Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:36 - પવિત્ર બાઇબલ C.L.

36 પ્રભુએ ઈજિપ્તીઓની દૃષ્ટિમાં એ લોકો પ્રત્યે આદરભાવ પેદા કર્યો. તેથી તેમણે જે કંઈ માગ્યું તે ઇજિપ્તીઓએ તેમને આપ્યું. આ રીતે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓની સઘળી સંપત્તિ લઈ લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં લોકોને કૃપા પમાડી, ને તેથી જે કંઈ તેઓએ માંગ્યું તે તેઓએ તેમને આપ્યું. અને તેઓએ મિસરીઓને લૂંટી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ પેદા કર્યો, તેથી ઇઝરાયલીઓએ જે જે માગ્યું તે તેઓએ તેઓને આપ્યું. આમ તેઓને મિસરીઓની સંપત્તિ પ્રાપ્ત થઈ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 યહોવાએ મિસરવાસીઓના હૃદયમાં એ લોકોના માંટે સદભાવ પેદા કર્યો હતો, તેથી તેઓએ ઇસ્રાએલીઓએ જે જે માંગ્યું તે તેમણે આપ્યું. આમ ઇસ્રાએલી લોકોને મિસરવાસીઓનું ધન પ્રાપ્ત થયું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:36
11 Iomraidhean Croise  

પણ જે પ્રજા તેમને ગુલામ બનાવશે તે પ્રજાને હું સજા કરીશ. પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી બહાર નીકળશે.


પણ પ્રભુ યોસેફની સાથે હતા અને તેના પ્રત્યે માયાળુ હતા. તેથી જેલનો અધિકારી તેના પર પ્રસન્‍ન હતો.


તેમના સર્વ પડોશીઓએ તેમને ઘણી વસ્તુઓની મદદ કરી: રૂપાનાં પાત્રો, સોનું, સરસામાન, પ્રાણીઓ, અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને મંદિર માટે અર્પણો આપ્યાં.


ઈશ્વર ઇઝરાયલીઓને સોનાચાંદીના ઘરેણાં સહિત કાઢી લાવ્યા, તેમનાં કુળોમાં એના ભારથી કોઈ લથડી ગયું નહિ.


હવે તું મારા તરફથી લોકોને સૂચના આપ કે પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસેથી અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણો પાસેથી સોનારૂપાનાં ઘરેણાં માગી લે.”


પ્રભુએ પોતાના લોકો પ્રત્યે ઇજિપ્તીઓ સદ્ભાવના દાખવે તેમ કર્યું. વળી, ઇજિપ્તમાં એટલે ફેરોના અમલદારોની અને લોકોની દૃષ્ટિમાં મોશે મહાન વ્યક્તિ ગણાયો.


જ્યારે કોઈ માણસના સદાચરણથી પ્રભુ પ્રસન્‍ન થાય, ત્યારે તે તેના શત્રુઓને પણ મિત્રોમાં ફેરવી નાખે છે.


ઈશ્વરની કૃપાથી આશ્પનાઝના દિલમાં દાનિયેલ પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ.


અને ઈશ્વરની પ્રશંસા કરતા. બધા લોકો તેમના પર પ્રસન્‍ન હતા. પ્રભુ ઉદ્ધાર પામનારાઓને રોજરોજ તેમની સંગતમાં ઉમેરતા હતા.


તેમણે તેને સર્વ સંકટોમાંથી સહીસલામત પાર ઉતાર્યો. યોસેફ ઇજિપ્તના રાજા ફેરો આગળ રજૂ થયો ત્યારે ઈશ્વરે તેને પ્રસન્‍ન વર્તણૂક તથા જ્ઞાન આપ્યાં. ફેરોએ યોસેફને તેના દેશનો તથા રાજકુટુંબનો મુખ્ય અધિકારી બનાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan