Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 15:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પરંતુ તમે તમારો શ્વાસ ફૂંકયો અને ઇજિપ્તીઓ સમુદ્રમાં ડૂબી ગયા, તેઓ ઊંડા પાણીમાં સીસાની જેમ ડૂબી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તમે તમારા પવનને ફંક્યો, સમુદ્ર તેઓ ઉપર ફરી વળ્યો, તેઓ સીસાની પેઠે મહાજળમાં ડૂબી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પરંતુ હે યહોવાહ! તમે તમારો પવન ફૂંક્યો. અને સમુદ્રના પાણી તેઓ પર ફરી વળ્યાં. તેઓ સીસાની માફક સમુદ્રના મહાજળમાં ડૂબી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પરંતુ યહોવા! એક માંત્ર પ્રબળ ફૂંક લગાવીને તમે મધદરિયે, સમાંવી લીઘા. પ્રચંડ મહા જળરાશિમાં, સૌ સીસાની જેમ ડુબ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 15:10
16 Iomraidhean Croise  

ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં.


યુદ્ધ સમગ્ર દેશમાં ફેલાઈ ગયું અને યુદ્ધમાં માર્યા ગયેલા કરતાં જંગલમાં ભક્ષ થઈ ગયેલા વધારે હતા.


તમે તમારા લોક માટે સમુદ્રમાં રસ્તો બનાવ્યો અને તેમને કોરી ભૂમિ પર પાર પહોંચાડયા. તોફાની સાગરમાં પથરો ડૂબી જાય તેમ તેમનો પીછો કરનાર શત્રુઓને તમે ઊંડા પાણીમાં ડૂબાવી દીધા.


પૃથ્વીને છેડેથી તે વાદળોને ઉપર ચઢાવે છે, અને તે વર્ષાને માટે વીજળી ચમકાવે છે તથા પોતાની વખારોમાંથી પવનને બહાર લાવે છે.


પછી તે આજ્ઞા આપે છે એટલે બરફ પીગળવા માંડે છે; તે પવન મોકલે છે એટલે પાણી વહેવા લાગે છે.


મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો, એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હઠાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ.


ઊંડા સાગરે તેમને ઢાંકી દીધા; તેઓ પથ્થરની જેમ ઊંડા પાણીમાં ડૂબી ગયા.


કોણ સ્વર્ગમાં ચડીને પાછું નીચે ઊતર્યું છે? કોણે પવનને કદી પોતાની મુઠ્ઠીમાં પકડયો છે? કોણે મહાસાગરને વસ્ત્રમાં બાંધ્યો છે? કોણે પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપી છે? તેમનું નામ શું? અને તેમના પુત્રનું નામ શું? સાચે જ તને તો ખબર હશે!


પ્રભુ ઇજિપ્તના સમુદ્રના અખાતને સૂકવી નાખશે અને યુફ્રેટિસ નદીને બળબળતા વાયુથી સૂકવી નાખશે, અને તેના પ્રવાહને તે સાત નાનાં ઝરણાંમાં વહેંચી નાખશે, જેથી સૌ કોઈ તેને પગરખાં ઉતાર્યા વિના જ ઓળંગી શકશે.


જ્યારે તે આજ્ઞા કરે છે, ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે, તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવનો મોકલે છે.


ઇજિપ્તના રાજા ફેરોને નવું ઉપનામ આપો: ‘બડાઈખોર’; તેણે આવેલી તક ગુમાવી દીધી છે.


કારણ, ઈશ્વર તો પર્વતોના રચયિતા અને પવનના ઉત્પન્‍નર્ક્તા છે. તે માણસને તેના વિચારો કહી દેખાડે છે. તે દિવસને રાતમાં ફેરવી નાખે છે અને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિહરનાર તે જ છે. તેમનું નામ સર્વશક્તિમાન યાહવે છે.


બધાને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, આ કેવા પ્રકારની વ્યક્તિ છે કે, પવન અને મોજાં પણ તેમની આજ્ઞા માને છે!


ઇજિપ્તના સૈન્યે તમારો પીછો કર્યો ત્યારે તેમના પર સૂફ સમુદ્રનાં પાણી ફેરવી વાળીને તેમની, તેમના ઘોડાઓની અને તેમના રથોની કેવી દુર્દશા કરી તે તમે જોયું. છેક આજ સુધી પ્રભુએ તેમનો સંહાર કર્યા કર્યો તે પણ તમે જોયું.


Lean sinn:

Sanasan


Sanasan