Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પ્રભુ, તમે સર્વકાળ રાજ કરો છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 યહોવા સદાસર્વકાળ રાજ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 હે યહોવાહ, તમે સદાસર્વકાળ સુધી રાજ્ય કરવાના છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “યહોવા, તમાંરું રાજ સદાસર્વકાળ અમર તપશે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:18
13 Iomraidhean Croise  

અબ્રાહામે બેરશેબામાં પ્રાંસનું વૃક્ષ રોપ્યું અને ત્યાં સાર્વકાલિક ઈશ્વર યાહવેને નામે ભજન કર્યું.


પ્રભુ સાર્વકાલિક રાજા છે; તેમની ભૂમિ પરથી અન્ય દેવોના ઉપાસકો નષ્ટ થશે.


પ્રભુ સર્વકાળ રાજ કરશે. હે સિયોન, તારા ઈશ્વર પેઢી દરપેઢી રાજ કરશે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


પ્રભુ જળપ્રલય પર સત્તા ચલાવે છે. પ્રભુ સદાસર્વદા રાજા તરીકે બિરાજમાન છે:


તે નેકીથી પૃથ્વીનો ન્યાય કરે છે; અને તે પ્રજાઓનો અદલ ઇન્સાફ કરે છે.


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


એ શાસકોના સમયમાં આકાશના ઈશ્વર એક રાજયની સ્થાપના કરશે જેનો કદી અંત આવશે નહિ. તેના પર કોઈ જીત મેળવી શકશે નહિ, પણ તે બધાં રાજયોનો વિનાશ કરશે અને તે સદા સર્વદા કાયમ રહેશે.


ઈશ્વરનાં અદ્‍ભુત કાર્યો કેવાં મહાન છે! તેમના ચમત્કારો કેવા પરાક્રમી છે! ઈશ્વર તો સનાતન રાજા છે; તે યુગાનુયુગ રાજ કરશે.


તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યાં, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોક તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.


પૃથ્વીનાં બધાં રાજ્યોની સત્તા અને મહત્તા સર્વોચ્ચ ઈશ્વરના લોકોને આપવામાં આવશે. તેમનો રાજ્યાધિકાર કાયમ રહેશે અને પૃથ્વીનાં બધાં રાજ્યો તેમને તાબે રહીને તેમની સેવા કરશે.”


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


જ્યારે લોકોના આગેવાનો અને ઇઝરાયલના સર્વ કુળોના લોકો એકત્ર થયા ત્યારે પ્રભુ, યશુરૂન, એટલે તેમના એ લાડીલા લોકના રાજા બન્યા.


Lean sinn:

Sanasan


Sanasan