Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 10:4 - પવિત્ર બાઇબલ C.L.

4 જો તું મારા લોકોને જવા દેવાની ના પાડીશ, તો આવતી કાલે હું તારા દેશ પર તીડ મોકલીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે જો તમે મારા લોકને જવા દેવાનો ઈનકાર કરશો, તો જુઓ, હું કાલે તમારી સીમોમાં તીડ મોકલીશ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સાંભળી લે, જો તું મારા લોકોને મારું ભજન ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો ખાતરી રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડોનો ઉપદ્રવ મોકલીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ધ્યાન રાખ, જો તું માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દેવાની ના પાડશે તો યાદ રાખજે આવતી કાલે હું તારા દેશમાં તીડો લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 10:4
15 Iomraidhean Croise  

તેથી મોશે તથા આરોને ફેરો પાસે જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે. ‘ક્યાં સુધી તું મને આધીન થવાનો ઇનકાર કરીશ? મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


તેઓ ભૂમિની સપાટી એવી ઢાંકી દેશે કે જમીન બિલકુલ દેખાશે નહિ. કરાની આફતમાંથી જે કંઈ તમારે માટે બચી ગયું છે તે પણ તીડો ખાઈ જશે. વળી, તમારે માટે ખેતરમાં ઊગેલાં બધાં વૃક્ષો તેઓ ખાઈ જશે.


અને મેં તને મારા પુત્રને મારી સેવાભક્તિ કરવા જવા દેવા કહ્યું; પણ તેં તેને જવા દેવાનો ઇનકાર કર્યો છે. તેથી હું તારા જયેષ્ઠપુત્રને મારી નાખીશ.”


ત્યારપછી મોશે અને આરોને ફેરો પાસે જઈને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યાહવે આ પ્રમાણે કહે છે: ‘મારા લોકોને મારા માનાર્થે રણપ્રદેશમાં પર્વ પાળવા જવા દે.”


ફેરોએ કહ્યું, “આવતી કાલે.” મોશેએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે હું કાલે વિનંતી કરીશ; જેથી તમે જાણો કે અમારા ઈશ્વર પ્રભુ જેવો કોઈ છે જ નહિ.


આ રીતે મારા લોકો અને તારા લોકો વચ્ચે હું ભેદ રાખીશ. આવતી કાલે આ ચમત્કાર થશે.”


તેથી આવતી કાલે આ જ સમયે હું એવા ભારે કરા વરસાવીશ કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી અત્યાર સુધી એવા કરા ક્યારેય પડયા ન હોય.


મેં પ્રભુએ એ સજા માટે આવતી કાલનો સમય નક્કી કર્યો છે.”


તીડોને કોઈ રાજા હોતો નથી, છતાં તેઓ ક્તારબદ્ધ ચાલે છે.


તીડોનાં ટોળાં તમારો પાક ખાઈ ગયાં તે વર્ષોમાં તમે જે ગુમાવ્યું હતું તે હું તમને પાછું આપીશ. તમારી વિરુદ્ધ મેં જ એ સૈન્યને મોકલ્યું હતું.


“તમે ખેતરમાં પુષ્કળ બી વાવશો, પણ થોડીક ફસલ લણશો. કારણ, તીડો તમારો પાક ખાઈ જશે.


તે ધૂમાડામાંથી પૃથ્વી પર તીડો ઊતરી આવ્યાં અને તેમને વીંછીના જેવી ડંખ મારવાની શક્તિ આપવામાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan