Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:17 - પવિત્ર બાઇબલ C.L.

17 પણ આ દાયણો ઈશ્વરનો ડર રાખનારી હતી; તેથી ઇજિપ્તના રાજાની આજ્ઞા પ્રમાણે ન કરતાં છોકરાઓને જીવતા રહેવા દેતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ તે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી, ને મિસરના રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પરંતુ આ દાયણો ઈશ્વરની બીક રાખનારી અને વિશ્વાસુ હતી, એટલે તેઓએ મિસરના રાજાની આજ્ઞા માની નહિ અને છોકરાઓને જીવતા રહેવા દીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પરંતુ દાયણો દેવથી ડરીને ચાલનારી અને દેવમાં વિશ્વાસ કરતી હતી, એટલે તેણે મિસરના રાજાની આજ્ઞાનું પાલન ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:17
22 Iomraidhean Croise  

અબ્રાહામે કહ્યું, “મને થયું કે આ દેશમાં ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે આ લોકો મને મારી નાખશે.


ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો.


પણ રાજાએ યોઆબ અને તેના સેનાધિકારીઓને તેના હુકમને આધીન થવા જણાવ્યું. તેઓ તેની પાસેથી ગયા અને તેમણે ઇઝરાયલના લોકોની ગણતરી કરવી પડી.


મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી.


ત્યારે રાજદરબારના અધિકારીઓએ મોર્દખાય શા માટે રાજાનો હુકમ માનતો નથી તેની પૂછપરછ કરી.


તમારા ભક્તો માટે તમારી ભલાઈનો ભર્યોભાદર્યો ભંડાર કેવો અખૂટ છે! લોકોના દેખતાં તમારો આશ્રય મેળવનાર સૌના પ્રત્યે તમે ભલાઈ દાખવો છો.


તેથી ઇજિપ્તના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું કેમ કર્યું છે? તમે છોકરાઓને જીવતા કેમ રહેવા દીધા છે?”


પ્રભુના પ્રેમ અને વિશ્વાસુપણાને આધારે પાપનું પ્રાયશ્ર્વિત થાય છે, અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી માણસ ભૂંડાઈથી બચી જાય છે.


ભૂંડાઈ પ્રત્યે ધિક્કાર એ જ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર છે; હું અહંકાર, તુમાખી, દુરાચરણ તથા કપટી વાણીને ધિક્કારું છું.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે.


ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદિયામાંથી લાવવામાં આવેલ કેદીઓમાંનો દાનિયેલ આપને માન આપતો નથી અને આપના ફરમાનને આધીન થતો નથી. તે દિવસમાં ત્રણવાર નિયમિત રીતે તેના ઈશ્વરની પ્રાર્થના કરે છે.”


એફ્રાઈમે જુલમ વેઠયો છે, પોતાના હક્કની જમીન તેણે ગુમાવી છે. કારણ, જેમની પાસે મદદની અપેક્ષા રાખી શકાય નહિ તેમની મદદ લેવા તે દુરાગ્રહપૂર્વક ગયો છે.


તમે ઓમ્રી રાજા અને તેના પુત્ર આહાબના કુટુંબના દુષ્ટ વિધિઓને અનુસર્યા છો. તમે તેમની પ્રણાલિકાઓ ચાલુ રાખી છે અને તેથી હું તમને વેરાન કરીશ. સૌ તમારો તિરસ્કાર કરશે અને તમે મારા લોક હોવાને લીધે તેઓ તમારા પ્રત્યે ઘૃણાજનક વર્તાવ કરશે.”


જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.


તમારે કોનાથી ડરવું તે હું તમને બતાવું છું: મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાની જેમને સત્તા છે તે ઈશ્વરથી ડરો. હું તમને કહું છું કે, માત્ર તેમનાથી ડરો!


પિતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, “અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસોને નહિ.


પછી પોતાની પાસે ઊભેલા સંરક્ષકોને તેણે કહ્યું, “પ્રભુના યજ્ઞકારોને મારી નાખો. તેઓ દાવિદની સાથે કાવતરામાં જોડાયા અને તે નાસી ગયો ત્યારે તેઓ તે બધું જાણતા હોવા છતાં મને કહ્યું નહિ.” પણ સંરક્ષકો પ્રભુના યજ્ઞકારોને મારી નાખવા પોતાનો હાથ ઉપાડવા તૈયાર ન થયા.


Lean sinn:

Sanasan


Sanasan