Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 11:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો તથા ઇજિપ્ત ઉપર હું બીજી એક આફત લાવીશ અને તે પછી તે તમને અહીંથી જવા દેશે. તે તમને જવા દેશે ત્યારે તે તમને બધાંને હાંકી કાઢશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન ઉપર તથા મિસર ઉપર હું બીજી એક વિપત્તી લાવીશ; ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે. જ્યારે તે તમને જવા દેશે, ત્યારે નિશ્ચે તે તમને સમૂળગા અહીંથી હાંકી કાઢશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન અને મિસર પર હું બીજી એક આફત લાવીશ. ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે; તે કોઈને અહીં રહેવા નહિ દે; બધાને મોકલી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હજી ફારુન અને મિસરની વિરુદ્ધ હું એક વધારે આફત લાવીશ. ત્યાર પછી તે તમને લોકોને અહીંથી જવા દેશે; નિશ્ચે તે તમને બધાંને અહીંથી જવા માંટે અરજ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 11:1
11 Iomraidhean Croise  

પણ જે પ્રજા તેમને ગુલામ બનાવશે તે પ્રજાને હું સજા કરીશ. પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી બહાર નીકળશે.


તમે મારી વિરુદ્ધ તમારી દુશ્મનાવટ તાજી કરો છો અને મારી વિરુદ્ધ તમારો ક્રોધ સતત વધતો જાય છે અને મારા પર દુ:ખોના અવારનવાર હુમલા લાવો છો.


મધરાતે પ્રભુએ ઇજિપ્ત દેશના સર્વ પ્રથમજનિત પુત્રોને મારી નાખ્યા. રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિતથી માંડીને જેલના કેદીના પ્રથમજનિત સુધી સૌનો સંહાર કર્યો. તેમણે પશુઓનાં સર્વ પ્રથમ જન્મેલાંને પણ મારી નાખ્યાં.


તેથી હું તેને મારું સામર્થ્ય દેખાડીશ અને તેમની મધ્યે ચમત્કારો કરીને હું ઇજિપ્તને મારીશ. ત્યાર પછી જ તે તમને જવા દેશે.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ફેરોની કેવી દશા કરું છું તે તું જોજે; કારણ, મારા બાહુબળના પ્રભાવથી તે તમને જવા દેશે; અરે, મારા બાહુબળને લીધે તો તે તમને તેના દેશમાંથી હાંકી કાઢશે.”


નહિ તો આ વખતની મારી આફત હું માત્ર તારા અમલદારો અને તારી પ્રજા ઉપર જ નહિ, પણ તારા પોતા ઉપર પણ મોકલીશ; જેથી તું જાણે કે સમસ્ત પૃથ્વીમાં મારા જેવો કોઈ છે જ નહિ.


“આટલું બધું વીત્યા છતાં તમે મારી વિરુદ્ધ થઈને મને આધીન નહિ થાઓ તો તમારા પાપને લીધે હું તે કરતાં પણ સાતગણી વધારે આફતો તમારા પર લાવીશ.


અથવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા, તેમ કોઈ બીજા દેવે અન્ય દેશમાં જઈને તેની મધ્યેથી પોતાને માટે કોઈ પ્રજા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે?


માણસો ભયાનક ગરમીથી બળવા લાગ્યા. તેમણે પોતાનાં પાપથી પાછા ફરીને ઈશ્વરની મહાનતાની પ્રશંસા કરી નહિ, પણ આ આફતો પર અધિકાર ધરાવનાર ઈશ્વરના નામને શાપ દીધો.


તેમણે પૂછયું, “અમે દોષનિવારણ બલિ તરીકે શું મોકલીએ?” તેમણે જવાબ આપ્યો, “પલિસ્તીઓના રાજવીઓની સંખ્યા મુજબ પાંચ સોનાના મોકલો. તમ સર્વ ઉપર અને પલિસ્તીઓના બધા રાજવીઓ પર એક જ પ્રકારનો પ્લેગનો રોગ મોકલવામાં આવ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan