Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પણ તેમના વંશજ ઇઝરાયલીઓ સફળ થઈને વૃદ્ધિ પામ્યા અને સંખ્યામાં અને શક્તિમાં એટલા તો વધી ગયા કે તેમનાથી આખો ઇજિપ્ત દેશ ભરપૂર થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને ઇઝરાયલપુત્રો સફળ થઈને ઘણાં જ વધ્યા, ને વિસ્તાર પામીને અતિ સમર્થ થયા; અને તેઓથી દેશ ભરપૂર થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછીની પેઢીના ઇઝરાયલીઓ સફળ થયા અને સંખ્યામાં ઘણા પ્રમાણમાં વધ્યા અને બળવાન થયા; તેઓની વસ્તીથી દેશ ભરચક થઈ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ ઇસ્રાએલની વસ્તીમાં અનહદ વધારો થતો જ રહ્યો. તેઓની સંખ્યા પુષ્કળ વધી અને તેઓ એટલા બધા શક્તિશાળી બન્યા કે સમગ્ર દેશમાં તેઓ છવાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:7
29 Iomraidhean Croise  

પછી ઈશ્વરે કહ્યું, “પાણી અસંખ્ય જળચરોથી ભરપૂર થાઓ અને પૃથ્વી પર આકાશમાં પક્ષીઓ ઊડો.” એટલે તે પ્રમાણે થયું.


ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં બધાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”


હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


હું પૃથ્વીની રજકણો જેટલાં તારા વંશજો વધારીશ. જો કોઈ પૃથ્વીની રજકણો ગણી શકે તો તારા વંશજોની પણ ગણતરી કરી શકે!


પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.”


હું તેને આશિષ આપીશ અને તેને પેટે તને એક પુત્ર થશે. હું તેને સાચે જ આશિષ આપીશ અને તે પ્રજાઓની માતા બનશે; તેના વંશજોમાંથી પ્રજાઓના રાજાઓ ઊભા થશે.”


હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


પછી તેણે ત્યાંથી દૂર જઈને બીજો કૂવો ખોદ્યો ત્યારે તેને માટે તેમણે ઝઘડો ન કર્યો એટલે તેણે તેનું નામ રહોબોથ (વિશાળ જગ્યા)પાડયું, અને કહ્યું, “પ્રભુએ અમને વિશાળ જગ્યા આપી છે અને આ પ્રદેશમાં અમને સફળતા મળશે.”


હું તારા વંશજોને આકાશના તારા જેટલા વધારીશ અને આ બધો પ્રદેશ તારા વંશજોને આપીશ અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓને આશિષ પ્રાપ્ત થશે.


પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે.


પછી ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સંતતિવાળો થા અને તારો વંશ વૃદ્ધિ પામો. તારામાંથી પ્રજા અને પ્રજાઓનો સમુદાય ઊતરી આવશે અને તારા વંશમાં રાજાઓ પાકશે.


ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું. ઇજિપ્તમાં જતાં ગભરાઈશ નહિ. કારણ, તારામાંથી હું ત્યાં એક મોટી પ્રજાનું નિર્માણ કરીશ.


ઇઝરાયલીઓ ઇજિપ્તના ગોશેન પ્રદેશમાં રહેવા લાગ્યા અને તેમણે ત્યાં માલમિલક્ત સંપાદન કરી. તેઓ ખૂબ વૃદ્ધિ પામ્યા અને તેમની સંખ્યા ખૂબ મોટી થઈ.


તે આ છોકરાઓને આશિષ આપો. વળી, તેઓ મારે નામે તથા મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાકને નામે ઓળખાઓ અને પૃથ્વી પર તેમનો વંશ પુષ્કળ વૃદ્ધિ પામો.”


મને કહ્યું હતું કે, ‘જો હું તારો વંશવેલો વધારીશ, તારાં સંતાનોની વૃદ્ધિ કરીશ અને તારામાંથી પ્રજાઓનાં જૂથ ઊભાં કરીશ. તારા પછી તારા વંશજોને હું આ કનાન દેશ આપીશ.’


ઈશ્વરે નૂહ અને તેના પુત્રોને આશિષ આપતાં કહ્યું, “વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.


તમે તેમને આકાશના તારાઓ જેટલાં સંતાન આપ્યાં, અને જે દેશ તેમના પૂર્વજોને આપવાનું તમે વચન આપ્યું હતું તે પ્રમાણે તમે તેમને આ દેશ જીતી લેવા દઈ તેમાં તેમને વસાવ્યા છે.


પ્રભુએ પોતાના લોકને પુષ્કળ સંતાનો બક્ષ્યાં અને તેમના શત્રુઓ કરતાં તેમને બળવાન બનાવ્યા.


ઈશ્વરની આશિષથી તેમની સંતતિમાં ખૂબ વૃદ્ધિ થાય છે. વળી, તે તેમના પશુધનને પણ ઘટવા દેતા નથી.


પણ જેમ જેમ તેમના પર જુલમ વધતો ગયો તેમ તેમ તેમની વસ્તી વધતી ગઈ અને દેશમાં વિશેષ પ્રમાણમાં ફેલાતા રહ્યા.


ઇઝરાયલી લોકો રામસેસથી સુક્કોથ જવા પગપાળા ચાલી નીકળ્યા. સ્ત્રીઓ અને બાળકો સિવાય તેઓ આશરે છ લાખ પુરુષો હતા.


તમે આ દેશમાં તમારા લોકોને તેમના કામમાંથી વિસામો અપાવા માગો છો?”


ખેતરમાં ઊગી નીકળતા છોડની જેમ મેં તને ઉછેરી. તું પુખ્ત બની અને તારી યૌવનાવસ્થા ખીલી ઊઠી, તારાં સ્તન પણ વિકસ્યાં ને તારા વાળ ઊગ્યા, તેમ છતાં હજી તું તો સાવ નાગી ઉઘાડી હતી.


આ ઇઝરાયલી લોકોના ઈશ્વરે અમારા પૂર્વજોને પસંદ કર્યા. ઇઝરાયલી લોકો ઇજિપ્ત દેશમાં પરદેશીઓ તરીકે રહેતા હતા, ત્યારે તેમને વિશાળ પ્રજા બનાવી. ઈશ્વરે પોતાના મહાન પરાક્રમથી તેમને ઇજિપ્તની ગુલામીમાંથી મુક્ત કર્યા.


તમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા ત્યારે તેઓ માત્ર સિત્તેર જણ હતાં, પરંતુ તમારા ઈશ્વર પ્રભુએ તમને આકાશના તારા જેટલા અસંખ્ય બનાવ્યા છે.


તે વખતે તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારો પૂર્વજ મૃત્યુને આરે આવેલો એક અતિ વૃધ અરામી હતો. તે તેના કુટુંબને લઈને ઇજિપ્ત દેશમાં ગયો અને ત્યાં તેમણે વસવાટ કર્યો. તેઓ ત્યાં ગયા ત્યારે સંખ્યામાં જૂજ હતા. પરંતુ તેઓ એક મહાન, બળવાન અને સંખ્યાવાન પ્રજા બન્યા.


Lean sinn:

Sanasan


Sanasan