Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:14 - પવિત્ર બાઇબલ C.L.

14 ચૂનાના, ઈંટો પાડવાના તથા ખેતરનાં બધા પ્રકારનાં કામમાં તેમણે તેમની પાસે સખત વેઠ કરાવીને તેમની જિંદગી કષ્ટમય બનાવી દીધી. તેઓ બધાં જ કામો તેમની પાસે સખતાઈથી કરાવતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને ચૂનો તથા ઈંટો પાડવાના કામમાં તથા ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરવામાં તેમની પાસે સખત ચાકરી કરાવીને તેઓએ તેમની જિંદગી કષ્ટમય કરી. તેમની પાસે જે જે ચાકરી તેઓ કરાવતા હતા તે બધી સખત વેઠ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેઓની પાસે જાતજાતની મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો તૈયાર કરવાની તથા ખેતરોમાં ખેડવાથી માંડીને લણણી સુધીની મહેનતનાં કામો કરાવીને તેઓનું જીવન અસહ્ય બનાવી દીઘું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેમની પાસે બધીજ જાતની કાળી મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો પાડવાના તથા ખેતરમાં બધીજ જાતનાં સખત કામો કરાવીને તેમનું જીવન અસહ્ય બનાવી દીઘું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:14
30 Iomraidhean Croise  

પછી પ્રભુએ અબ્રામને કહ્યું, “તું ખાતરીપૂર્વક જાણી લે કે તારા વંશજો પરદેશમાં ભટકશે, ચારસો વર્ષ સુધી તેઓ ગુલામી ભોગવશે અને તેમના પર અત્યાચારો થશે;


એમ તે યુવાનોની સલાહને અનુસર્યો. તેણે કહ્યું, “મારા પિતાએ તમારા પર ભારે બોજ મૂ્ક્યો હતો, પણ હું એના કરતાં વધારે ભારે બોજ મૂકીશ. તે તમને કોરડાથી મારતા હતા. પણ હું તમને ચાબુકથી ફટકારીશ.”


‘શત્રુઓએ બાળપણથી જ મારા પર અત્યંત જુલમ કર્યો છે,’ એમ ઇઝરાયેલના લોક કહો;


તમારામાંના જેઓ ઘેટાં સાચવવા ઘેટાંના વાડામાં રહ્યા હતા, તે તમને ય ચાંદીના ઢાળવાળી કબૂતરોની પ્રતિમાઓ મળી, જેમની પાંખો શુદ્ધ સુવર્ણથી ચમક્તી હતી.


“મેં તમારા ખભા પરથી બોજ ઉતાર્યો અને તમારા હાથ ટોપલા ઊંચકવાથી છૂટા કર્યા.”


તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી તેમના પર અત્યાચાર ગુજારાવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નીમ્યા. ઇઝરાયલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ બે પુરવઠાનગરો બાંધ્યાં.


ઇજિપ્તીઓને ઇઝરાયલીઓનો ભય લાગ્યો. તેથી તેમણે ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી.


ઇજિપ્તના રાજાએ શિફ્રા અને પુઆ નામે બે હિબ્રૂ દાયણોને આજ્ઞા આપતાં કહ્યું,


ઘણાં વરસો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા.


“તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું.


મોશેએ એ બધું ઇઝરાયલીઓને કહ્યું, પણ નિર્દય ગુલામીને લીધે તેમનાં મન ભાંગી પડયાં હતાં. તેથી તેમણે તેનું સાંભળ્યું નહિ.


લાચાર પ્રજા પર શાસન ચલાવતો દુષ્ટ રાજા ગર્જતા સિંહ જેવો અથવા શિકારની શોધમાં ભમતા રીંછ જેવો છે.


તેથી સર્વસમર્થ પ્રભુ કહે છે, “હે સિયોનમાં વસનારા મારા લોક, જો કે આશ્શૂરીઓ તમારા પર ઇજિપ્તીઓની માફક જુલમ ગુજારે તો પણ તમે તેમનાથી ગભરાશો નહિ.


‘જમીન પર ઊંધા મોંએ સૂઈ જાઓ કે અમે તમારા પર ચાલીએ, એવું તમારા જુલમગારો તમને કહેતા. તમારી પીઠ પણ ભૂમિ જેવી અથવા ચાલવાની શેરી જેવી થઈ પડી હતી. હું પેલો કોપનો પ્યાલો તમારા એ જુલમગારોના હાથમાં મૂકીશ.


હવે અહીં બેબિલોનના સંબંધમાં પણ એવું જ બન્યું છે. કારણ, મારા લોકને વિનામૂલ્યે બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે અને તેમના ઉપરી અમલદારો તેમની ઠેકડી ઉડાવે છે. મારું નામ આખો દિવસ સતત નિંદાય છે.


“હું તો આવો ઉપવાસ પસંદ કરું છું: જોરજુલમનાં બંધનો તોડી નાખો, અન્યાયની ઝૂંસરીનાં દોરડાં છોડી નાખો, બોજથી દબાયેલાંઓને મુક્ત કરો, દમનની બધી ઝૂંસરીઓ ભાંગી નાખો.


તેની પાસે કડકાઈથી ગુલામની જેમ વેઠ કરાવશો નહિ, પરંતુ તમારા ઈશ્વરની બીક રાખો.


તમે તેમને તમારા વંશજોને વારસામાં આપી શકો અને જીવનપર્યંત તેઓ તેમની સેવા કરે. પરંતુ તમારે તમારા સાથી ઇઝરાયલી પાસે ગુલામના જેવી વેઠ કરાવવાની નથી.


તે વાર્ષિક ધોરણે રાખેલ વેતનીય મજૂર જેવો ગણાય. તેનો માલિક તેની પાસેથી કડકાઈથી કામ ન લે તે તમારે જોવું.


તમે મારા લોકનો ભક્ષ કરો છો: તેમની ચામડી ઉતરડીને, હાડકાં ભાંગીને અને ટુકડા કરીને તમે તેમને માંસની જેમ બાફવા તૈયાર કરો છો.


ઘેરા માટે પાણી ભર અને તારા કિલ્લાઓ સંગીન બનાવ. ઈંટો પાડવા ગારો ગૂંદ અને બીબાં તૈયાર કર.


કેવી રીતે અમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા અને ત્યાં લાંબો સમય રહ્યા તે તમે જાણો છો. ઇજિપ્તના લોકોએ અમારા પૂર્વજોને અને અમને પુષ્કળ દુ:ખ દીધું.


તેણે આપણા લોકો સાથે કપટ કર્યું અને આપણા પૂર્વજો પ્રત્યે ક્રૂરતા દાખવી. તેમનાં બાળકો મૃત્યુ પામે તે માટે તેણે તેમને ઘર બહાર નાખી દેવા બળજબરી કરી.


ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર પડતું પારાવાર દુ:ખ મેં જોયું તથા સાંભળ્યું છે. મેં તેમના નિસાસા સાંભળ્યા છે, અને હું તેમને બચાવવા નીચે ઊતરી આવ્યો છું. તો ચાલ, હું હવે તને ઇજિપ્તમાં મોકલીશ.’


તેથી ઇજિપ્તના લોકોએ અમારા પર જુલમ કર્યો, અમને ખૂબ કષ્ટ દીધું અને અમારી પાસે સખત મજૂરી કરાવી.


પરંતુ પ્રભુએ તો તમને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા છે; જેથી તમે આજે છો તેમ તેમના પોતાના લોક તરીકે તેમનો વારસો બનો.


ત્યારે નાઓમીએ તેમને કહ્યું, “મને નાઓમી (મીઠી) એટલે સુખી કહીને ન બોલાવશો, મને તો ‘મારા’ (કડવી) એટલે દુ:ખી કહો; કારણ, સર્વસમર્થ ઈશ્વરે મારા પ્રત્યે કઠોર વર્તન દાખવ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan