Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:28 - પવિત્ર બાઇબલ C.L.

28 ભાવિ પ્રત્યેક પેઢીનાં યહૂદી કુટુંબોએ બધા પ્રાંત અને નગરમાં આ પૂરીમનું પર્વ પાળવું. આ પર્વ કદી ભુલાઈ કે વીસરાઈ જવું ન જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 એ દિવસોને, વંશપરંપરા, દરેક કુટુંબમાં, દરેક પ્રાંતમાં, તથા દરેક નગરમાં, યાદ રાખીને પાળવા. એ પૂરીમના દિવસો યહૂદીઓમાંથી વીસરાઈ ન જાય, અને તેઓના વંશજોમાંથી તેઓનું વિસ્મરણ ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 એ દિવસોને વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં, પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં ઊજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઊજવવાનું બંધ ન થાય. અને તેઓના વંશજોમાંથી તેઓનો નાશ તથા વિસ્મરણ ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 એ દિવસોને, વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં ઉજવવાના હતાં, તેઓએ પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં તેને ઉજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઉજવવાનું બંધ ન થાય, અને તેઓના વંશજોએ કદી તે ભૂલવું જોઇએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:28
9 Iomraidhean Croise  

તેમણે આવો ઠરાવ કર્યો: “હવે પછી સર્વ યહૂદીઓએ, તેમના વંશજોએ અને યહૂદી ધર્મ સ્વીકારનાર સૌ કોઈએ દર વરસે આ બે દિવસો દરમ્યાન મોર્દખાયની સૂચના પ્રમાણે પૂરીમનું પર્વ ઊજવવું.


મોર્દખાયે પૂરીમ વિષે પત્ર લખ્યો ત્યારે તેની સાથે સાથે અબિહાઈલની પુત્રી એસ્તેર રાણીએ પણ પોતાની સત્તાથી પૂરીમ વિષે બીજો પત્ર લખ્યો.


હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર અને તેમનાં સર્વ ઉપકારક કાર્યો તું ભૂલી ન જા.


એક પેઢી બીજી પેઢી સમક્ષ તમારાં અદ્‍ભુત કાર્યોની પ્રશંસા કરશે, અને તમારા પરાક્રમનાં કાર્યોને પ્રસિદ્ધ કરશે.


“તમારે ખમીરરહિત રોટલીનું પર્વ પાળવું કારણ, આ જ દિવસે હું તમારાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. તેથી તમારે કાયમી વિધિ તરીકે આ દિવસને વંશપરંપરાના પર્વ તરીકે ઊજવવો.


હેલ્દાય, ટોલિયા, યદાયા અને સફાન્યાના પુત્ર યોશિયાના માનમાં એ મુગટ પ્રભુના મદિરમાં સ્મારક બની રહેશે.”


ત્યારે તમે તેમને કહેજો કે પ્રભુની કરારપેટીએ યર્દન નદી પાર કરી ત્યારે નદીનું વહેણ કપાઈ ગયું. આમ, એ પથ્થરો અહીં બનેલા આ બનાવની ઇઝરાયલી લોકોને સદા યાદ આપશે.”


Lean sinn:

Sanasan


Sanasan