેર કરી નાખવા અમારા પર પ્રચંડ હુમલો કર્યો. ત્યારે તમે તેના સેનાપતિને તમારા બાણથી વીંધી નાખ્યો.


પણ જ્યારે એનાથી વધારે બળવાન માણસ તેના પર હુમલો કરી તેને હરાવે છે ત્યારે જે શસ્ત્રો પર તે આધાર રાખે છે તે તે ઉતારી લે છે, અને લૂંટેલી મિલક્ત વહેંચે છે.


“તેઓ લૂંટ એકઠી કરવા અને વહેંચી લેવા રોકાયા હશે. દરેક સૈનિકને ભાગે એક કે બબ્બે કન્યા આવી હશે; સીસરા માટે રંગીન અને ભરતકામવાળાં વસ્ત્રોની લૂંટ મળી હશે! રાણીના ગળા માટે ભરતકામ કરેલા એક બે દુપટ્ટા મળ્યા હશે!”


દાવિદે પ્રભુને પૂછયું, “શું હું એ હુમલાખોરોનો પીછો કરું? શું હું તેમને પકડી પાડી શકીશ?” પ્રભુએ જવાબ આપ્યો, “તેમનો પીછો કર, તું તેમને પકડી પાડી શકીશ અને બધા કેદીઓને છોડાવી શકીશ.”


Lean sinn:

Sanasan


Sanasan