Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:19 - પવિત્ર બાઇબલ C.L.

19-20 સાત દિવસ સુધી તમારાં ઘરોમાં જરા પણ ખમીર હોવું જોઈએ નહિ. કારણ, જો કોઈ વ્યક્તિ ખમીરવાળો કંઈપણ ખોરાક ખાય તો તે વ્યક્તિનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવો; પછી ભલે તે દેશનો વતની હોય કે પરદેશી હોય. તમારે ખમીરવાળી કોઈપણ ચીજ ખાવી નહિ. તમારાં સર્વ નિવાસસ્થાનોમાં તમારે ખમીરરહિત રોટલી ખાવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 સાત દિવસ તમારાં ઘરોમાં કંઈ પણ ખમીર રહેવું ન જોઈએ; કેમ કે જે કોઈ ખમીરી વસ્તુ ખાય તે માણસ ઇઝરાયલી લોકોમાંથી નાબૂદ કરાશે, પછી તે પરદેશી હોય કે દેશનો વતની હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સાત દિવસ સુધી તમારાં ઘરોમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ માણસ ખમીરવાળી વાનગી ખાશે તો તેનો ઇઝરાયલની જમાતમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે પરદેશી હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 સાત દિવસ સુધી તમાંરા ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ વ્યક્તિ ખમીરવાળી વસ્તુ ખાશે તો તેનો ઇસ્રાએલી સમાંજમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે વિદેશનો હોય.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:19
13 Iomraidhean Croise  

પ્રભુએ કહ્યું, “સાત દિવસ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. પર્વના પ્રથમ દિવસથી જ તમારે તમારાં ઘરમાંથી ખમીર દૂર કરવું; આ સાત દિવસ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ખમીરવાળી રોટલી ખાય તો તેનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે.


પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “પાસ્ખાવિધિ અંગે આ નિયમો છે: કોઈ પરદેશી પાસ્ખાભોજનમાંથી ખાય નહિ.


પરંતુ સુન્‍નત કરાવ્યા વગરના કોઈપણ માણસે પાસ્ખા ભોજનમાંથી ખાવું નહિ. તમારી મધ્યે કોઈ પરદેશી વસતો હોય અને પ્રભુનું પાસ્ખા પાળવાની તેની ઇચ્છા હોય તો તમારે પ્રથમ તેના ઘરના સર્વ પુરુષોની સુન્‍નત કરવી. ત્યાર પછી જ તે દેશમાં જન્મેલા ઇઝરાયલી જેવો ગણાય અને પાસ્ખામાં ભાગ લઈ શકે.


મોશેએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો, તે દિવસને યાદ રાખો. કારણ, આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી.


એ સાત દિવસ તમારે ખમીર વગરની જ રોટલી ખાવાની છે. એ દિવસો દરમ્યાન તમારા દેશમાં કોઈપણ સ્થળે ખમીર કે ખમીરવાળી રોટલી હોવાં જોઈએ નહિ.


આબીબ માસ, એટલે જે માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા તેમાં, મેં તમને આપેલી આજ્ઞા પ્રમાણે ખમીરરહિત રોટલીનું પર્વ ઊજવો. પર્વના સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. વળી, તમે મારી ભક્તિ કરવા આવો, તો અર્પણો લીધા વિના આવશો નહિ.


જો કોઈ વ્યક્તિ તેના જેવું તેલ બનાવે અથવા યજ્ઞકાર સિવાયની વ્યક્તિ માટે તેનો ઉપયોગ કરે તો તે મારા લોકમાંથી દૂર કરાશે.”


“તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું. મેં તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં સાત દિવસ સુધી ખમીર વગરની રોટલી ખાવી; કારણ, આબીબ માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળ્યા હતા.


“પ્રભુના માનમાં ઊજવવાનું પાસ્ખાપર્વ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી શરૂ થાય છે.


હવે જો કોઈ શુધ હોય અને પ્રવાસમાં દૂર ગયો ન હોય છતાં પાસ્ખાપર્વ પાળે નહિ, તો ઇઝરાયલના સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો. કારણ, તેણે નિયત સમયે મને અર્પણ ચઢાવ્યું નથી. તેણે પોતાના પાપની સજા ભોગવવી જ રહી.


જ્યારે તમે પાસ્ખાપર્વના એ પ્રાણીનું માંસ ખાઓ ત્યારે તેની સાથે તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ. સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવાની છે. એ તો દુ:ખની રોટલી છે; કારણ, ઇજિપ્ત દેશમાંથી તમારે બહુ ઉતાવળથી નીકળવું પડયું હતું.


Lean sinn:

Sanasan


Sanasan