Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:15 - પવિત્ર બાઇબલ C.L.

15 અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે સમયે અદોમના સરદારો વિસ્મિત થયા; મોઆબના પરાક્રમી પુરુષોને ધ્રુજારી છૂટે છે; સર્વ કનાનવાસીઓનાં ગાત્રો ઢીલાં પડી ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તે સમયે અદોમના સરદારો આશ્ચર્યચકિત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષોને ધ્રૂજારી થઈ; અને બધા કનાનવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 અદોમના સરદારો તે સમયે ભયભીત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષો ધ્રૂજે છે; એ બધાં કનાનવાસીઓ પણ હિંમત હારે; માંથાં પર ભયના ઓળા ભારે ઊતરતાં જોઈ,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:15
24 Iomraidhean Croise  

એસાવના પુત્રોમાંના મુખ્ય સરદારો આ પ્રમાણે હતા. એસાવના પ્રથમ પુત્ર એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, કનાઝ, કોરા, ગાતામ, અમાલેક. એલિફાઝને અદોમ દેશમાં થયેલા એ સરદારો છે. તેઓ આદાના વંશજો છે.


પોતાનાં કુટુંબ અને વસવાટનાં સ્થળ પ્રમાણે એસાવથી થયેલા સરદારોનાં આ નામ છે: તિમ્ના, આલ્વા, યથેથ,


ત્યારે સિંહના જેવા નિર્ભય અને શૂરવીર માણસો પણ ભયથી થથરી જશે. કારણ, ઇઝરાયલમાં સૌ કોઈ જાણે છે કે તમારા પિતા શૂરવીર સૈનિક છે.


પરંતુ સિયોનને જોઈને તેઓ આશ્ર્વર્યમાં ડૂબી ગયા, અને ભયભીત બની ઉતાવળે ભાગી ગયા.


જેમ ધૂમાડો ઊડી જાય છે તેમ ઈશ્વર તેમને હાંકી કાઢે છે. જેમ અગ્નિ સમક્ષ મીણ પીગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વર સમક્ષ નાશ પામે છે.


સૌના હાથ ઢીલા પડી જશે અને સૌ કોઈ હિંમત હારી જશે.


ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે.


દમાસ્ક્સ વિષે સંદેશ: પ્રભુ કહે છે, “હમાથ અને આર્પાદના લોકો માઠા સમાચાર સાંભળીને ચિંતાતુર બન્યા છે. સાગરની જેમ તેઓ ખળભળી ઊઠયા છે અને તેમને કંઈ ચેન પડતું નથી


તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે કહેજે કે, ‘જે આવી પડવાનું છે તેના સમાચારને લીધે.’ એનાથી સૌનાં હૈયાં ભયથી કાંપી ઊઠશે, તેમના હાથ કમજોર થઇ જશે, તેમના હોશકોશ ઊડી જશે, ધૂંટણો લથડવા લાગશે. જે આવી પડવાનું છે તે આવી ગયું છે.” પ્રભુ પરમેશ્વર પોતે આમ બોલ્યા છે.


નિનવેનો નાશ થયો છે. તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે. હૃદયો બીકથી પીગળી ગયાં છે, ધૂંટણો થરથર ધ્રૂજે છે, શક્તિ ઓસરી ગઈ છે, ચહેરાઓ ફિક્કા પડી ગયા છે.


તે થોભે છે, તો પૃથ્વી કાંપી ઊઠે છે. તેમની નજર માત્રથી પ્રજાઓ થરથરે છે. પ્રાચીન પર્વતોના ચૂરેચૂરા થઈ જાય છે. કાયમી ડુંગરા જેના પર તે પુરાતન સમયમાં ચાલતા તે ધરાશાયી બની જાય છે.


મેં કુશાનના લોકોને ભયભીત થયેલા જોયા, અને મિદ્યાનના લોકોને થરથરતા જોયા.


તારા લોકોને તું આવો આદેશ આપ: તમારે હવે સેઈરમાં વસતા કુટુંબીજનો એસાવના વંશજોની સરહદમાં થઈને પસાર થવાનું છે. તેઓ તમારાથી બીશે.


“અધિકારીઓ વિશેષમાં એમ પણ કહે કે, ‘હિંમત ઓસરી ગઈ હોય અને ડરી ગયા હોય એવા કોઈ છે? જો હોય તો તેમને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, એવા માણસો બીજાઓને નાહિંમત કરી દેશે.’


પણ મારી સાથે આવેલા માણસોએ લોકોને ગભરાવી મૂક્યા હતા. છતાં હું તો મારા ઈશ્વર પ્રભુને પૂરેપૂરી નિષ્ઠાથી આધીન થયો.


એ સાંભળતાં જ અમારાં હૃદય ભયભીત થઈ ગયાં અને તમારે લીધે અમારામાંથી કોઈનામાં કંઈ હિમંત રહી નથી. તમારા ઈશ્વર પ્રભુ તો ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર ઈશ્વર છે.


તેમણે યહોશુઆને કહ્યું, “પ્રભુએ જરૂર આ દેશ આપણને સોંપ્યો છે; અને આપણા આગમનથી દેશના સર્વ રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો છે.”


તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે.


હવે યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશના અમોરીઓના રાજાઓ તેમજ ભૂમધ્ય સમુદ્રની પાસેના પ્રદેશના સર્વ કનાની રાજાઓના સાંભળવામાં આવ્યું કે ઇઝરાયલી લોકો યર્દન પાર ઊતરી રહ્યા ત્યાં સુધી પ્રભુએ તેમની આગળ તે નદીનું પાણી સૂકવી નાખ્યું. તેથી ઇઝરાયલી લોકોને લીધે તેમનાં હૃદય ભયભીત થઈ ગયાં અને તેમના હોશકોશ ઊડી ગયા.


બિન્યામીનના કુળપ્રદેશમાં આવેલા ગિબ્યામાં શાઉલના ચોકીદારોએ પલિસ્તીઓનો સમુદાય વિખેરાઈ જતો અને તેમના લોકને આમતેમ નાસભાગ કરતા જોયા.


Lean sinn:

Sanasan


Sanasan