Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી તેમના પર અત્યાચાર ગુજારાવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નીમ્યા. ઇઝરાયલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ બે પુરવઠાનગરો બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માટે તેઓને માથે બોજ નાખીને તેઓને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને દુ:ખ દેવા માટે તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂકયા. અને તેઓએ ફારુનને માટે પીથોમ તથા રામસેસ નગરો વખારોને માટે બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેથી મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત મજૂરી કરાવીને તેઓને પીડા આપવા માટે તેઓના ઉપર મુકાદમો નીમ્યા. તેઓની જબરજસ્તી વેઠીને ઇઝરાયલીઓએ ફારુનને માટે પીથોમ અને રામસેસ નગરો તથા પુરવઠા કેન્દ્રો બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 એટલા માંટે તેમણે મજૂરી કરાવીને ઇસ્રાએલીઓને દબાવવા માંટે તેમના ઉપર મુકાદમો નીમ્યા. આ રીતે ઇસ્રાએલીઓએ ફારુનને માંટે પીથોમ અને રામસેસ નગરો વખારો માંટે બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:11
21 Iomraidhean Croise  

પછી પ્રભુએ અબ્રામને કહ્યું, “તું ખાતરીપૂર્વક જાણી લે કે તારા વંશજો પરદેશમાં ભટકશે, ચારસો વર્ષ સુધી તેઓ ગુલામી ભોગવશે અને તેમના પર અત્યાચારો થશે;


યોસેફે પોતાના પિતાને તથા ભાઈઓને ફેરોની આજ્ઞા અનુસાર ઇજિપ્ત દેશની સૌથી ઉત્તમ જગ્યા એટલે રામસેસમાં વસાવ્યા.


તેમ જ પોતાનાં સર્વ પૂરવઠા નગરો, ઘોડાઓ અને રથો રાખવાનાં નગરો, યરુશાલેમ, લબાનોન, તથા પોતાના રાજ્યમાં તેણે બાંધવા ધારેલાં બધાં બાંધકામ કરાવ્યાં.


બેનહદાદે આસાની દરખાસ્ત માન્ય રાખી અને પોતાના લશ્કરી અધિકારીઓ અને સૈન્યને ઇઝરાયલનાં નગરો પર આક્રમણ કરવા મોકલ્યા. તેમણે આયોન, દાન, આબેલ-બેથ-માખા અને પુરવઠા સંગ્રહ માટેનાં નાફતાલીનાં બધાં નગરો કબજે કર્યાં.


અને વેરાનપ્રદેશમાં તદમોર નગરને કિલ્લેબંધીવાળું બનાવ્યું. તેણે હમાથનાં ભંડારવાળાં નગરો પણ ફરીથી બાંધ્યાં.


તેઓ એક દેશમાંથી બીજા દેશમાં તથા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્તા હતા.


‘શત્રુઓએ બાળપણથી જ મારા પર અત્યંત જુલમ કર્યો છે,’ એમ ઇઝરાયેલના લોક કહો;


‘શત્રુઓએ બાળપણથી મારા પર અત્યંત જુલમ કર્યો છે, છતાં તેઓ મને નષ્ટ કરી શક્યા નથી.


તમારામાંના જેઓ ઘેટાં સાચવવા ઘેટાંના વાડામાં રહ્યા હતા, તે તમને ય ચાંદીના ઢાળવાળી કબૂતરોની પ્રતિમાઓ મળી, જેમની પાંખો શુદ્ધ સુવર્ણથી ચમક્તી હતી.


“મેં તમારા ખભા પરથી બોજ ઉતાર્યો અને તમારા હાથ ટોપલા ઊંચકવાથી છૂટા કર્યા.”


ચૂનાના, ઈંટો પાડવાના તથા ખેતરનાં બધા પ્રકારનાં કામમાં તેમણે તેમની પાસે સખત વેઠ કરાવીને તેમની જિંદગી કષ્ટમય બનાવી દીધી. તેઓ બધાં જ કામો તેમની પાસે સખતાઈથી કરાવતા.


મોશે મોટો થયો. ત્યારે એકવાર પોતાના લોકોને મળવા તેમની પાસે ગયો. ત્યાં તેણે તેમના પર જુલમ થતો જોયો. તેણે એક ઇજિપ્તીને પોતાના હિબ્રૂ જાતભાઈને મારી નાખતાં પણ જોયો.


પછી પ્રભુએ કહ્યું, “મેં ઇજિપ્તમાંના મારા લોકની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે.


તેથી લોકોના ઇજિપ્તી મુકાદમો તથા ઇઝરાયલી ઉપરીઓએ ત્યાંથી જઈને લોકોને કહ્યું, “ફેરો આ પ્રમાણે કહે છે, ‘હું તમને પરાળ આપીશ નહિ.


ત્યારે ઇઝરાયલી ઉપરીઓએ ફેરો સમક્ષ જઈને અરજ કરતાં કહ્યું, “નામદાર, તમે તમારા સેવકો સાથે આવી રીતે કેમ વર્ત્યા છો?


છતાં આજ દિવસ સુધી તેઓ અગાઉ જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો; તેની સંખ્યામાં ઘટાડો કરશો નહિ. કારણ, તેઓ આળસુ છે અને એટલા જ માટે તેઓ પોતાના ઈશ્વર સમક્ષ યજ્ઞ કરવા જવા દેવાની મને વિનંતી કર્યા કરે છે.


ક્રોધ નિર્દય અને રોષ ભયાનક હોય છે, પણ ઈર્ષા આગળ કોણ ટકી શકે?


કેવી રીતે અમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા અને ત્યાં લાંબો સમય રહ્યા તે તમે જાણો છો. ઇજિપ્તના લોકોએ અમારા પૂર્વજોને અને અમને પુષ્કળ દુ:ખ દીધું.


તેથી ઇજિપ્તના લોકોએ અમારા પર જુલમ કર્યો, અમને ખૂબ કષ્ટ દીધું અને અમારી પાસે સખત મજૂરી કરાવી.


Lean sinn:

Sanasan


Sanasan