Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:17 - પવિત્ર બાઇબલ C.L.

17 “તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું કારણ, આ જ દિવસે હું તમારાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. તેથી તમારે કાયમી વિધિ તરીકે આ દિવસને વંશપરંપરાના પર્વ તરીકે ઊજવવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તમારે બેખમીર રોટલી [નું પર્વ] પાળવું; કેમ કે એ જ દિવસે હું તમારાં સૈન્યો મિસર દેશમાંથી કાઢી લાવ્યો છું; એ માટે તમારે વંશપરંપરા એ દિવસને નિત્યના વિધિથી પાળવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તમારે બેખમીર રોટલીનું પર્વ પાળવું, કારણ કે એ જ દિવસે હું તમારા લોકોને મિસર દેશમાંથી બહાર લાવ્યો હતો. તેથી એ દિવસે તમારા વંશજોએ પરંપરા મુજબ આ વિધિ પાળવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તમાંરે બેખમીર રોટલીનું પર્વ ઉજવવું, કારણ કે એ જ દિવસે મેં તમાંરા લોકોને ટુકડીવાર મિસર દેશમાંથી બહાર કાઢયાં હતાં, તેથી એ દિવસે તમાંરા વંશજોએ કાનૂન પાળવો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:17
12 Iomraidhean Croise  

મેં પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યની યાદગીરીમાં તમારે મારા માનાર્થે આ દિવસ ઊજવવો. તમારે એને કાયમી વિધિ તરીકે પેઢી દરપેઢી ઊજવવો.”


“તમારે અને તમારાં સંતાનોએ નિત્યના વિધિ તરીકે આ નિયમો હરહંમેશ પાળવાના છે.


જે દિવસે 430 વર્ષ પૂરાં થયાં તે જ દિવસે પ્રભુના લોકોનાં સર્વ કુળસૈન્યો ઇજિપ્તમાંથી નીકળી ગયાં.


તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.


પ્રભુ પોતાના મહાન સામર્થ્ય વડે તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છે. તમારે દર વરસે નિયત સમયે આ વિધિ પાળવો.”


મોશેએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો, તે દિવસને યાદ રાખો. કારણ, આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી.


પર્વની શરૂઆતમાં તમારે તમારા પુત્રોને તેની સમજ આપવી: “અમે ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારે પ્રભુએ અમારે માટે જે કાર્યો કર્યાં તેને લીધે અમે આવું કરીએ છીએ.”


“તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું. મેં તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં સાત દિવસ સુધી ખમીર વગરની રોટલી ખાવી; કારણ, આબીબ માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળ્યા હતા.


આ જ આરોન અને મોશેને પ્રભુએ ઇઝરાયલીઓને તેમનાં કુળો પ્રમાણે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવવા જણાવ્યું હતું.


જ્યારે હું મારો હાથ લંબાવીને ઇઝરાયલીઓને ઇજિપ્તીઓ મધ્યેથી બહાર કાઢી લાવીશ ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.”


તેથી અમે મદદને માટે પ્રભુને પોકાર કર્યો. તેમણે અમારી વિનંતી સાંભળી અને પોતાના દૂતને મોકલીને અમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. અત્યારે અમે તમારા દેશની સરહદે આવેલા કાદેશમાં છીએ.


જ્યારે તમે પાસ્ખાપર્વના એ પ્રાણીનું માંસ ખાઓ ત્યારે તેની સાથે તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ. સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવાની છે. એ તો દુ:ખની રોટલી છે; કારણ, ઇજિપ્ત દેશમાંથી તમારે બહુ ઉતાવળથી નીકળવું પડયું હતું.


Lean sinn:

Sanasan


Sanasan