Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:37 - પવિત્ર બાઇબલ C.L.

37 ઇઝરાયલી લોકો રામસેસથી સુક્કોથ જવા પગપાળા ચાલી નીકળ્યા. સ્ત્રીઓ અને બાળકો સિવાય તેઓ આશરે છ લાખ પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અને ઇઝરાયલીઓ રામસેસથી સુક્કોથ આવ્યા; તેઓ બાળકો સિવાય સુમારે છ લાખ પાયદળ પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 ઇસ્રાએલના લોકો પગપાળા રામસેસથી સુક્કોથ જવા નીકળ્યા. લગભગ 6,00,000 પુરુષો અને સ્ત્રી બાળકો તો જુદાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:37
15 Iomraidhean Croise  

હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.”


ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું. ઇજિપ્તમાં જતાં ગભરાઈશ નહિ. કારણ, તારામાંથી હું ત્યાં એક મોટી પ્રજાનું નિર્માણ કરીશ.


યોસેફે પોતાના પિતાને તથા ભાઈઓને ફેરોની આજ્ઞા અનુસાર ઇજિપ્ત દેશની સૌથી ઉત્તમ જગ્યા એટલે રામસેસમાં વસાવ્યા.


તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી તેમના પર અત્યાચાર ગુજારાવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નીમ્યા. ઇઝરાયલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ બે પુરવઠાનગરો બાંધ્યાં.


મોશેએ જવાબ આપ્યો, “અમારા જુવાનો અને વૃદ્ધો, અમારા પુત્રો અને પુત્રીઓ અમે સૌ અમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક સહિત જઈશું. કારણ, અમે પ્રભુ માટે પર્વ પાળવાના છીએ.”


પછી ઇઝરાયલીઓએ સુક્કોથથી નીકળીને રણપ્રદેશની સરહદે આવેલ એથામમાં છાવણી નાખી.


એ બધી ચાંદી જેમની ગણતરી થઈ એવા વીસ વરસ કે તેથી વધુ ઉંમરના 6,03,550 પુરુષો પાસેથી મળી હતી. પ્રત્યેક પુરુષે એક બેકા એટલે પવિત્રસ્થાનના તોલમાપના ધોરણ મુજબનો અર્ધો શેકલ અર્થાત્ 5.7 ગ્રામ ચાંદી આપી હતી.


“તું અને આરોન, ગોત્ર અને કુટુંબ પ્રમાણે ઇઝરાયલીલોકની વસતીગણતરી કરો.


મોશેએ પ્રભુને કહ્યું, “અહીં મારી સાથે આશરે છ લાખ દળ કૂચ કરી રહ્યું છે અને તમે તેમને તેઓ એક મહિના સુધી ખાય તેટલું માંસ પૂરું પાડવાનું વચન આપો છો!


ઇઝરાયલી લોકોની તેમનાં સૈન્ય અને ટુકડીઓ પ્રમાણે વસતીગણતરી કરવામાં આવી, ત્યારે તેમની કુલ સંખ્યા 6,03,550ની હતી.


નવી ગણતરી પ્રમાણે ઇઝરાયલની કુલ સંખ્યા 6,01,730ની હતી.


ઇઝરાયલીઓ પ્રથમ મહિનાને પંદરમે દિવસે ઈજિપ્તમાં રામસેસથી ચાલી નીકળ્યા. પ્રથમ પાસ્ખાપર્વ પછીના દિવસે બધા ઈજિપ્તીઓના દેખતાં તેઓ નીડરપણે ચાલી નીકળ્યા.


ઇઝરાયલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં પડાવ નાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan