Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઇઝરાયલના આખા સમુદાયને કહો કે, આ માસના દસમા દિવસે પ્રત્યેક માણસે પોતાના કુટુંબ માટે હલવાન કે લવારું પસંદ કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઇઝરાયલના આખા સમુદાયને કહે કે, આ માસને દશમે દિવસે તમ પ્રત્યેક પુરુષે પોતાને માટે પોતાના પિતાના ઘર પ્રમાણે એકેક હલવાન લેવું, એટલે કુટુંબદીઠ અકેક હલવાન;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 સમગ્ર ઇઝરાયલીઓ માટે આદેશ છે કે: “આ માસના દસમા દિવસે પ્રત્યેક પુરુષે પોતાના પિતાના કુટુંબ દીઠ એક હલવાન લેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ઇસ્રાએલના આખા સમાંજને આદેશ છે કે: આ મહિનાના દશમાં દિવસે પ્રત્યેક વ્યક્તિ પોતાના પરિવારના માંટે એક ઘેટાનુ બચ્ચું પ્રાપ્ત કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:3
26 Iomraidhean Croise  

અબ્રાહામે જવાબ આપ્યો, “દીકરા, એ તો ઈશ્વર પોતે દહનબલિ માટે ઘેટું પૂરું પાડશે.” એમ તેઓ બન્‍ને સાથે ગયા.


પરંતુ હાબેલે પોતાના ઘેટાં-બકરાંમાંથી પ્રથમજનિતનું ચરબીયુક્ત બલિદાન ચડાવ્યું. પ્રભુ હાબેલ તથા તેના અર્પણથી પ્રસન્‍ન થયા.


પાસ્ખાપર્વમાં લોકો માટે યોશિયા રાજાએ પોતાના અંગત પશુધનમાંથી ત્રીસ હજાર ઘેટાં, હલવાન અને લવારાં અને ત્રીસ હજાર આખલા આપ્યા.


“આ માસ વર્ષના બધા માસોમાં તમારે માટે પ્રથમ માસ ગણાશે.


મોશેએ ઇઝરાયલના સર્વ આગેવાનોને બોલાવીને તેમને કહ્યું, “જાઓ, તમારા કુટુંબના પ્રમાણમાં હલવાન લાવીને કાપો; જેથી તમારાં કુટુંબો પાસ્ખાપર્વ ઊજવી શકે.


તેનું કુટુંબ એટલું નાનું હોય કે તેઓ એક પ્રાણી ખાઈ શકે તેમ ન હોય તો તેણે તથા તેના નિકટના પડોશીએ તેમનાં કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે પ્રાણી લેવું. પ્રત્યેક માણસના આહાર પરથી એક પ્રાણી ખાઈ શકાશે કે કેમ તેનો અંદાજ બાંધવો.


તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.


પ્રભુએ મોશેને કહ્યું, “તું મને કેમ પોકારે છે? ઇઝરાયલી લોકોને આગળ વધવાનો આદેશ આપ.


તેમણે મોશેને કહ્યું, “જો તું અમારી સાથે વાત કરશે તો અમે તારું સાંભળીશું, પરંતુ ઈશ્વર પોતે અમારી સાથે સીધા વાત ન કરે, નહિ તો અમે ચોક્કસ માર્યા જઈશું.”


પ્રભુએ મોશેને કહેલી સર્વ વાતો આરોને તેમને કહી સંભળાવી, તથા લોકો આગળ સર્વ ચમત્કારો કરી બતાવ્યા.


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


અમારો દેશનિકાલ થયાના પચીસમા વર્ષે અને યરૂશાલેમના પતનના ચૌદમા વર્ષના આરંભમાં, માસના દસમે દિવસે પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો,


“તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમારામાંથી કોઈ માણસ પ્રભુને અર્પણ ચડાવે તો તે ઢોર અથવા ઘેટાંબકરાંનું હોય.


અને પોતાનું પાપ દૂર કરવા માટે તે પ્રભુ સમક્ષ દોષનિવારણ બલિ લાવે તો તેમાં તેણે પ્રભુને ઘેટી કે બકરી ચડાવવી અને યજ્ઞકાર તેના પાપ માટે પ્રાયશ્ર્વિત કરે.


વાછરડા, ઘેટા, હલવાન કે બકરાના પ્રત્યેક અર્પણ વખતે આ પ્રમાણે અર્પણ કરવાનું છે.


બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે.


તેણે ઈસુને નજીકમાં ફરતા જોઈને કહ્યું, “જુઓ, ઈશ્વરનું હલવાન!”


પાસ્ખા પર્વના છ દિવસ પહેલાં ઈસુ બેથાનિયા આવ્યા. ત્યાં લાઝરસ જેને ઈસુએ મરણમાંથી સજીવન કરેલો તે રહેતો હતો.


બીજે દિવસે પાસ્ખાપર્વ માટે આવેલા મોટા જનસમુદાયે સાંભળ્યું કે ઈસુ યરુશાલેમ આવે છે.


તમારે આ પાપરૂપી જૂના ખમીરને બહાર કાઢી નાખવું જોઈએ; જેથી તમે ખમીર વગરના બાંધેલા લોટના નવા જથ્થા જેવા બની જશો. ખરું જોતાં તો તમે એવા છો જ. કારણ, પાસ્ખાનું ભોજન તૈયાર છે. આપણા પાસ્ખાનું ઘેટું એટલે ખ્રિસ્તને બલિદાન તરીકે વધેરવામાં આવ્યા છે.


તેથી તેમને કહે કે, સવારમાં તમને કુળ પ્રમાણે પ્રભુ આગળ રજુ કરવામાં આવશે. પછી પ્રભુ જે કુળને પકડે તે કુળ ગોત્રવાર આગળ આવે; અને જે ગોત્રને પ્રભુ પકડે તે ગોત્ર કુટુંબવાર આગળ આવે; અને જે કુટુંબને પ્રભુ પકડે તે કુટુંબ પુરુષવાર આગળ આવે.


બલિદાન કરાયેલા હલવાનના પુસ્તકમાં એટલે કે જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેમનાં નામ સૃષ્ટિના સર્જન અગાઉ નોંધવામાં આવ્યાં છે તે સિવાયના પૃથ્વી પર રહેનારા અન્ય સૌ કોઈ તેની ભક્તિ કરશે.


શમુએલે એક નાનું હલવાન કાપ્યું અને પ્રભુને અર્પણ તરીકે તેનું પૂરેપૂરું દહન કર્યું. ઇઝરાયલને બચાવવાને તેણે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી.


Lean sinn:

Sanasan


Sanasan