Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:14 - પવિત્ર બાઇબલ C.L.

14 એ સાંભળીને પ્રજાઓ ભયથી કાંપે છે; પલિસ્તીઓમાં આતંક છવાઈ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 લોક સાંભળીને કાંપે છે; પેલેશેથવાસીઓને વેદના થઈ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પ્રજા આ સાંભળીને કંપે છે, સર્વ પલિસ્તી વાસીઓ પીડા પામ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “પ્રજા આ સાંભળી કંપીને ગભરાઈ, સહુ પલેશેથવાસીઓ ભયથી ગભરાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:14
20 Iomraidhean Croise  

દાવિદની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ અને પ્રભુએ બધાં રાષ્ટ્રો પર તેની ધાક બેસાડી.


તેઓ ભયથી ધ્રૂજી ઊઠયા; અને પ્રસૂતાની વેદના જેવી પીડામાં ઝડપાયા.


ઉત્તરના વાવાઝોડાથી તાર્શીશનાં વહાણોના ચૂરેચૂરા થતા હોય તેવી તેમની દશા થઈ.


“હે પલિસ્તીઓ, તમને મારનાર લાઠી તૂટી ગઈ છે, પણ તેથી તમારે કંઈ હરખાવાની જરૂર નથી. એક સાપમાંથી બીજો ઝેરી સાપ પેદા થાય છે; એનું બચ્ચું ઊડણ સાપ બને છે.


હે પલિસ્તીઓનાં સર્વ નગરો અને તેમના દરવાજાઓ, તમે સૌ પોક મૂકીને રડો અને આક્રંદ કરો. ઉત્તર તરફથી આંધીની જેમ લશ્કર ચડી આવે છે; એમાં કોઈ ક્યર સૈનિક નથી.


તૂરના પતનના સમાચાર જાણીને ઇજિપ્તીઓ શોકમાં ગરકાવ થઈ જશે.


“જે દેશોનાં નામ પણ તે કદી સાંભળ્યાં નથી એવા દેશોમાં હું તારા વિનાશના સમાચાર ફેલાવીશ ત્યારે ઘણી પ્રજાઓનાં હૃદય ભયથી કાંપી ઊઠશે.


તે થોભે છે, તો પૃથ્વી કાંપી ઊઠે છે. તેમની નજર માત્રથી પ્રજાઓ થરથરે છે. પ્રાચીન પર્વતોના ચૂરેચૂરા થઈ જાય છે. કાયમી ડુંગરા જેના પર તે પુરાતન સમયમાં ચાલતા તે ધરાશાયી બની જાય છે.


મેં કુશાનના લોકોને ભયભીત થયેલા જોયા, અને મિદ્યાનના લોકોને થરથરતા જોયા.


તેથી તેઓ આ પ્રદેશના લોકોને પણ એ વિષે કહેશે. આ પ્રદેશના લોકોએ સાંભળ્યું છે કે તમે પ્રભુ, અમારી મધ્યે વસો છો. જ્યારે વાદળ અમારા પર થંભી જાય છે ત્યારે તમે અમને મોંઢામોંઢ દર્શન આપો છો. દિવસે મેઘના સ્તંભરૂપે અને રાતે અગ્નિના સ્તંભરૂપે તમે અમારી આગળ આગળ ચાલો છો.


તેથી સિપ્પોરના પુત્ર બાલાક રાજાએ બયોરના પુત્ર બલામને બોલાવી લાવવા સંદેશકો મોકલ્યા. આ વખતે બલામ અમોરીઓના પ્રદેશમાં યુફ્રેટિસ નદીને કિનારે આવેલા પયોરમાં રહેતો હતો. તેઓ તેની પાસે બાલાકનો આ સંદેશો લાવ્યા: “ઇજિપ્તથી એક મોટી પ્રજા આવી છે. તેમનાથી આખો પ્રદેશ છવાઈ ગયો છે અને તેમણે મારી વિરૂધ પડાવ નાખ્યો છે.


આજથી હું સર્વત્ર બધી પ્રજાઓમાં તમારો એવો ડર અને ધાક બેસાડીશ કે તેઓ તમારાં નામ માત્રથી ધ્રૂજી ઊઠશે અને ત્રાસ પામશે.


એનાથી યરુશાલેમના લોકો ચોંકી ઊઠયા; કારણ, ગિબ્યોન તો બીજાં રાજવી નગરોના જેટલું જ મોટું હતું; બલ્કે, તે આય કરતાં પણ મોટું હતું અને તેના માણસો સારા લડવૈયા હતા.


એ સાંભળતાં જ અમારાં હૃદય ભયભીત થઈ ગયાં અને તમારે લીધે અમારામાંથી કોઈનામાં કંઈ હિમંત રહી નથી. તમારા ઈશ્વર પ્રભુ તો ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર ઈશ્વર છે.


તેમણે જવાબ આપ્યો, “અમે એટલા માટે એમ કર્યું કે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના સેવક મોશેને તમને આ આખો દેશ આપવાની અને તમે આગળ વધો તેમ તેમ તેના રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા આપી હતી તેવી અમને ચોક્કસ ખબર મળી હતી.


ત્યારે તેમણે તેને કહ્યું, “તમારા ઈશ્વર યાહવેની ખ્યાતિ સાંભળીને આ તમારા દાસ દૂર દેશથી આવ્યા છે. તેમણે ઇજિપ્તમાં કરેલાં મહાન કાર્યો વિષે અમે સાંભળ્યું છે.


તેથી પલિસ્તીઓએ ગભરાઈને કહ્યું, “તેમની છાવણીમાં ઈશ્વર આવ્યા છે. હવે આપણું આવી બન્યું. પહેલાં આવું કદી બન્યું નથી.


એ પરાક્રમી દેવોથી આપણને કોણ બચાવી શકે તેમ છે? એ તો ઇજિપ્તીઓને સર્વ પ્રકારના મહાપાતકથી મારનાર દેવો છે.


Lean sinn:

Sanasan


Sanasan