Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 13:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુએ તમારા પૂર્વજોને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસી જાતિઓનો જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું તે દૂધમધની રેલમછેલવાળા દેશમાં લાવે ત્યારે પ્રતિ વર્ષે પ્રથમ માસમાં તમારે આ વિધિ પાળવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને જ્યારે યહોવા કનાનીઓનો તથા હિત્તીઓનો તથા યબૂસીઓનો દેશ જે તને આપવાના સોગન તેમણે તારા પિતૃઓની આગળ ખાધા હતા, તે દૂધમધની રેલછેલવાળા દેશમાં તને લાવે, ત્યારે એમ થાય કે, આ માસમાં તારે આ પ્રમાણે ક્રિયા કરવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે યહોવાહ તમને દૂધ તથા મધથી રેલછેલવાળો એવા કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જાય ત્યારે તમારે આ પ્રમાણે ભજન કરવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને જ્યારે યહોવા તમને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓના દેશમાં લઈ જાય-તેણે તમાંરા પિતૃઓને જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું અને જયાં દૂધ અને મધની રેલછેલ છે, ત્યાં લઈ જાય, ત્યારે તમાંરે ઉપાસના આ માંસમાં કરવાની છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 13:5
31 Iomraidhean Croise  

તું અત્યારે આ દેશમાં જ રહે. હું તારી સાથે રહીશ અને તને આશિષ આપીશ. હું તને અને તારા વંશજોને આ આખો પ્રદેશ આપીશ, ને તારા પિતા અબ્રાહામ આગળ મેં જે સોગંદ ખાધા હતા તે હું પૂરા કરીશ.


યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે”


હિવ્વી, આર્કી, સીની,


“તમારે અને તમારાં સંતાનોએ નિત્યના વિધિ તરીકે આ નિયમો હરહંમેશ પાળવાના છે.


પ્રભુ પોતાના મહાન સામર્થ્ય વડે તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છે. તમારે દર વરસે નિયત સમયે આ વિધિ પાળવો.”


“પ્રભુએ તમને તથા તમારા પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તે તમને કનાનીઓના દેશમાં લાવે અને તે દેશ તમને આપે,


હું તમને ઇજિપ્તની વિપત્તિઓમાંથી છોડાવીને તમને દૂધમધની રેલમછેલવાળા દેશમાં એટલે કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી તથા યબૂસી જાતિઓના દેશમાં લઈ જવા વચન આપું છું.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને યાદ કરો. વળી, તમે તેમને સમ ખાઈને આવું વચન આપ્યું હતું: ‘આકાશના તારાઓ જેટલાં હું તમારાં સંતાન વધારીશ. મારા કહ્યા પ્રમાણે આ આખો દેશ હું તમારા વંશજોને કાયમના વતન માટે આપીશ.”


પ્રભુએ મોશેને કહ્યું, “તું અહીંથી નીકળીને જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છે તે લોકોને લઈને, જે દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબને શપથપૂર્વક કહ્યું હતું કે હું તે દેશ તેમના વંશજોને આપીશ તે દેશમાં જા.


હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું તેનું તમારે પાલન કરવાનું છે. હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરીઝીઓને, હિવ્વીઓને અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢીશ.


મેં તેમની સાથે કરાર કર્યો ત્યારે તેઓ જે દેશમાં પ્રવાસીઓ તરીકે વસ્યા હતા તે દેશ આપવાનું મેં તેમને વચન આપ્યું હતું.


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”


તમારા પૂર્વજોને આપેલું એ વચન તો મેં પૂરું કર્યું છે.” ત્યારે મેં ઉત્તર આપ્યો, “હે પ્રભુ, આમીન!”


અને તેમના પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમે તેમને દૂધમધની રેલમછેલવાળો આ ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે.


તે દિવસે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમને ઇજિપ્તમાંથી મુક્ત કરીશ અને તમારે માટે મેં પસંદ કરેલા દેશમાં હું તમને લઇ જઇશ. તે દૂધ અને મધની રેલમછેલવાળો દુનિયાનો સૌથી રમણીય દેશ છે.


મેં તમને મારા વચન પ્રમાણે દૂધ અને મધની રેલમછેલવાળો ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું અને બીજી પ્રજાઓથી મેં તમને અલગ કર્યાં છે.


શું મેં આ લોકોનો ગર્ભ ધર્યો હતો? અથવા શું મેં તેમને જન્મ આપ્યો હતો? ધાવણા બાળકને તેના પિતા હાથમાં ઊંચકીને લઈ જાય તેવી રીતે તમે તેમને તેમના પૂર્વજોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તેમને લઈ જવાનું મને કેમ કહેવામાં આવે છે?


તેમણે મોશેને કહ્યું, “તમે અમને જે દેશમાં મોકલ્યા હતા ત્યાં અમે ગયા. ત્યાં સાચે જ દૂધ અને મધની રેલમછેલ છે અને ત્યાંનાં ફળ પણ આ રહ્યાં.


‘પ્રભુએ જે દેશ આપવાનું વચન આ લોકોને આપ્યું હતું તેમાં તે તેમને લઈ જઈ શક્યા નહિ તેથી તેમણે બધાને આ રણપ્રદેશમાં મારી નાખ્યા.


જે દેશમાં તમને વસાવવા મેં સોગંદ ખાધા હતા તેમાં પ્રવેશ કરશે નહિ. પરંતુ કાલેબ અને યહોશુઆ જ વચનના દેશમાં પ્રવેશ કરશે.


‘સાચે જ મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તેમાં આ લોકોમાંથી વીસ વર્ષ અને તેની ઉપરની ઉંમરનો કોઈ પ્રવેશ કરવા પામશે નહિ; કારણ, તેઓ મને હૃદયની નિષ્ઠાથી અનુસર્યા નથી.


“જે પ્રજાઓના પ્રદેશનો કબજો લેવા તમે જાઓ છો તેમને જ્યારે તમારા ઈશ્વર પ્રભુ તમારી આગળથી નાબૂદ કરે અને તમે તેમના દેશનું વતન પામીને ત્યાં વસવાટ કરો;


“જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તેમાંની પ્રજાઓનો વિનાશ કર્યા પછી તમને આપે છે તેનો તમે કબજો લો અને તેમનાં નગરોમાં અને તેમનાં ઘરોમાં વસવાટ કરો;


“જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને વારસામાં આપે છે તેમાં જ્યારે તમે વસવાટ કરો,


“જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને લાવે ત્યારે તે ઘણી પ્રજાઓને ત્યાંથી હાંકી કાઢશે. તમે આગળ વધશો તેમ તેમ તે તમારા કરતાં વિશાળ અને બળવાન એવી સાત પ્રજાઓ, એટલે કે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરીઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢશે.


તમે યર્દન ઓળંગીને યરીખો આવ્યા. યરીખોના માણસોએ અને એ જ પ્રમાણે અમોરી, પરિઝ્ઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી એ બધાએ તમારી સામે લડાઈ કરી.


Lean sinn:

Sanasan


Sanasan