Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:16 - પવિત્ર બાઇબલ C.L.

16 હે પ્રભુ, જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂરું ન થાય, જ્યાં સુધી તમે ગુલામીમાંથી છોડાવેલા લોકો પેલે પાર પહોંચી ન જાય, ત્યાં સુધી તમારા હાથનું સામર્થ્ય જોઈને તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેઓ ઉપર ત્રાસ તથા ભય આવી પડે છે; તમારા ભુજના મહત્વથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા છે; જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂર્ણ થાય, હે યહોવા, જ્યાં સુધી તમારા ખરીદેલા લોકો મુકામે પહોંચી જાય, ત્યાં સુધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, અને તમે મુક્ત કરેલા લોકો જ્યાં સુધી નિશ્ચિત સ્થાને ન પહોંચો;, અને તેઓની મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી યહોવાહ, તમારા ભુજના સામર્થ્યથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, તમાંરા બાહુબળે સ્તબ્ધ બની પથ્થર જેવા થયા, અને તું જ છોડાવી લાવ્યો, ઊભા એટલામાં; એ ‘યહોવા’ સમૂહમાં તારી પ્રજા ચાલી જાય.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:16
34 Iomraidhean Croise  

તેઓ ચાલી નીકળ્યા ત્યારે આસપાસનાં શહેરો ઉપર એવો ભય વ્યાપી ગયો કે તેમણે યાકોબના પુત્રોનો પીછો કર્યો નહિ.


વળી, પૃથ્વીના પટ પર તમારા ઇઝરાયલી લોક જેવી અન્ય કોઈ પ્રજા નથી. તેમને તમારા લોક કરી લેવા માટે તમે જાતે તેમને મુક્ત કરવા ગયા. જેમને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા એ તમારા લોકને તમારા દેશમાં વસાવવા તમે તમારી નામના માટે મોટાં અને ભયંકર કૃત્યો કરીને તેમની આગળથી અન્ય દેશજાતિઓ અને તેમના દેવોને હાંકી કાઢયા.


તેમના પ્રસ્થાનથી ઇજિપ્તવાસીઓ આનંદિત થયા, કારણ, ઇઝરાયલીઓને લીધે તેઓ ભારે ત્રાસ પામ્યા હતા.


તમારા લોકનો સમુદાય જેને તમે પ્રાચીનકાળથી પોતાનો બનાવ્યો તેનું સ્મરણ કરો; તમારા વારસાનું કુળ જેને તમે મુક્ત કર્યું તેને સંભારો; સિયોન પર્વત જ્યાં તમે વાસ કર્યો છે તેને યાદ કરો.


નેકી અને ઇન્સાફ તમારા રાજ્યાસનના પાયા છે; પ્રેમ અને વિશ્વાસુપણું તમારી આગળ આગળ ચાલે છે.


પણ ઇઝરાયલી લોકો અથવા તેમના પશુ સામે કૂતરુંય ભસશે નહિ. તે પરથી તમે જાણશો કે હું પ્રભુ ઇજિપ્તીઓ અને ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખું છું.”


તમારા વચનને વિશ્વાસુ રહીને જેમને તમે છોડાવ્યા છે તેમને તમે દોરો છો. તમારા સામર્થ્ય વડે તમે તેમને તમારી પવિત્ર ભૂમિમાં લઈ જાઓ છો.


ઊંડા સાગરે તેમને ઢાંકી દીધા; તેઓ પથ્થરની જેમ ઊંડા પાણીમાં ડૂબી ગયા.


હે પ્રભુ, તમારો જમણો હાથ સામર્થ્યમાં મહા પરાક્રમી છે; તે દુશ્મનને અફાળીને તેમના ચૂરા કરે છે.


ઇઝરાયલીઓને છોડાવવા પ્રભુએ ફેરો તથા ઇજિપ્તના લોકોના જે હાલહવાલ કર્યા હતા તે બધું મોશેએ યિથ્રોને કહ્યું. વળી, માર્ગમાં લોકોને જે કષ્ટ પડયું તથા પ્રભુએ તેમને કેવી રીતે બચાવ્યા તે પણ તેણે કહી સંભળાવ્યું.


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


“તમને મુસાફરીમાં સંભાળવા અને મેં તૈયાર કરેલી જગ્યામાં તમને લઈ જવા હું તમારી આગળ મારા દૂતને મોકલું છું.


પરંતુ તમે જો તેની આજ્ઞા માનશો અને મારી આજ્ઞા પ્રમાણે બધું કરશો તો હું તમારા સર્વ દુશ્મનોની સાથે લડીશ.


“જે પ્રજા તમારો વિરોધ કરશે તેમને હું ભયભીત કરીશ. હું તમારા સર્વ દુશ્મનોને તમારી આગળથી નસાડી મૂકીશ.


હું તમને મારા લોકો તરીકે અપનાવીશ, અને હું તમારો ઈશ્વર થઈશ. ત્યારે તમે જાણશો કે ઇજિપ્તીઓની વેઠથી તમને મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું.


સમુદ્રનાં અગાધ પાણીને સૂકવી નાખી પોતાના લોકને સમુદ્રના ઊંડાણમાં થઈને પાર લઈ જનાર તું જ નહોતો?


પોતાના ગૌરવી અને શક્તિશાળી ભુજથી મોશેના જમણા હાથને સાથ દેનાર અને પોતાને માટે સાર્વકાલિક નામના મેળવવાને સમુદ્રના બે ભાગ કરી દેનાર અને પોતાના લોકને ઊંડા પાણીમાંથી દોરી જનાર કયાં છે?”


સાચે જ પ્રભુએ યાકોબના વંશજોને મુક્ત કર્યા છે અને તેમના કરતાં બળવાન પ્રજાના હાથમાંથી તેમનો ઉદ્ધાર કર્યો છે.


હું ફરી તારી પાસેથી પસાર થયો તો મેં જોયું કે પ્રેમ કરવા જેવી તારી ઉંમર થઇ હતી. મેં તારો ડગલો પ્રસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. મેં તારી સાથે સોગંદપૂર્વક કરાર કર્યો અને તું મારી બની. હું પ્રભુ પરમેશ્વર આ બધું કહું છું.


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


તમારા ઈશ્વર પ્રભુ તેમના વચન પ્રમાણે સમગ્ર વિસ્તારમાં તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં તે લોકોમાં તમારો ભય અને ધાક બેસાડશે અને તમારી સામે કોઈ માણસ ટકી શકશે નહિ.


આજથી હું સર્વત્ર બધી પ્રજાઓમાં તમારો એવો ડર અને ધાક બેસાડીશ કે તેઓ તમારાં નામ માત્રથી ધ્રૂજી ઊઠશે અને ત્રાસ પામશે.


તારા લોકોને તું આવો આદેશ આપ: તમારે હવે સેઈરમાં વસતા કુટુંબીજનો એસાવના વંશજોની સરહદમાં થઈને પસાર થવાનું છે. તેઓ તમારાથી બીશે.


ઓ નાદાન અને નિર્બુધ લોકો, તમે પ્રભુને આવો બદલો આપો છો? તે તમારા પિતા અને સર્જનહાર છે. તેમણે જ તમને એક પ્રજા બનાવીને સ્થાપિત કર્યા નથી?


પરંતુ યાકોબના વંશજોને તો પ્રભુએ પોતાનો હિસ્સો, પોતાને ફાળે આવેલ વારસો કરી લીધા છે.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે.


આને લીધે પૃથ્વીના સર્વ લોકો જાણશે કે પ્રભુના હાથનું સામર્થ્ય કેવું મહાન છે, અને તમે પણ તમારા ઈશ્વર પ્રભુનું આદરમાન કરો.”


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


ભૂતકાળમાં લોકો મયે જૂઠા સંદેશવાહકો ઊભા થયા હતા, અને તમારી મયે પણ તે જ પ્રમાણે જૂઠા શિક્ષકો ઊભા થશે. તેઓ વિનાશકારક જૂઠા સિદ્ધાંતો શીખવશે, તેમનો ઉદ્ધાર કરનાર પ્રભુનો નકાર કરશે


તે સંતોનાં પગલાં સંભાળે છે, પણ દુષ્ટો અંધકારમાં અદૃશ્ય થઈ જાય છે. કારણ, કોઈ માણસ બળથી જીતતો નથી.


નશો ઊતર્યા પછી અબિગાઇલે નાબાલને બધું કહ્યું. તેને દયનો આઘાત લાગ્યો અને તેનું શરીર જકડાઈને પથ્થરવત્ થઈ ગયું.


Lean sinn:

Sanasan


Sanasan