Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 10:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તારા મહેલો, તારા બધા અમલદારોનાં ઘર તથા સર્વ ઇજિપ્તીઓનાં ઘર તીડોથી ભરાઈ જશે. તારા પિતૃઓ અથવા તેમના પૂર્વજો આ દેશમાં વસ્યા ત્યારથી અત્યાર સુધી આવું કંઈ તેમણે જોયું નથી.” પછી મોશે ફેરો પાસેથી ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તમારાં ઘર તથા તમારા સર્વ સેવકોનાં ઘર તથા સર્વ મિસરીઓનાં ઘર [તેઓથી] ભરાઈ જશે; તમારા પિતૃઓએ તથા તમારા પિતૃઓના પિતૃઓએ તેઓ પૃથ્વી પર હયાતીમાં આવ્યા ત્યારથી તે આજ સુધી એવું જોયું નથી.” અને તે પાછો ફરીને ફારુનની હજૂરમાંથી નીકળી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમામ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં વસવાટ શરૂ કર્યો ત્યારથી આજસુધી જોયાં ના હોય એટલાં બધાં જથ્થાબંધ તીડો છવાઈ જશે.” પછી મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમાંમ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં રહેવાનું શરુ કર્યુ ત્યારથી કદી ન જોયા હોય તેના કરતા વધારે તીડો હશે.’” ત્યારબાદ મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 10:6
11 Iomraidhean Croise  

એમ બોલીને મોશે તથા આરોનને ફેરોએ પોતાની આગળથી બહાર કાઢી મૂક્યા.


ઇજિપ્તમાં અગાઉ કદી થયો ન હોય અને હવે પછી કદી થવાનો નથી એવો ભારે વિલાપ થઈ રહેશે.


મોશેએ કહ્યું, “આ તમારા બધા અમલદારો મારી આગળ આવીને નમી જઈને કહેશે, ‘તું તથા તને અનુસરનારા તારા સર્વ લોકો અહીંથી જતા રહો’ અને તે પછી જ હું જતો રહીશ.” પછી મોશે ક્રોધથી તપી જઈને ફેરો આગળથી ચાલ્યો ગયો.


જો તું તેમને નહિ જવા દે તો હું તારા ઉપર, તારા અમલદારો ઉપર, તારી પ્રજા ઉપર અને તમારાં ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં મોકલીશ. ઇજિપ્તીઓનાં ઘરોમાં અને તેઓ જ્યાં હરતાફરતા હોય ત્યાં બધી ભૂમિ પર માખીઓનાં ટોળાં ભરાઈ જશે.


નાઇલ નદી દેડકાંથી ખદબદશે. દેડકાં તારા મહેલમાં, તારા શયનખંડમાં, તારા પલંગ ઉપર તેમ જ તારા અમલદારોના ઘરમાં, તારી પ્રજા ઉપર, તમારી સગડીઓમાં અને તમારી થાળીઓમાં ચડી આવશે.


તેથી આવતી કાલે આ જ સમયે હું એવા ભારે કરા વરસાવીશ કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી અત્યાર સુધી એવા કરા ક્યારેય પડયા ન હોય.


પ્રભુ ઈજિપ્ત પર કરાનું ભારે તોફાન લાવ્યા. વીજળીના ચમકારા સાથે કરા પડયા. તે કરા એવા ભારે હતા કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી સમગ્ર દેશમાં એવા કરા ક્યારેય પડયા નહોતા.


એ તો અંધારાનો અને ઉદાસીનતાનો, કાળો અને વાદળાંવાળો દિવસ હશે. પર્વતો પર પથરાઈ જતા અંધકારની જેમ તીડોનું મોટું સૈન્ય આગળ વધી રહ્યું છે. એના જેવું કદી થયું નથી કે હવે થવાનું નથી.


તેઓ શહેર તરફ ધસે છે, તેઓ દીવાલો પર દોડે છે, તેઓ ઘરો પર ચડી જાય છે અને ચોરની માફક બારીઓમાં થઈને અંદર ધૂસી જાય છે.


વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan