Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તે વિજયપૂર્વક નીકળેલા ઇઝરાયલીઓની પાછળ પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને યહોવાએ મિસરના રાજા ફારુનનું હૈયું હઠીલું કર્યું, ને તે ઇઝરાયલીઓની પાછળ પડયો; કેમ કે ઇઝરયલી લોકો નીડરપણે નીકળ્યઅ હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યહોવાહે મિસરના રાજા ફારુનને હઠીલો બનાવ્યો, તે પોતાનું સૈન્ય લઈને નીડર ઇઝરાયલીઓની પાછળ પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને યહોવાએ મિસરના રાજા ફારુનને હિંમતવાન બનાવ્યો, તેથી તે ઇસ્રાએલી લોકોની પાછળ પડ્યો જે પોતાના હાથ ઉચા કરી નીકળી રહ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:8
21 Iomraidhean Croise  

એમ ઈશ્વર પોતાના પસંદ કરેલા લોકને પાછા દોરી લાવ્યા. ત્યારે તેમણે આનંદનાં ગીતો ગાઈને જયજયકાર કર્યો.


તમે મારા પર અપાર પ્રેમ રાખો છો; તેથી મારા પ્રાણને તમે મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી ઉગારશો.


પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને તેણે તેમને જવા દીધા નહિ.


આમ, આ વિધિ આપણા હાથ પર ચિહ્ન અને કપાળે લટકાવેલ આભૂષણ જેવો યાદગીરીરૂપ બની રહેશે. પ્રભુ પોતાના મહાન બાહુબળથી આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તેની તે આપણને યાદ અપાવશે.”


તેથી ઈશ્વરે તેમને ફંટાવીને સૂફ (બરુ) સમુદ્ર તરફ રણપ્રદેશના માર્ગે થઈને ચલાવ્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી શસ્ત્રસજ્જિત થઈ નીકળ્યા હતા.


આ વિધિ તમારા હાથે બાંધેલ અને કપાળે લટકાવેલ ચિહ્ન જેવું યાદગીરીરૂપ બની જશે. એનાથી પ્રભુનો નિયમ તમારે હોઠે રહેશે.


વળી, સાંભળ: હું ઇજિપ્તીઓનું હૃદય હઠીલું કરીશ; જેથી તેઓ તમારી પાછળ પડશે.


હું તેનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારી પાછળ પડશે; અને ફેરો તથા તેના સૈન્ય ઉપર વિજય મેળવીને હું મારો મહિમા વધારીશ. ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું.


તેણે પસંદ કરેલા 600 રથ તેમ જ પોતાના અન્ય સર્વ રથ અને અધિકારીઓને સાથે લીધા.


દુશ્મને કહ્યું, ‘હું તેમનો પીછો કરીશ, તેમને પકડી પાડીશ; હું તેમની સંપત્તિ લૂંટીને વહેંચી લઈશ અને તેનાથી મારી મનોકામના પૂર્ણ થશે. હું તલવાર ખેંચીને મારી જાતે તેમનો નાશ કરીશ.’


પ્રભુએ મોશેને કહ્યું, “તું ઈજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ; જેથી તે લોકોને જવા દેશે નહિ.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ફેરોની કેવી દશા કરું છું તે તું જોજે; કારણ, મારા બાહુબળના પ્રભાવથી તે તમને જવા દેશે; અરે, મારા બાહુબળને લીધે તો તે તમને તેના દેશમાંથી હાંકી કાઢશે.”


પણ પ્રભુએ ફેરોનું હૃદય હઠીલું કર્યું અને પ્રભુએ મોશેને કહ્યું હતું તે પ્રમાણે ફેરોએ તેમનું માન્યું નહિ.


તમે તેમને શાપ આપો અને નિરાશામાં ધકેલી દો.


મેં પ્રભુ, તમારા ઈશ્વરે તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. તેથી હવે ફરીથી તમે ગુલામ બનશો નહિ. મેં તમારી ગુલામીની ઝૂંસરી તોડી નાખી છે અને તમને ગૌરવથી ઉન્‍નત મસ્તકે ચાલતા કર્યા છે.


ઇઝરાયલીઓ પ્રથમ મહિનાને પંદરમે દિવસે ઈજિપ્તમાં રામસેસથી ચાલી નીકળ્યા. પ્રથમ પાસ્ખાપર્વ પછીના દિવસે બધા ઈજિપ્તીઓના દેખતાં તેઓ નીડરપણે ચાલી નીકળ્યા.


આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે અમારા પૂર્વજોને પસંદ કર્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્ત દેશમાં પરદેશીઓ તરીકે રહેતા હતા, ત્યારે તેમને વિશાળ પ્રજા બનાવી. ઈશ્વરે પોતાના મહાન પરાક્રમથી તેમને ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત કર્યા.


પ્રભુએ પોતાનો હાથ લંબાવીને તેમના પ્રચંડ બાહુબળથી અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, અને તે માટે તેમણે ભારે આતંકજન્ય અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા.


પણ મારી એવી ધારણા છે કે કદાચ તેમના શત્રુઓ ઊધું સમજશે અને બડાશ મારશે કે, ‘આ કંઈ પ્રભુથી થયું નથી, પણ અમારા બાહુબળથી તેમના લોક પર વિજય પામ્યા છીએ.’


એ બધા લોકો ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરે તે માટે પ્રભુએ તેમનાં મન હઠાગ્રહી બનાવ્યા; જેથી તેમનો સંપૂર્ણ વિનાશ થાય અને તેઓ નિર્દય રીતે માર્યા જાય. પ્રભુએ મોશેને અગાઉ એવું જ કરવા માટે આજ્ઞા આપી હતી.


હું યાબીનના સેનાપતિ સીસરાને તારી સામે લડવા કિશોન નદી આગળ લાવીશ. તેની પાસે તેના રથો અને સૈન્ય હશે, પણ હું તને તેના પર વિજય પમાડીશ.”


Lean sinn:

Sanasan


Sanasan