Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:27 - પવિત્ર બાઇબલ C.L.

27 તેમણે આવો ઠરાવ કર્યો: “હવે પછી સર્વ યહૂદીઓએ, તેમના વંશજોએ અને યહૂદી ધર્મ સ્વીકારનાર સૌ કોઈએ દર વરસે આ બે દિવસો દરમ્યાન મોર્દખાયની સૂચના પ્રમાણે પૂરીમનું પર્વ ઊજવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 તેને લીધે યહૂદીઓએ ઠરાવ કરીને પોતાને માટે, પોતાનાં સંતાનોને માટે તથા પોતાની સાથે ભળી ગયેલા સર્વ જનોને માટે એવી અડગ પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે, એ બે દિવસોએ, લેખ પ્રમાણે તથા ઠરાવેલા વખત પ્રમાણે અમારે [તહેવાર] પાળવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેને લીધે યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો લેખ પ્રમાણે ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 યહૂદીઓએ પોતાના તરફથી, પોતાના વંશજો તરફથી અને યહૂદીધર્મ પાળનારાઓ તરફથી પ્રતિવર્ષ આ બે દિવસો ચૂક્યા વગર ઠરાવેલ સમયે અને મોર્દખાયની સૂચના મુજબ અચૂક ઊજવવાનું માન્ય રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:27
18 Iomraidhean Croise  

પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક શહેર જ્યાં જ્યાં રાજાના હુકમની જાહેરાત થઈ ત્યાં ત્યાં યહૂદીઓ આનંદવિભોર થઈ ગયા. તેઓ ખાનપાનમાં ઉત્સવ મનાવવા લાગ્યા. વાસ્તવમાં, કેટલાક લોકો તો બીકના માર્યા યહૂદી થઈ ગયા.


મોર્દખાયે આ બનાવોની નોંધ કરાવી લીધી. વળી, તેણે અહાશ્વેરોશના રાજ્યમાં દૂર કે નજીક વસતા બધા યહૂદીઓ પર પત્રો પાઠવ્યા.


તેણે જણાવ્યું, “દર વરસે અદાર માસની ચૌદમી અને પંદરમી તારીખે તહેવાર ઊજવવો.


ભાવિ પ્રત્યેક પેઢીનાં યહૂદી કુટુંબોએ બધા પ્રાંત અને નગરમાં આ પૂરીમનું પર્વ પાળવું. આ પર્વ કદી ભુલાઈ કે વીસરાઈ જવું ન જોઈએ.”


જેથી તે નવી પેઢી ઈશ્વર પર ભરોસો રાખે, અને તેમનાં મહાન કાર્યો વીસરી ન જાય, પરંતુ સદા તેમની આજ્ઞાઓ પાળે.


એ પ્રજાઓના લોકો કહેશે, “ચાલો, આપણે પ્રભુના પર્વત પર, યાકોબના ઈશ્વરના મંદિરમાં ચડી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, અને આપણે તેમના માર્ગમાં ચાલીશું, કારણ, પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી ફેલાશે, અને યરુશાલેમમાંથી પ્રભુ લોકોને સંદેશ પાઠવશે.”


પ્રભુના સંબંધમાં આવેલા પરદેશીએ ‘પ્રભુ મને પોતાના લોકની સાથે ભજન કરવા નહિ દે’ એમ બોલવું નહિ. અરે, ‘હું તો સુકાઈ ગયેલા વૃક્ષ સમાન નપુંસક છું.’ એમ વ્યંડળોએ કહેવાની જરૂર નથી.


વળી, પ્રભુને સેવાર્થે સમર્પિત થયેલા, પ્રભુના નામ પર પ્રેમ કરનારા, તેમની ઉપાસના કરનારા, સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેનું પાલન કરનારા અને તેમના કરારને વળગી રહેનારા પરદેશીઓ વિષે પ્રભુ કહે છે:


ત્યારે તને તારાં આચરણ યાદ આવશે અને જ્યારે તું તારી મોટી અને નાની બહેનને પાછી અપનાવીશ ત્યારે તું શરમાશે. તારી સાથે કરેલા કરારનો ભાગ ન હોવા છતાં હું તારી બહેનોને તારી પુત્રીઓના રૂપમાં તને પાછી મેળવી આપીશ.


તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.


એ દિવસોમાં દસ વિદેશીઓ એક યહૂદી પાસે આવીને તેના ઝભ્ભાની કોરને પકડીને કહેશે, ‘અમે તારા ભાવિમાં ભાગીદાર થવા માગીએ છીએ. કારણ, અમે સાંભળ્યું છે કે પ્રભુ તમારી સાથે છે.”


તમે જેઓ ઇઝરાયલી સમાજના છો તેમને માટે અને તમારી મધ્યે વસતા પરદેશીને માટે હરહમેંશ આ જ નિયમો બંધનર્ક્તા છે; પ્રભુની દૃષ્ટિમાં તમે અને પરદેશી બંને સરખા જ છો.


પ્રભુએ એ કરાર માત્ર આપણા પૂર્વજો સાથે જ નહિ, પરંતુ આપણી સાથે, એટલે આપણે જેઓ આજે અહીં જીવતા છીએ તેમની સાથે પણ કર્યો હતો.


યહોશુઆએ ગિબ્યોનના લોકો સાથે મિત્રતાનો કરાર કર્યો અને તેમને જીવતા રહેવા દીધા. ઇઝરાયલી સમાજના આગેવાનોએ એ કરાર પાળવા સમય ખાધા.


ગિલ્યાદના યફતાની પુત્રીનાં વિલાપગીત ગાવા ઇઝરાયલી સ્ત્રીઓ દર વરસે ચાર દિવસ બહાર જાય.


દાવિદે એ નિર્ણય નિયમ તરીકે કર્યો અને ત્યારથી ઇઝરાયલમાં એ નિયમ પળાતો આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan