Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:28 - પવિત્ર બાઇબલ C.L.

28 પછી તેઓ ત્યાંથી ગયા અને પ્રભુએ મોશે તથા આરોનને આપેલી આજ્ઞાઓ પ્રમાણે તેમણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને ઇઝરાયલી લોકોએ જઈને તે પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને તથા હારુનને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 યહોવાહે જે આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો, તે પ્રમાણે ઇઝરાયલી લોકોએ તેનો અમલ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 યહોવાએ આ આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો. તેથી ઇસ્રાએલના લોકોએ યહોવાના આદેશ પ્રમાંણે કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:28
23 Iomraidhean Croise  

દાવિદે પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યુ અને તેણે પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝેર સુધી નસાડીને માર્યા.


એલિયા પ્રભુની આજ્ઞા માનીને કરીથ વહેળા પાસે જઈ ત્યાં રહ્યો.


ત્યારે તમારે તેમને આવો જવાબ આપવો: આ તો પ્રભુના સન્માનાર્થે પાસ્ખાનું બલિદાન છે; કારણ, તેમણે ઇજિપ્તીઓનો સંહાર કર્યો ત્યારે તેમણે આપણાં ઘરો પાસેથી પસાર થઈને આપણને બચાવી લીધા.” ત્યારે લોકોએ માથાં નમાવીને આરાધના કરી.


મધરાતે પ્રભુએ ઇજિપ્ત દેશના સર્વ પ્રથમજનિત પુત્રોને મારી નાખ્યા. રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિતથી માંડીને જેલના કેદીના પ્રથમજનિત સુધી સૌનો સંહાર કર્યો. તેમણે પશુઓનાં સર્વ પ્રથમ જન્મેલાંને પણ મારી નાખ્યાં.


વળી, ઇઝરાયલી લોકોએ મોશેની સૂચના પ્રમાણે ઇજિપ્તીઓ પાસેથી સોનાચાંદીનાં આભૂષણો તથા વસ્ત્રો માગી લીધાં.


હું તેનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારી પાછળ પડશે; અને ફેરો તથા તેના સૈન્ય ઉપર વિજય મેળવીને હું મારો મહિમા વધારીશ. ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું.


“બસાલએલ, ઓહોલીઆબ અને અન્ય સર્વ કારીગરો જેમને પ્રભુએ સર્વ વસ્તુઓ બનાવવા કૌશલ્ય અને સમજશક્તિ આપ્યાં છે તેમણે સર્વ વસ્તુઓ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવવી.”


મુલાકાતમંડપનું સઘળું કાર્ય છેવટે પૂર્ણ થયું. પ્રભુએ મોશેને આપેલ આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ સર્વ વસ્તુઓ બનાવી.


પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ એ બધું કામ કર્યું હતું.


મોશેએ સર્વ વસ્તુઓ તપાસી જોઈ અને તેણે જોયું કે તેમણે સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું હતું. તેથી મોશેએ તેમને આશિષ આપી.


પછી મોશે તથા આરોન ફેરો પાસે ગયા, અને પ્રભુએ તેમને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું; આરોને પોતાની લાકડી ફેરો તથા તેના અમલદારો સમક્ષ જમીન પર ફેંકી, એટલે તે સર્પ બની ગઈ.


મોશે અને આરોને બરાબર પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.


મોશેએ ઇઝરાયલીઓને આ બધું કહ્યું. ત્યાર પછી તેઓ ઈશ્વરનિંદા કરનાર માણસને છાવણી બહાર લઈ ગયા અને તેને પથ્થરે મારી નાખ્યો. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ કર્યું.


તેથી ઇઝરાયલી લોકોએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે બધું કર્યું.


મોશે અને એલાઝારે પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું.


પ્રભુએ ફરમાવ્યા પ્રમાણે મોશેએ પ્રભુના ઉચ્છાલિતઅર્પણ તરીકેનો ભાગ યજ્ઞકાર એલાઝારને આપી દીધો.


ઇઝરાયલીઓએ આ અર્ધા ભાગમાંથી કેદીઓ અને પ્રાણીઓ પૈકી દર પચાસે એક એ પ્રમાણે લઈને પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રભુના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યાં.


ઇઝરાયલી લોકોએ પ્રભુની આજ્ઞા પ્રમાણે તેવાંઓને છાવણી બહાર કાઢયાં.


નૂનનો પુત્ર યહોશુઆ ઈશ્વરીય જ્ઞાનથી ભરપૂર હતો; કારણ, મોશેએ તેને શિરે હાથ મૂકી તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો હતો. ઇઝરાયલી લોકો તેને આધીન થયા અને એમ પ્રભુએ મોશે દ્વારા તેમને આપેલી આજ્ઞાઓનું પાલન કર્યું.


વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી.


પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયલી લોકોએ દેશ વહેંચી લીધો.


તેણે જવાબ આપ્યો, “ભલે, તમારા કહ્યા પ્રમાણે થાઓ.” એમ તેણે તેમને વિદાય કર્યા. તેમના ગયા પછી તેણે પેલું ઘેરા લાલ રંગનું દોરડું બારીએ બાંધી દીધું.


ઇઝરાયલીઓના એ માણસોએ યહોશુઆના કહ્યા પ્રમાણે કર્યું. પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે પ્રત્યેક કુળ માટે એક એમ બાર પથ્થરો યર્દનની વચમાંથી ઉપાડી લીધા અને તેમને છાવણીમાં લઈ જઈને ઊભા કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan