Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:20 - પવિત્ર બાઇબલ C.L.

20-21 તેથી ઈશ્વરે દાયણોનું ભલું કર્યું. વળી, દાયણો ઈશ્વરનો ડર રાખનારી હોવાથી ઈશ્વરે તેમનાં કુટુંબોને પણ સ્થાપિત કર્યાં. ઇઝરાયલીઓ વસ્તી અને શક્તિમાં વધતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 એ માટે ઈશ્વરે દાયણોનું ભલું કર્યું, અને લોક વધીને ઘણા સમર્થ થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી ઈશ્વરે એ દાયણો પર કૃપા દર્શાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તેથી દેવે એ દાયણોનું ભલું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:20
17 Iomraidhean Croise  

કારણ, જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમના ભક્તો પર તેમનો પ્રેમ અગાધ છે.


તે પોતાના ભક્તોને ખોરાક પૂરો પાડે છે; તે પોતાના કરારને સદા યાદ રાખે છે.


તે પોતાના ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે, તે તેમની અરજ સાંભળે છે ને તેમને ઉગારે છે.


હે ઈશ્વર, તમે મારી માનતાઓ સાંભળી છે; તમારા ભક્તોને મળતો વારસો તમે મને આપ્યો છે.


આપણા દેશમાં ઈશ્વરનું ગૌરવ વાસ કરે તે માટે તે તેમના સંતોનો ઉદ્ધાર કરવા તેમની નિકટ છે.


પણ જેમ જેમ તેમના પર જુલમ વધતો ગયો તેમ તેમ તેમની વસ્તી વધતી ગઈ અને દેશમાં વિશેષ પ્રમાણમાં ફેલાતા રહ્યા.


દાયણોએ ફેરોને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ ઇજિપ્તી સ્ત્રીઓ જેવી નથી, તેઓ એવી ખડતલ હોય છે કે દાયણો તેમની પાસે પહોંચે તે પહેલાં જ તેઓ બાળકને જન્મ આપી દે છે.”


પણ તેમના વંશજ ઇઝરાયલીઓ સફળ થઈને વૃદ્ધિ પામ્યા અને સંખ્યામાં અને શક્તિમાં એટલા તો વધી ગયા કે તેમનાથી આખો ઇજિપ્ત દેશ ભરપૂર થઈ ગયો.


દુષ્ટોની કમાણી ઠગારી નીવડે છે, પણ નેકી વાવનારને ઉત્તમ પુરષ્કાર મળે છે.


કંગાલોને ઉદારતાથી આપવું તે ઈશ્વરને ઉછીનું આપવા સમાન છે; પ્રભુ એ ઋણ પૂરેપૂરું પાછું ચૂકવી આપશે.


અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે.


ન્યાયપૂર્વક વર્તનારાઓને ધન્ય છે, તેમનું કલ્યાણ થશે. તેઓ પોતાનાં કર્મોનું પ્રતિફળ માણશે.


હું તમને સાચે જ કહું છું: જે કોઈ આ મારા શિષ્યોમાંના સૌથી નાનાને પણ મારા શિષ્ય તરીકે ઠંડા પાણીનો પ્યાલો આપશે, તો તેને તેનો બદલો મળ્યા વગર રહેશે નહિ.


રાજા વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારે માટે કર્યું.’


જેઓ તેમની બીક રાખે છે તેમના પર તેઓ પેઢી દરપેઢી સુધી દયા દર્શાવે છે.


તમે જે કાર્યો કર્યાં અથવા તમારા સાથી ખ્રિસ્તીઓને જે મદદ તમે કરી અને હજી પણ કરી રહ્યા છો તે દ્વારા જે પ્રેમ ઈશ્વર તરફ તમે બતાવ્યો તે તે ભૂલી જશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan