Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 12:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તમારે કમરે પટ્ટો બાંધીને, પગરખાં પહેરીને અને હાથમાં લાકડી રાખીને મુસાફરી માટે તૈયાર રહી તે ખાવું. તમારે તે જલદી જલદી ખાઈ લેવું. એ તો મને પ્રભુને માન આપવાનું પાસ્ખાપર્વ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તે તમારે આ પ્રમાણે ખાવું:એટલે તમારી કમર બાંધીને, તમારાં પગરખાં પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને [ખાવું] ; અને તમારે તે જલદી જલદી ખાઈ લેવું; તે યહોવાનું પાસ્ખા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમારે તે આ રીતે જ ખાવું; તમારે પ્રવાસનાં વસ્ત્રો પહેરવાં, પગમાં પગરખાં પહેરવાં, હાથમાં લાકડી લેવી અને ઉતાવળ કરીને ખાવું. કેમ કે આ યહોવાહનું પાસ્ખા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “અને તે તમાંરે આ રીતે જ ખાવું જોઈએ; તમાંરે યાત્રામાં જતા હોય તેવા કપડા પહેરવા, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને, ઉતાવળે ઉતાવળે ખાવું, કેમકે આ દેવનુ દુર્લક્ષ છે-એ સમય જ્યારે દેવે પોતાનાં લોકોનું રક્ષણ કર્યુ અને તેમને વહેલા મિસરની બહાર લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 12:11
21 Iomraidhean Croise  

યોશિયા રાજાએ કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે લોકોને તેમના ઈશ્વર પ્રભુના માનમાં પાસ્ખાપર્વ ઉજવવાનો આદેશ આપ્યો.


તમે જે ઘરમાં રહો છો તેના બારણા પરનું રક્ત તમારા હક્કમાં નિશાનીરૂપ બનશે. હું ઇજિપ્તીઓને સજા કરીશ ત્યારે એ રક્ત જોઈને હું તમારી પાસેથી પસાર થઈ આગળ ચાલ્યો જઈશ, એટલે તમારે જીવલેણ પ્રહારના ભોગ બનવું નહિ પડે.


મોશેએ ઇઝરાયલના સર્વ આગેવાનોને બોલાવીને તેમને કહ્યું, “જાઓ, તમારા કુટુંબના પ્રમાણમાં હલવાન લાવીને કાપો; જેથી તમારાં કુટુંબો પાસ્ખાપર્વ ઊજવી શકે.


ત્યારે તમારે તેમને આવો જવાબ આપવો: આ તો પ્રભુના સન્માનાર્થે પાસ્ખાનું બલિદાન છે; કારણ, તેમણે ઇજિપ્તીઓનો સંહાર કર્યો ત્યારે તેમણે આપણાં ઘરો પાસેથી પસાર થઈને આપણને બચાવી લીધા.” ત્યારે લોકોએ માથાં નમાવીને આરાધના કરી.


પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “પાસ્ખાવિધિ અંગે આ નિયમો છે: કોઈ પરદેશી પાસ્ખાભોજનમાંથી ખાય નહિ.


છતાં તમારે કંઈ ભાગેડુની જેમ નાસભાગ કરવાની નથી. કારણ, પ્રભુ પોતે તમારા અગ્રેસર બની તમને દોરશે અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


પ્રથમ માસના ચૌદમા દિવસે તમારે પાસ્ખાપર્વની ઉજવણીનો આરંભ કરવો. સાત દિવસો સુધી દરેકે ખમીર વગરની રોટલી જ ખાવી.


“પ્રભુના માનમાં ઊજવવાનું પાસ્ખાપર્વ પ્રથમ માસના ચૌદમા દિવસની સાંજથી શરૂ થાય છે.


“પ્રથમ મહિનાનો ચૌદમો દિવસ પ્રભુના પાસ્ખાપર્વનો દિવસ છે.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મોશેને કહ્યું,


“લગ્નસમારંભમાં ગયેલા શેઠની રાહ જોઈ રહેલા નોકરોની માફક તમે તમારી કમરો કાસીને અને તમારા દીવા પેટાવીને તૈયાર રહો.


પણ પિતાએ પોતાના નોકરોને બોલાવીને કહ્યું, ‘જલદી કરો. સૌથી સુંદર ઝભ્ભો લાવીને તેને પહેરાવો. તેની આંગળીમાં વીંટી અને પગમાં બુટ પહેરાવો.


ઈસુનાં માતાપિતા પાસ્ખાપર્વ માટે દર વર્ષે યરુશાલેમ જતાં હતાં.


અને જઈને ઈસુના પગ પાસે રડતી રડતી ઊભી રહી. તેનાં આંસુથી તેમના પગ પલળતા હતા. પછી તેણે પોતાના વાળ વડે તેમના પગ લૂછયા, પગને ચુંબન કર્યું અને તે પર અત્તર રેડયું.


તમારે આ પાપરૂપી જૂના ખમીરને બહાર કાઢી નાખવું જોઈએ; જેથી તમે ખમીર વગરના બાંધેલા લોટના નવા જથ્થા જેવા બની જશો. ખરું જોતાં તો તમે એવા છો જ. કારણ, પાસ્ખાનું ભોજન તૈયાર છે. આપણા પાસ્ખાનું ઘેટું એટલે ખ્રિસ્તને બલિદાન તરીકે વધેરવામાં આવ્યા છે.


તમારા પગના જોડા તરીકે શાંતિનો શુભસંદેશ જાહેર કરવાની તત્પરતા પહેરો.


“આબીબ માસમાં તમારા ઈશ્વર પ્રભુના સન્માનમાં પાસ્ખાપર્વ પાળવાનું અચૂક યાદ રાખો. કારણ કે આબીબ માસમાં એક રાત્રે તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા હતા.


યરીખો પાસેના મેદાનમાં ગિલ્ગાલ ખાતે ઇઝરાયલીઓ છાવણી નાખી પડયા હતા ત્યારે તે માસને ચૌદમે દિવસે તેમણે પાસ્ખાપર્વ પાળ્યું.


તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો.


Lean sinn:

Sanasan


Sanasan