17 હે પ્રભુ, જે જગ્યા તમારા નિવાસસ્થાન માટે તમે પસંદ કરી છે. જે પવિત્રસ્થાન તમે તમારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તમારા વતનના પર્વતમાં તમે તેમને લાવીને રોપશો.
17 હે યહોવા, જે જગા તમારા નિવાસને માટે તમે તૈયાર કરી છે, હે યહોવા, જે પવિત્રસ્થાન તમે તમારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તમારા વતનના પર્વતમાં, તમે તેઓને લાવીને તેમાં રોપશો.
17 હે પ્રભુ જયાં તમારો આવાસ છે અને જે પવિત્રસ્થાન તમે સ્થાપિત કર્યું છે; એટલે તમારા પવિત્ર પર્વતમાં તેઓને લાવીને તમે તેઓને ત્યાં સ્થાયી વસાવવાના છો. ત્યાં તમે તમારું ભક્તિસ્થાન બાંધશો.
17 જયાં તમાંરો આવાસ છે, લોકોને એ પર્વત પર તમાંરી પાસે લઈ જાય; જે જગ્યા તમે સિંહાસન માંટે તૈયાર કરી ત્યાં તેમને વસવાટ કરવા દેશો. હે માંલિક, ત્યાં તમે મંદિર તમાંરું બાંધશો!
મેં મારા ઇઝરાયલી લોકો માટે જગ્યા પસંદ કરીને ત્યાં તેમને ઠરીઠામ કર્યા છે. હવે તેઓ ત્યાં જ વસશે, ભૂતકાળમાં એટલે મેં તેમના પર ન્યાયાધીશો નીમ્યા તે વખતે ક્રૂર લોકો તેમના પર જુલમ ગુજારતા હતા, પણ હવે તેમને કોઈ પરેશાન કરશે નહિ. હું તેમને તેમના સર્વ શત્રુઓથી સલામતી બક્ષીશ. વળી, પ્રભુ તને આમ કહે છે; હું તારો રાજવંશ સ્થાપીશ.
તમે તમારા પોતાને હાથે અન્ય પ્રજાઓને ઉખાડી નાખીને, ત્યાં તમારા લોકને વચનના પ્રદેશમાં રોપ્યા હતા. તમે અન્ય પ્રજાઓ પર વિપત્તિ લાવીને તેમને હાંકી કાઢયા અને તમારા લોકને વિસ્તાર્યા.
તેથી હવે તું આ લોકોને મેં તને જે સ્થળ વિષે કહ્યું છે ત્યાં દોરી જા. યાદ રાખ, મારો દૂત તને દોરશે. પરંતુ એક એવો દિવસ આવશે કે જ્યારે હું આ લોકને તેમનાં પાપની સજા કરીશ.”
હું તેમની સાથે તેમને કાયમની સલામતીની બાંયધરી આપતો શાંતિનો કરાર કરીશ. હું તેમનું સંસ્થાપન કરીશ, તેમના વંશવેલાની વૃધિ કરીશ અને તેમની મધ્યે સદાને માટે મારા મંદિરને સ્થાપીશ.
તેથી હવે તમારો પ્રદેશ પ્રભુની આરાધના માટે યથાયોગ્ય ન હોય તો અહીં જ્યાં પ્રભુનો મુલાકાતમંડપ છે ત્યાં આ તરફ પ્રભુના દેશમાં આવતા રહો અને અમારી સાથે વસવાટ કરો. પણ તમે પ્રભુનો વિદ્રોહ ન કરશો અને પ્રભુની વેદી ઉપરાંત અન્ય વેદી બાંધીને અમને તમારા વિદ્રોહમાં ન સંડોવશો.