Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 11:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ઇજિપ્તમાં અગાઉ કદી થયો ન હોય અને હવે પછી કદી થવાનો નથી એવો ભારે વિલાપ થઈ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને આખા મિસર દેશમાં એવી ભારે રોકકળ થશે કે એના જેવી એકે થઈ નથી, તથા એના જેવી બીજી કદી થવાની નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને સમગ્ર મિસર દેશમાં અગાઉ કદી પણ થઈ ના હોય એવી ભારે રડારોળ સર્જાશે. એવું આક્રંદ ભવિષ્યમાં ફરીથી કદી થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને સમગ્ર મિસર દેશમાં ભારે રડારોળ થશે, તે પહેલાં કદી ન હતો એના કરતા વધારે ખરાબ હશે અને ભવિષ્યમાં કદી થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 11:6
15 Iomraidhean Croise  

પણ ઇઝરાયલી લોકો અથવા તેમના પશુ સામે કૂતરુંય ભસશે નહિ. તે પરથી તમે જાણશો કે હું પ્રભુ ઇજિપ્તીઓ અને ઇઝરાયલીઓ વચ્ચે ભેદ રાખું છું.”


તે રાત્રે ફેરો, તેના અમલદારો અને સર્વ ઇજિપ્તીઓ જાગી ઊઠયા, અને આખા ઇજિપ્તમાં ભારે વિલાપ થયો. કારણ, એવું એકપણ ઘર નહોતું કે જ્યાં પુત્રનું મૃત્યુ થયું ન હોય.


પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.


તેથી આવતી કાલે આ જ સમયે હું એવા ભારે કરા વરસાવીશ કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી અત્યાર સુધી એવા કરા ક્યારેય પડયા ન હોય.


જે ગરીબના પોકાર પ્રત્યે લક્ષ આપતો નથી, તે પોતે પણ મદદ માટે પોકાર કરશે ત્યારે કોઈ તેનું સાંભળશે નહિ.


મોઆબની બધી સરહદો પર વિલાપનો સાદ સંભળાય છે. એગ્લાઈમ, અરે, બએર-એલીમ સુધી તેમનો વિલાપ પહોંચ્યો છે.


એ સમયે ઇજિપ્તના લોકો સ્ત્રી જેવા ડરપોક બની જશે. સર્વસમર્થ પ્રભુએ તેમનો વિનાશ કરવા પોતાનો હાથ ઉગામ્યો છે. તે જોતાં જ તેઓ ભયથી થરથરવા માંડશે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “રામા પ્રદેશમાં રુદનનાં ડૂસકાં સંભળાય છે; એ અતિ કરુણ વિલાપ છે. રાહેલ પોતાનાં સંતાનો માટે રડે છે; અને તેના પુત્રો માટે સાંત્વન સ્વીકારવાની ના પાડે છે. કારણ, તેઓ તેની પાસે રહ્યાં નથી.


હું મોટેથી મદદને માટે પોકારું છું, પણ ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા નથી.


બધી દ્રાક્ષવાડીઓમાં વિલાપ થઈ રહેશે. કારણ, હું તમને સજા કરવાને તમારી મધ્યે થઈને જઈશ.” આ તો પ્રભુની વાણી છે.


પ્રભુ કહે છે, “તે દિવસે તમે યરુશાલેમના મચ્છી દરવાજે રુદનનો પોકાર સાંભળશો. વળી, નગરના નવીન વિભાગમાં વિલાપનો અવાજ અને ડુંગરોમાંથી કડાકા સાંભળશો.


તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને તથા બધા સંદેશવાહકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને તમે પોતે બહાર ફેંકાઈ જશો ત્યારે તમારે રડવાનું અને દાંત પીસવાનું રહેશે.


Lean sinn:

Sanasan


Sanasan