Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:27 - પવિત્ર બાઇબલ C.L.

27 તેથી મોશેએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો અને સવાર થતાં સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયો. ઇજિપ્તીઓએ સમુદ્રમાંથી નાસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રભુએ તેમને સમુદ્ર મધ્યે ડુબાડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો, ને પરોઢ થતાં સમુદ્ર પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી ગયો; અને મિસરીઓ તેની સામેથી નાઠા; અને યહોવાએ મિસરીઓને સમુદ્રની મધ્યે ડુબાડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 એટલે તે પરોઢ થવાના સમયે મૂસાએ સમુદ્ર પર હાથ લંબાવ્યો ત્યારે સમુદ્ર પોતાની અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરના સૈન્યએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી પણ યહોવાહે તેઓને સમુદ્રમાં વચ્ચોવચ્ચ ડુબાવી માર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 એટલે દિવસ બરાબર શરૂ થાય તે પહેલાં મૂસાએ સમુદ્ર ઉપર હાથ લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પહેલાં જેવો હતો તેવો પાછો થઈ ગયો. મિસરવાસીઓએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી અને યહોવાએ સમુદ્રમાં વચ્ચોવચ્ચ તેમનો ઘાણ કાઢી નાખ્યો, સૌને ડુબાડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:27
12 Iomraidhean Croise  

તમે તમારા લોક માટે સમુદ્રમાં રસ્તો બનાવ્યો અને તેમને કોરી ભૂમિ પર પાર પહોંચાડયા. તોફાની સાગરમાં પથરો ડૂબી જાય તેમ તેમનો પીછો કરનાર શત્રુઓને તમે ઊંડા પાણીમાં ડૂબાવી દીધા.


તેમના વૈરીઓ પાણીમાં ડૂબી ગયા, અને તેમનામાંથી એકપણ જન બચ્યો નહિ.


પણ તેમણે ફેરો તથા તેની સેનાને તે સમુદ્રમાં ડુબાવી દીધાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


તે તેમને સુરક્ષિત રીતે દોરી લાવ્યા; જેથી તેઓ ભયભીત થયા નહિ; પરંતુ સમુદ્રે તેમના શત્રુઓને ડુબાડી દીધા.


જેમ મેં ઓરેબના ખડકે મિદ્યાનના લોકોને ફટકાર્યા તેમ હું તેમને ચાબુકથી ફટકારીશ અને જેમ મેં ઇજિપ્તીઓને સમુદ્રમાં શિક્ષા કરી હતી તેમ હું આશ્શૂરને સજા કરીશ.


ઇજિપ્તના સૈન્યે તમારો પીછો કર્યો ત્યારે તેમના પર સૂફ સમુદ્રનાં પાણી ફેરવી વાળીને તેમની, તેમના ઘોડાઓની અને તેમના રથોની કેવી દુર્દશા કરી તે તમે જોયું. છેક આજ સુધી પ્રભુએ તેમનો સંહાર કર્યા કર્યો તે પણ તમે જોયું.


વિશ્વાસને લીધે જ ઇઝરાયલીઓ જાણે કોરી ભૂમિ પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી શકયા; પરંતુ તેવો પ્રયાસ કરવા જતાં ઇજિપ્તીઓ પાણીમાં ડૂબી ગયા.


ત્યારે તેમણે મને મદદને માટે પોકાર કર્યો, અને મેં તેમની અને ઇજિપ્તીઓની વચમાં અંધકાર મૂકી દીધો. ઇજિપ્તીઓ પર સમુદ્રનાં પાણી ફેરવી વાળી મેં તેમને ડૂબાડી દીધા. મેં ઇજિપ્તીઓની શી દશા કરી તે તમે જાણો છો. ‘તમે લાંબો સમય રણપ્રદેશમાં રહ્યા.


એટલે પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની બહાર નીકળી આવ્યા, અને યજ્ઞકારોએ નદીકાંઠે સૂકી ભૂમિ પર પગ મૂક્યા કે યર્દન નદી અગાઉની જેમ પોતાના જળમાર્ગે વહેવા લાગી અને પૂરથી તેના કાંઠા ઊભરાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan