Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:43 - પવિત્ર બાઇબલ C.L.

43 પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “પાસ્ખાવિધિ અંગે આ નિયમો છે: કોઈ પરદેશી પાસ્ખાભોજનમાંથી ખાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “આ તો પાસ્ખાનો વિધિ છે. કોઈ પરદેશી તે ન ખાય;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, “આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ બિનઇઝરાયલી વિદેશી પાસ્ખા ખાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 પછી યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ વિદેશી પાસ્ખાનું ખાઈ શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:43
9 Iomraidhean Croise  

વળી, એફ્રાઈમ, મનાશ્શા, ઇસ્સાખાર અને ઝબુલૂનનાં કુળોમાંથી આવેલ કેટલાક વિધિગત રીતે શુદ્ધ નહિ હોવા છતાં પાસ્ખાપર્વ પાળતા હતા. હિઝકિયાએ તેમને માટે આવી પ્રાર્થના કરી.


તમારે કમરે પટ્ટો બાંધીને, પગરખાં પહેરીને અને હાથમાં લાકડી રાખીને મુસાફરી માટે તૈયાર રહી તે ખાવું. તમારે તે જલદી જલદી ખાઈ લેવું. એ તો મને પ્રભુને માન આપવાનું પાસ્ખાપર્વ છે.


પરંતુ સુન્‍નત કરાવ્યા વગરના કોઈપણ માણસે પાસ્ખા ભોજનમાંથી ખાવું નહિ. તમારી મધ્યે કોઈ પરદેશી વસતો હોય અને પ્રભુનું પાસ્ખા પાળવાની તેની ઇચ્છા હોય તો તમારે પ્રથમ તેના ઘરના સર્વ પુરુષોની સુન્‍નત કરવી. ત્યાર પછી જ તે દેશમાં જન્મેલા ઇઝરાયલી જેવો ગણાય અને પાસ્ખામાં ભાગ લઈ શકે.


મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.


“ફક્ત યજ્ઞકાર કુટુંબની વ્યક્તિ જ પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે, બીજું કોઈ તેમાંથી ખાય નહિ; પછી તે યજ્ઞકારનો મહેમાન કે મજૂર હોય.


પરંતુ તે વિધવા થઈ હોય કે લગ્નવિચ્છેદ કર્યો હોય અને નિ:સંતાન હોય અને પોતાના પિતાના ઘરમાં આશ્રિત તરીકે પાછી રહેવા આવી હોય તો પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે; પણ કુટુંબ બહારની કોઈ વ્યક્તિએ તે ખાવાનું નથી.


“તમારી વચ્ચે કોઈ પરદેશી વસતો હોય અને જો તે પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી કરવા માંગતો હોય તો તેણે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ અનુસાર પર્વની ઉજવણી કરવી. દેશના વતની અને બહારથી આવીને વસેલા પરદેશી બંનેને સમાન નિયમ લાગુ પડે છે.”


તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.


ઈશ્વરના એક ભક્તે એલી પાસે આવીને તેને કહ્યું, “પ્રભુ કહે છે કે, તારા પૂર્વજનું કુટુંબ ઇજિપ્તના રાજા અને તેના લોકની ગુલામીમાં હતું ત્યારે હું તેની આગળ પ્રગટ થયો.


Lean sinn:

Sanasan


Sanasan