Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પ્રભુ ઇજિપ્તીઓનો સંહાર કરવા ઇજિપ્ત દેશમાંથી પસાર થશે ત્યારે ઓતરંગ અને બન્‍ને બારસાખો પરનું રક્ત જોશે, અને તે તમારા બારણા પાસેથી પસાર થઈને વિનાશક દૂતને તમારા ઘરમાં પ્રવેશીને તમારો સંહાર કરવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે મિસરીઓ ઉપર મરો લાવવા માટે યહોવા આખા દેશમાં ફરશે. અને ઓતરંગ ઉપર તથા બન્‍ને બારસાખ પર તે રક્ત જોઈને યહોવા તે બારણું ટાળી મૂકશે, ને વિનાશકને તમારાં ઘરોમાં પેસીને તમારાં ઘરોમાં પેસીને તમારા પર મરો લાવવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કારણ કે મિસરવાસીઓના બધા પ્રથમજનિતોનો સંહાર કરવા યહોવાહ દેશમાં ઘરેઘરે ફરશે. અને તે સમયે તેઓ તમારા ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર રક્ત જોશે એટલે તે તમારું ઘર ટાળીને આગળ જશે. અને મરણના દૂતને તમારા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 કારણ કે મિસરવાસીઓના બધાં પ્રથમ જનિતોનો સંહાર કરવા યહોવા દેશમાંથી પસાર થશે. અને તે સમયે તેઓ તમાંરા ઘરની બે બારસાખ પર અને ઓતરંગ પર રકત જોશે એટલે તે તમાંરું બારણું ટાળીને આગળ જશે અને મોતના દેવદૂતને તમાંરા ઘરમાં પ્રવેશીને કોઈનો સંહાર કરવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:23
14 Iomraidhean Croise  

પ્રભુનો દૂત યરુશાલેમનો નાશ કરવાની તૈયારીમાં હતો એવામાં લોકોનો સંહાર જોઈને પ્રભુને દયા આવી અને તેમણે વધુ શિક્ષા કરવાનું માંડી વાળ્યું. તેમણે સંહારક દૂતને કહ્યું, “બસ, એટલું પૂરતું છે.” એ વખતે દૂત યબૂસી અરાવ્નાના અનાજના ખળા પાસે હતો.


હે ઈશ્વર, તમે મને મૃત્યુલોક શેઓલમાં છુપાવી દો. તમારો કોપ શમી જાય ત્યાં સુધી મને ત્યાં સંતાડી રાખો. પછી સમય ઠરાવીને મને યાદ કરજો.


મોશેએ કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: હું લગભગ મધરાતે ઇજિપ્તમાંથી પસાર થઈશ,


લોકો તેને જે ઘરમાં ખાય તેના બારણાની બન્‍ને બારસાખો તથા ઓતરંગ પર એનું થોડુંક રક્ત છાંટે.


હે મારા લોક, તમારા ઘરમાં પેસી જઈ તેનાં બારણાં બંધ કરી દો. ઈશ્વરનો કોપ પૂરો થાય ત્યાં સુધી તેમાં સંતાઈ રહો.


પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.


તેને કહ્યું, “આખા યરુશાલેમમાં ફરી વળ અને તેમાં થતાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે જે માણસો નિસાસા નાખતા હોય અને ઝૂરતા હોય તે સર્વના કપાળ પર ચિહ્ન કર.”


વૃદ્ધ પુરુષોની, યુવાનોની, યુવતીઓની, નાનાં બાળકોની અને સ્ત્રીઓની ક્તલ કરો. પણ કપાળ પરનાં ચિહ્નવાળા કોઈને અડકશો નહિ. અહીં મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.


તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ.


વિશ્વાસ દ્વારા જ તેણે પાસ્ખાપર્વની સ્થાપના કરી, તથા ઇઝરાયલીઓના પ્રથમજનિત પુત્રોને મરણનો દૂત મારી ન નાખે તે માટે તેણે દરવાજા પર રક્તનો છંટકાવ કરવાની આજ્ઞા કરી.


તમે નવા કરારના વ્યવસ્થાપક ઈસુ પાસે તથા છંટાયેલ રક્ત, જે હાબેલના રક્ત કરતાં વિશેષ સારી બાબતો વિષે બોલે છે તેની પાસે આવ્યા છો.


“જ્યાં સુધી અમે આપણા ઈશ્વરના સેવકોના કપાળે મુદ્રા ન મારીએ ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે વૃક્ષો, કશાને નુક્સાન પહોંચાડશો નહિ.


તેમને ઘાસ, વૃક્ષો કે કોઈ છોડને નુક્સાન પહોંચાડવાની મના કરવામાં આવી હતી. માત્ર જેમના પર ઈશ્વરની મુદ્રા મારવામાં આવી નહોતી, તેમને જ તેમણે નુક્સાન પહોંચાડવાનું હતું.


Lean sinn:

Sanasan


Sanasan