Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમ જ ખમીરરહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેઓ તે જ રાત્રે તે માંસ અગ્નિમાં શેકીને બેખમીર રોટલી સાથે ખાય; તેઓ તે કડવી ભાજી સાથે ખાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 “તે જ રાત્રે તમારે હલવાનના માંસને શેકવું અને તેને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “તે જ રાત્રે તમાંરે હલવાનના માંસને શેકી લેવું અને પછી બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે ખાવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:8
20 Iomraidhean Croise  

લેવીઓએ નિયમ મુજબ પાસ્ખાયજ્ઞના બલિ અગ્નિ પર શેક્યા અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઈઓ અને તાવડાઓમાં બાફી નાખી લોકોને ઝટપટ પીરસી દીધાં.


વહી ગયેલા પાણીની જેમ મારું બળ ઓસરી ગયું છે; મારા હાડકાંના સર્વ સાંધા ઢીલા પડી ગયા છે, મારું હૃદય મીણ જેવું બની ગયું છે; અને મારી છાતીની અંદર પીગળી ગયું છે.


ચૂનાના, ઈંટો પાડવાના તથા ખેતરનાં બધા પ્રકારનાં કામમાં તેમણે તેમની પાસે સખત વેઠ કરાવીને તેમની જિંદગી કષ્ટમય બનાવી દીધી. તેઓ બધાં જ કામો તેમની પાસે સખતાઈથી કરાવતા.


તેને કાચું કે બાફીને ખાવું નહિ; પણ તેના પગ, માથું અને અંદરના અવયવો સહિત સઘળું આગમાં શેકીને ખાવું.


મોશેએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો, તે દિવસને યાદ રાખો. કારણ, આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી.


એ સાત દિવસ તમારે ખમીર વગરની જ રોટલી ખાવાની છે. એ દિવસો દરમ્યાન તમારા દેશમાં કોઈપણ સ્થળે ખમીર કે ખમીરવાળી રોટલી હોવાં જોઈએ નહિ.


“જ્યારે તમે મને પ્રાણીનું બલિદાન ચડાવો ત્યારે તેની સાથે ખમીરવાળી રોટલીનું અર્પણ કરશો નહિ. આ પર્વો દરમ્યાન મને ચડાવવામાં આવતાં પ્રાણીઓની ચરબી બીજા દિવસની સવાર સુધી રાખી મૂકશો નહિ.


“જ્યારે તું મને પ્રાણીનું અર્પણ કરે ત્યારે તારે ખમીરવાળી રોટલીનું અર્પણ કરવું નહિ. વળી, પાસ્ખાપર્વની ઉજવણી વખતે કાપેલ હલવાનનો કોઈપણ ભાગ સવાર સુધી રહેવા દઈશ નહિ.


છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.


આભાર માનવા માટે ખમીરવાળી રોટલીનું અર્પણ કરો અને તમારાં સ્વૈચ્છિક અર્પણોની મોટી મોટી જાહેરાત કરો!” પ્રભુ પરમેશ્વર કહે છે, “હે ઇઝરાયલના લોકો, તમને એવી બડાશ હાંકવાનું ગમે છે.”


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


ત્યારે શિષ્યોને સમજ પડી કે ઈસુ તેમની સાથે રોટલીમાં વપરાતા ખમીર વિષે નહિ, પણ ફરોશીઓ અને સાદૂકીઓના શિક્ષણ વિષે સાવધ રહેવાની વાત કરે છે.


તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપતાં કહ્યું, લો, ખાઓ, આ મારું શરીર છે.


થોડું ખમીર લોટના સમગ્ર જથ્થાને ફુલાવે છે.


તમારા ઈશ્વર પ્રભુએ પસંદ કરેલ સ્થાને જ તમારે તે માંસ બાફીને ખાવું અને બીજે દિવસે સવારે પોતાના તંબૂએ પાછા જવું.


તમે અમારું અને પ્રભુનું અનુકરણ કર્યું છે અને જો કે તમારે ઘણું દુ:ખ સહન કરવું પડયું, તો પણ તમે તે સંદેશાને પવિત્ર આત્મા દ્વારા મળતા આનંદથી સ્વીકારી લીધો.


Lean sinn:

Sanasan


Sanasan