Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:51 - પવિત્ર બાઇબલ C.L.

51 પ્રભુ તે દિવસે ઇઝરાયલનાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 અને તે દિવસે એમ થયું કે, યહોવા ઇઝરાયલી લોકોને તેમનાં સૈન્યો સહિત મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 તે જ દિવસે યહોવાહ ઇઝરાયલી લોકોને તેઓનાં કુળો સહિત મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

51 અને તે જ દિવસે યહોવા ઇસ્રાએલી લોકોને જૂથોમાં મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:51
25 Iomraidhean Croise  

યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે”


ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા પછી ચારસો એંસી વરસે, શલોમોનના ઇઝરાયલ ઉપરના અમલના ચોથા વરસે, વર્ષના બીજા એટલે ઝીવ માસમાં શલોમોને મંદિર બાંધવાનું શરૂ કર્યું.


આસા અને યહૂદિયાના લશ્કરે હુમલો કર્યો એટલે પ્રભુએ કૂશી સૈન્યને હરાવ્યું. તેઓ ભાગી છૂટયા,


જ્યારે ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળ્યા, એટલે, યાકોબના વંશજો પરભાષી પ્રજામાંથી નીકળી આવ્યા;


તેમણે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


જે દિવસે 430 વર્ષ પૂરાં થયાં તે જ દિવસે પ્રભુના લોકોનાં સર્વ કુળસૈન્યો ઇજિપ્તમાંથી નીકળી ગયાં.


સર્વ ઇઝરાયલીઓએ આધીન થઈને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું.


પ્રભુએ મોશેને કહ્યું,


પછી ઇઝરાયલનો સમગ્ર સમાજ એલીમથી ચાલી નીકળ્યો. ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા માસના પંદરમે દિવસે તેઓ એલીમ તથા સિનાઈ પર્વત વચ્ચે આવેલા સીન નામના રણપ્રદેશમાં આવી પહોંચ્યા.


ઇઝરાયલીઓ રફીદીમ- માંથી નીકળ્યા, અને ઇજિપ્તમાંથી નીકળ્યાને ત્રીજા માસને પ્રથમ દિવસે તેઓ સિનાઈના રણપ્રદેશમાં આવ્યા. તેમણે સિનાઈ પર્વતની તળેટીમાં પડાવ નાખ્યો.


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


આ જ આરોન અને મોશેને પ્રભુએ ઇઝરાયલીઓને તેમનાં કુળો પ્રમાણે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા જણાવ્યું હતું.


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


છતાં ફેરો તમારું સાંભળશે નહિ; પછી હું મારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તેને આકરી સજા કરીશ અને મારાં સૈન્યોને, એટલે ઇઝરાયલનાં કુળોને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ.


જેથી તમારા વંશજો જાણે કે પ્રભુએ જ્યારે ઇઝરાયલી લોકને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તેઓ માંડવાઓમાં વસતા હતા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


હે મારી પ્રજા, મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા. ચાલીસ વર્ષ તમને અરણ્યમાં દોર્યા અને અમોરીઓનો દેશ તમને વતન તરીકે આપ્યો.


મેં તમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તમને દોરવા માટે મેં મોશે, આરોન અને મિર્યામને મોકલ્યાં.


ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે; જંગલી આખલા જેવું તેમનું બળ છે.


મોશે અને આરોનની આગેવાની નીચે ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ઇઝરાયલીઓએ તેમની મુસાફરીમાં જે જે ઠેકાણે પડાવ નાખ્યો તેની યાદી નીચે મુજબ છે.


આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે અમારા પૂર્વજોને પસંદ કર્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્ત દેશમાં પરદેશીઓ તરીકે રહેતા હતા, ત્યારે તેમને વિશાળ પ્રજા બનાવી. ઈશ્વરે પોતાના મહાન પરાક્રમથી તેમને ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત કર્યા.


“આબીબ માસમાં તમારા ઈશ્વર પ્રભુના સન્માનમાં પાસ્ખાપર્વ પાળવાનું અચૂક યાદ રાખો. કારણ કે આબીબ માસમાં એક રાત્રે તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા.


તમારા પૂર્વજો ઉપર તેમને પ્રેમ હતો માટે તેમના પછી તેમના વંશજોને ઈશ્વરે પસંદ કર્યા, અને પોતાના મહાન સામર્થ્ય વડે તેમણે ઇજિપ્તમાંથી તેમને મુક્ત કર્યા;


પછી મેં મોશે તથા આરોનને મોકલ્યા અને ઇજિપ્ત પર હું મોટી આફત લાવ્યો, પણ તમને તો હું બહાર કાઢી લાવ્યો.


જો કે તમે બધું જાણો છો તોપણ કેવી રીતે પ્રભુએ ઇઝરાયલ પ્રજાને ઇજિપ્તમાંથી બચાવી હતી અને જેમણે વિશ્વાસ ન કર્યો તેમનો કેવો નાશ કર્યો તેની હું તમને યાદ અપાવવા માગું છું.


Lean sinn:

Sanasan


Sanasan