Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો; અને ઇઝરાયલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમારે આ હલવાનને એ જ માસના ચૌદમા દિવસ સુધી સાચવી રાખવો. તે દિવસે સંધ્યાકાળે તમામ ઇઝરાયલીઓ પોતપોતાની પાસે રાખેલા હલવાનને કાપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તમાંરે આ હલવાનને મહીનાના ચૌદમાં દિવસ સુધી સંભાળપૂર્વક રાખવું જોઈએ. તે દિવસે ઇસ્રાએલી સમાંજના તમાંમ લોકો સંધ્યાકાળે તેમનાં હલવાનનો વધ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:6
34 Iomraidhean Croise  

યોશિયા રાજાએ પ્રભુના સન્માનાર્થે યરુશાલેમમાં પાસ્ખાપર્વ ઊજવ્યું. પ્રથમ માસને ચૌદમે દિવસે પાસ્ખાનાં પશુ કાપવામાં આવ્યાં.


પ્રથમ માસની ચૌદમી તારીખે દેશનિકાલમાંથી પાછા આવેલા લોકોએ પાસ્ખાપર્વ પાળ્યું.


મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.”


“તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું કારણ, આ જ દિવસે હું તમારાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. તેથી તમારે કાયમી વિધિ તરીકે આ દિવસને વંશપરંપરાના પર્વ તરીકે ઊજવવો.


પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી એકવીસમા દિવસની સાંજ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી.


ઇઝરાયલના સમગ્ર સમુદાયે આ પર્વ ઊજવવું;


પછી ઇઝરાયલનો સમગ્ર સમાજ એલીમથી ચાલી નીકળ્યો. ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા માસના પંદરમે દિવસે તેઓ એલીમ તથા સિનાઈ પર્વત વચ્ચે આવેલા સીન નામના રણપ્રદેશમાં આવી પહોંચ્યા.


તેમને કહે કે સાંજે તમે માંસ ખાશો અને સવારે ધરાઈને રોટલી ખાશો; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


ઇઝરાયલીઓ રફીદીમ- માંથી નીકળ્યા, અને ઇજિપ્તમાંથી નીકળ્યાને ત્રીજા માસને પ્રથમ દિવસે તેઓ સિનાઈના રણપ્રદેશમાં આવ્યા. તેમણે સિનાઈ પર્વતની તળેટીમાં પડાવ નાખ્યો.


એક હલવાન સવારે અને બીજું સાંજે ચડાવવું.


બીજું હલવાન સાંજે ચડાવવું, અને તેની સાથે તેટલા જ માપના તેલથી મોહેલો તેટલો જ લોટ અને તેટલો જ દ્રાક્ષાસવ ચડાવવો. એ તો મને પ્રભુને ચડાવેલ ધાન્ય અર્પણ છે અને તેની સુવાસ મને પ્રસન્‍ન કરે છે.


આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે.


પ્રથમ માસના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વની ઉજવણીનો આરંભ કરવો. સાત દિવસો સુધી દરેકે ખમીર વગરની રોટલી જ ખાવી.


“પ્રભુના માનમાં ઊજવવાનું પાસ્ખાપર્વ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી શરૂ થાય છે.


“પ્રથમ મહિનાનો ચૌદમો દિવસ પ્રભુના પાસ્ખાપર્વનો દિવસ છે.


પ્રથમ દિવસે તમારે પવિત્ર ભક્તિસંમેલન રાખવું અને તે દિવસે અન્ય રોજિંદું કામ કરવું નહિ.


એવા માણસે એક મહિના પછી બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજના સમયે પાસ્ખાપર્વ પાળવું. ખમીર વગરની રોટલી અને કડવી ભાજી સાથે તે ખાવું.


પિલાત બારાબાસને મુક્ત કરે અને ઈસુને મોતની સજા ફરમાવે તે માગણી ચાલુ રાખવા માટે મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ લોકોને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું. રાજ્યપાલે તેમને પૂછયું,


ત્યારે ટોળાંએ જવાબ આપ્યો, એના ખૂનની જવાબદારી ભલે અમારા અને અમારાં સંતાનોને શિર આવે!


વહેલી સવારે મુખ્ય યજ્ઞકારો, આગેવાનો, નિયમશાસ્ત્રના શિક્ષકો અને ન્યાયસભાના બાકીના સભ્યો ઉતાવળે મળ્યા અને તેમની યોજના ઘડી કાઢી. તેઓ ઈસુને સાંકળે બાંધી લઈ ગયા અને તેમને પિલાતને સોંપી દીધા.


પણ મુખ્ય યજ્ઞકારોએ ઈસુને બદલે બારાબાસને છોડી મૂકવાની માગણી કરવા ટોળાને ઉશ્કેર્યું.


તેમણે તેમને ક્રૂસે જડયા ત્યારે સવારના નવ વાગ્યા હતા.


લોકોનું ટોળું ભેગું થઈ આવ્યું અને વર્ષના આ સમયે તેમને માટે તે જે કરતો હતો તે કરવા માગણી કરી.


સભા બરખાસ્ત કરવામાં આવી, અને તેઓ ઈસુને પિલાત સમક્ષ લઈ ગયા.


આખા ટોળાએ પોકાર કર્યો, “તેને મારી નાખો! અમારે માટે બારાબાસને સ્વતંત્ર કરો!”


ઈશ્વરની નિયત યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે ઈસુને તમારા હાથમાં સોંપી દેવાયા હતા; તમે તેમને દુષ્ટ માણસોને હાથે ક્રૂસે જડીને મારી નંખાવ્યા.


તે પવિત્ર અને ભલા હતા, પણ તમે તેમનો તિરસ્કાર કર્યો અને તેમને બદલે તમે ખૂનીને મુક્ત કરવા પિલાત સમક્ષ માગણી કરી.


કારણ, હકીક્તમાં તમારા પવિત્ર સેવક ઈસુ, જેમનો તમે મસીહ તરીકે અભિષેક કર્યો તેમની વિરુદ્ધ હેરોદ અને પોંતિયસ પિલાત આ શહેરમાં બિનયહૂદીઓ અને ઇઝરાયલીઓની સાથે ભળી ગયા.


યરીખો પાસેના મેદાનમાં ગિલ્ગાલ ખાતે ઇઝરાયલીઓ છાવણી નાખી પડયા હતા ત્યારે તે માસને ચૌદમે દિવસે તેમણે પાસ્ખાપર્વ પાળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan