Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:22 - પવિત્ર બાઇબલ C.L.

22 આ દિવસોએ યહૂદીઓએ તેમના દુશ્મનોના સંબંધમાં રાહતનો દમ ખેંચ્યો અને આ જ માસમાં તેમનાં શોક અને દુ:ખ, આનંદ અને હર્ષમાં ફેરવાઈ ગયાં હતાં. આ દિવસોએ આનંદ-ઉજાણી કર તથા ગરીબોને અને એકબીજાને ભેટસોગાદો આપવી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત વળી હતી, અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો, તથા શોકને બદલે હર્ખનો, થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના તથા આનંદના, અને એકબીજા પર ભેટો મોકલવાના, અને દરિદ્રીને દાન આપવાના દિવસો ગણવા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેઓના શત્રુઓ તરફથી નિરાંત મળી હતી. અને તે મહિનો તેઓને માટે દુઃખને બદલે આનંદનો તથા શોકને બદલે હર્ષનો થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના, આનંદના, એકબીજાને ભેટ આપવાના તથા ગરીબોને દાન આપવાના દિવસો ગણવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 કારણ તે દિવસે યહૂદીઓએ પોતાના દુશ્મનોનો નાશ કર્યો હતો, અને તે મહિનામાં તેમનો શોક આનંદમા પલટાઇ ગયો હતો, અને તેમના દુ:ખના દિવસો આનંદના દિવસોમાં બદલાઇ ગયા હતાં, જેમાં એકબીજાને ભેટ આપવી અને ગરીબોને દાન આપવું.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:22
24 Iomraidhean Croise  

આથી કિલ્લેબંધી વિનાનાં નાનાં ગામડાંના યહૂદીઓ અદાર માસની ચૌદમી તારીખને આનંદ, ઉજાણી અને ભેટસોગાદ મોકલવાના તહેવાર તરીકે ઊજવે છે.


તેણે જણાવ્યું, “દર વરસે અદાર માસની ચૌદમી અને પંદરમી તારીખે તહેવાર ઊજવવો.


આથી યહૂદીઓ મોર્દખાયની સૂચનાઓ અનુસર્યા અને આ પર્વ દર વરસે ઊજવાતું રહ્યું.


હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર અને તેમનાં સર્વ ઉપકારક કાર્યો તું ભૂલી ન જા.


જેથી તેઓ વિધર્મી રાષ્ટ્રો પર બદલો વાળે; અને અન્ય પ્રજાઓને શિક્ષા કરે.


પછી તો તમે મને વિલાપને બદલે નૃત્ય આપ્યું; મારા ટાટનાં શોકવ ઉતારીને મને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે.


તેથી મારું સમસ્ત વ્યક્તિત્વ તમારી સ્તુતિ ગાશે અને મૌન રહેશે નહિ; હે મારા ઈશ્વર પ્રભુ, હું સદા સર્વદા તમને ધન્યવાદ આપીશ.


પરંતુ દુષ્ટોની તલવારો તેમનાં પોતાનાં જ હૃદયોને વીંધી નાખશે, અને તેમનાં ધનુષ્ય ભાંગી નાખવામાં આવશે.


હે ઇઝરાયલી પ્રજા, પ્રભુ તમને દુ:ખ, પીડા અને લદાયેલી વેઠમાંથી છુટકારો આપશે.


“ચોથા, પાંચમા, સાતમા અને દસમા મહિનાઓમાં કરવામાં આવતા ઉપવાસો યહૂદિયાના લોકો માટે આનંદ અને ઉલ્લાસનાં પર્વો બની રહેશે. શાંતિ અને સત્ય પર પ્રેમ કરો.”


શોક કરનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને સાંત્વન આપશે.


પણ તમારા થાળીવાટકાઓમાં જે છે તે ગરીબોને દાનમાં આપો એટલે બધું તમારે માટે સ્વચ્છ થઈ જશે.


તેમણે એટલું જ કહ્યું કે ગરીબોની જરૂરિયાતો લક્ષમાં રાખજો અને હું પણ એ માટે અથાગ પ્રયત્નો કરતો રહ્યો છું.


“જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમારા નગરમાં વસતો તમારો કોઈ ઇઝરાયલી ભાઇ તંગીમાં આવી પડયો હોય, તો કઠોર હૃદય રાખીને તેને મદદ કરવામાં તમારો હાથ પાછો રાખશો નહિ.


તે પર્વમાં તમારે તમારાં સંતાનો, તમારાં નોકરચાકરો તેમજ તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.”


તમારા ઈશ્વર પ્રભુના સન્માર્થે તેમણે પસંદ કરેલા એક સ્થાને સાત દિવસ સુધી તમારે તે પર્વ પાળવું. તમારા ઈશ્વર પ્રભુએ તમારી ઊપજમાં તથા તમારા હાથનાં સર્વ કાર્યોમાં આશીર્વાદ આપ્યો હોવાથી આનંદોત્સવ કરજો.


પૃથ્વીના લોકો આ બન્‍નેના મૃત્યુથી આનંદ કરશે. તેઓ એકબીજાને ભેટ મોકલીને ઉજવણી કરશે, કારણ, એ બન્‍ને સંદેશવાહકોએ પૃથ્વીના લોકોને ઘણું દુ:ખ દીધું હતું.”


તેમને પૂછી જુઓ, એટલે તેઓ તમને તે કહેશે. અમે અહીં ઉત્સવ માટે આવ્યા છીએ. આ જુવાનો પ્રત્યે મમતા દાખવજો. તમારા સેવકોને અને દાવિદ, તમારા પુત્ર સમાન દાવિદને બની શકે તે કૃપા કરીને આપો.”


Lean sinn:

Sanasan


Sanasan