Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 14:19 - પવિત્ર બાઇબલ C.L.

19 ઈશ્વરનો દૂત જે ઇઝરાયેલીઓનાં કુળસૈન્યો આગળ ચાલતો હતો તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો. મેઘસ્થંભ પણ ખસીને તેમની પાછળ ગયો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને ઈશ્વરનો જે દૂત ઇઝરાયલના સૈન્યની આગળ ચાલતો હતો, તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો; અને મેઘસ્તંભ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પછી ઇઝરાયલી સૈન્યની આગળ ચાલતો યહોવાહનો જે દૂત હતો તે ત્યાંથી ખસીને તેઓની પાછળ ગયો, તેથી મેઘસ્તંભ પણ તેઓની આગળથી ખસીને તેઓની પાછળ થંભ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પછી ઇસ્રાએલી લોકોના સૈન્યની આગળ ચાલતો યહોવાનો દૂત ત્યાંથી ખસીને તેની પાછળ ચાલ્યો ગયો, તેથી મેધસ્તંભ તેમની આગળથી ખસીને તેમની પાછળ ઊભો રહ્યો;

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 14:19
14 Iomraidhean Croise  

ઘેટાંપાલક ટોળાને દોરે તેમ મોશે તથા આરોન દ્વારા તમે તમારા લોકને દોર્યા.


તે તેમને સુરક્ષિત રીતે દોરી લાવ્યા; જેથી તેઓ ભયભીત થયા નહિ; પરંતુ સમુદ્રે તેમના શત્રુઓને ડુબાડી દીધા.


અને ઇજિપ્તીઓ તથા ઇઝરાયલીઓની વચ્ચે આવીને થંભ્યો. મેઘસ્થંભ ઇજિપ્તીઓ માટે અંધકારરૂપ પણ ઇઝરાયલીઓ માટે પ્રકાશદાયક હતો; તેથી તે આખી રાત એક સૈન્ય બીજા સૈન્ય પાસે આવી શકાયું નહિ.


સૂર્યોદય પહેલાં મેઘસ્થંભ અને અગ્નિસ્થંભમાંથી પ્રભુએ ઇજિપ્તી સૈન્ય ઉપર નજર કરીને તેમને ભારે ગભરાટમાં નાખી દીધા.


તેથી હવે તું આ લોકોને મેં તને જે સ્થળ વિષે કહ્યું છે ત્યાં દોરી જા. યાદ રાખ, મારો દૂત તને દોરશે. પરંતુ એક એવો દિવસ આવશે કે જ્યારે હું આ લોકને તેમનાં પાપની સજા કરીશ.”


છતાં તમારે કંઈ ભાગેડુની જેમ નાસભાગ કરવાની નથી. કારણ, પ્રભુ પોતે તમારા અગ્રેસર બની તમને દોરશે અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


ત્યારે તો ઊગતા સવારની જેમ તારું અજવાળું ઝળહળી ઊઠશે અને તને સત્વરે સાજાપણું મળશે. તારો ઉદ્ધારર્ક્તા તારો અગ્રેસર થશે અને મારી ગૌરવી સમક્ષતા તારો પીઠરક્ષક બનશે.


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


ઇઝરાયલના લોકોને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવા અને તેમની સંભાળ લેવા પ્રભુએ પોતાના સંદેશવાહકને ઇજિપ્તમાં મોકલ્યો.


ઈશ્વર તેમને માટે માર્ગ ખોલશે અને તેમને દેશનિકાલીમાંથી બહાર દોરી જશે. તેઓ નગરના દરવાજાઓ તોડીને મુક્ત થશે. તેમના રાજા પ્રભુ પોતે જ તેમને બહાર દોરી જશે.


તે સમયે યરુશાલેમમાં વસનારા લોકોનું પ્રભુ રક્ષણ કરશે, અને એમનામાં જે સૌથી નબળો હોય તે દાવિદ સમાન બળવાન બનશે. દાવિદના વંશજો તેમને પ્રભુના દૂતની જેમ, હા, ખુદ ઈશ્વરની જેમ દોરશે.


તેથી અમે મદદને માટે પ્રભુને પોકાર કર્યો. તેમણે અમારી વિનંતી સાંભળી અને પોતાના દૂતને મોકલીને અમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. અત્યારે અમે તમારા દેશની સરહદે આવેલા કાદેશમાં છીએ.


Lean sinn:

Sanasan


Sanasan