Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:21 - પવિત્ર બાઇબલ C.L.

21 મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો, એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હઠાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર તરફ લંબાવ્યો; અને યહોવાએ તે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ચલાવીને સમુદ્રને [પાછો] હઠાવ્યો, ને સમુદ્રને ઠેકાણે કોરી જમીન કરી દીધી, ને તેના પાણીના બે ભાગ થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર પર ઊંચો કરીને લંબાવ્યો, એટલે યહોવાહે આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ કોરી જમીન બનાવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:21
30 Iomraidhean Croise  

ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં.


પછી એલિયાએ પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને તેને વીંટાળીને પાણી પર અફાળ્યો; પાણીના બે ભાગ થઈ ગયા અને તે તથા એલિશા નદીમાં થઇને કોરે પગે સામે તટે પહોંચી ગયા.


તમે તમારા લોક માટે સમુદ્રમાં રસ્તો બનાવ્યો અને તેમને કોરી ભૂમિ પર પાર પહોંચાડયા. તોફાની સાગરમાં પથરો ડૂબી જાય તેમ તેમનો પીછો કરનાર શત્રુઓને તમે ઊંડા પાણીમાં ડૂબાવી દીધા.


તેમણે પોતાના બળથી સમુદ્રનું મંથન કર્યું, અને પોતાની ચતુરાઈથી મહાનાગ રાહાબને વીંયો છે.


પ્રકાશ કેવી રીતે પ્રસરે છે? પૂર્વના વાયુનું ઉદ્ગમસ્થાન ક્યાં છે?


તેમણે સૂફ સમુદ્રના બે ભાગ કર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


વીજળી તથા કરા; હિમ તથા મેઘ; ઈશ્વરની આજ્ઞા પાળનારા આંધીના પવનો;


તેમણે સમુદ્રને સૂકી ભૂમિમાં ફેરવી નાખ્યો હતો, આપણા પૂર્વજોએ પગે ચાલીને યર્દન નદી પાર કરી હતી; ત્યાં આપણે ઈશ્વરમાં આનંદ કર્યો.


તમે જ તમારા મહાસામર્થ્યથી સમુદ્રના ભાગ પાડી દીધા અને સમુદ્રમાંના જળ-રાક્ષસોનાં માથાંના ચૂરેચૂરા કરી દીધા.


તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેમાં થઈને તેમને પાર ઉતાર્યા અને સમુદ્રમાં પાણીને ઊભી દીવાલોની જેમ સ્થિર કરી દીધાં.


તારા હાથમાં તારી લાકડી લઈને સમુદ્ર તરફ લંબાવ, એટલે સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ જશે અને ઇઝરાયલીઓ સમુદ્ર મધ્યે થઈને સૂકી જમીન પર ચાલીને જશે.


અને ઇજિપ્તીઓ તથા ઇઝરાયલીઓની વચ્ચે આવીને થંભ્યો. મેઘસ્થંભ ઇજિપ્તીઓ માટે અંધકારરૂપ પણ ઇઝરાયલીઓ માટે પ્રકાશદાયક હતો; તેથી તે આખી રાત એક સૈન્ય બીજા સૈન્ય પાસે આવી શકાયું નહિ.


તમારા નસકોરાંના શ્વાસથી સમુદ્રનાં પાણી ઢગલો થઈ ગયાં, મોજાંઓ થંભીને સીધી દીવાલરૂપ બની ગયાં; સમુદ્રના ઊંડાણનાં પાણી ઘટ્ટ થઈ ગયાં.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તું તારા હાથમાં લાકડી લઈને તેને ઇજિપ્તનાં પાણી પર, તેમની નદીઓ ઉપર, નહેરો ઉપર, તેમનાં તળાવો ઉપર અને તેમનાં સર્વ જળાશયો ઉપર લંબાવ, એટલે એમનાં બધાં પાણી, અરે, સમગ્ર ઇજિપ્ત દેશમાંનાં લાકડાંનાં તેમ જ પથ્થરનાં તમામ પાત્રોમાંનું પાણી રક્ત બની જશે.”


સમુદ્ર પર પ્રભુએ પોતાનો હાથ ઉગામ્યો છે અને રાજ્યોને ઉથલાવી પાડયાં છે. પ્રભુએ કનાનના કિલ્લાઓનો નાશ નક્કી કર્યો છે.


પ્રભુ કહે છે, “કોણે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો અને કોણે જબરાં પાણીમાં થઈને રસ્તો બનાવ્યો?


હું સમુદ્રને કહું છું, ‘તું સુકાઈ જા, હું તારામાં વહેતી નદીઓને ય સૂકવી નાખીશ.’


“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.


સમુદ્રનાં અગાધ પાણીને સૂકવી નાખી પોતાના લોકને સમુદ્રના ઊંડાણમાં થઈને પાર લઈ જનાર તું જ નહોતો?


હું પ્રભુ તમારો ઈશ્વર છું. હું સમુદ્રને ખળભળાવું છું, એટલે તેનાં મોજાંઓ ગર્જના કરે છે. સર્વસમર્થ યાહવે એ જ મારું નામ છે.


પોતાના ગૌરવી અને શક્તિશાળી ભુજથી મોશેના જમણા હાથને સાથ દેનાર અને પોતાને માટે સાર્વકાલિક નામના મેળવવાને સમુદ્રના બે ભાગ કરી દેનાર અને પોતાના લોકને ઊંડા પાણીમાંથી દોરી જનાર કયાં છે?”


પ્રભુએ તેમને દોર્યા અને સપાટ પ્રદેશમાં દોડતા ઘોડાઓની જેમ તેમણે ક્યારેય ઠોકર ખાધી નહિ.


હે પ્રભુ, શું નદીઓએ તમને કોપાયમાન કર્યા? શું સમુદ્રે તમને રોષ ચઢાવ્યો? તમે તમારા લોકોને વિજય પમાડયો ત્યારે તમે વાદળો પર સવારી કરી અને ઝંઝાવાતી વાદળાં તમારા રથ હતાં.


ઇજિપ્તમાં, સૂફ (અર્થાત્ લાલ) સમુદ્રમાં અને ચાલીસ વર્ષ સુધી રણપ્રદેશમાં ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કરીને તેણે જ ઇઝરાયલીઓને મુક્ત કર્યા હતા.


અમે સાંભળ્યું છે કે તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તમારી આગળ સૂફ સમુદ્રને સૂકવી નાખ્યો હતો. વળી, યર્દનની પૂર્વ તરફના પ્રદેશના સિહોન અને ઓગ નામે અમોરીઓના બે રાજાઓના તેમણે કેવા હાલહવાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે.


લોકો કોરી ભૂમિ પર થઈને જતા હતા ત્યારે સર્વ લોકો નદી ઓળંગી રહ્યા ત્યાં સુધી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની વચમાં કોરી જમીન પર ઊભા રહ્યા.


અમે સૂફ સમુદ્ર પાર ઊતરી રહ્યા ત્યાં સુધી અમારા ઈશ્વર પ્રભુએ તેને અમારે માટે સૂકવી નાખ્યો હતો; એ જ રીતે તમે પણ યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તમારી આગળ તેનાં પાણી સૂકવી નાખ્યાં;


Lean sinn:

Sanasan


Sanasan