Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તે દિવસે અહાશ્વેરોશના રાજ્યના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતાનાં વસવાટનાં નગરોમાં તેમને નુક્સાન કરવાનો પ્રયાસ કરનાર પર હુમલો કરવા સંગઠિત થયા. દરેક સ્થળે લોકો તેમનાથી ડરી ગયા અને કોઈ લોકો તેમની સામે ટકી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકત્ર થયા, જેથી તેઓનું નુકશાન કરવાની જેઓ કોશિશ કરતા હતા, તેઓના ઉપર તેઓ હાથ નાખે. તેઓની સામે કોઈ ટકી શક્યો નહિ, કેમ કે તેઓનો ડર તે સર્વ લોકોને લાગ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકત્ર થયા, જેથી તેઓનું નુકસાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હુમલો કરે. પણ તેઓની વિરુદ્ધ કોઈ ઊભું રહી શક્યું નહિ કારણ કે તે સર્વ લોકોને તેઓનો ભય લાગ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે દિવસે અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાઁ યહૂદીઓ પોતપોતાનાં નગરોમાં એકઠા થયા, જેથી તેઓનું નુકશાન કરવાની જે લોકો કોશિશ કરતા હતા, તેઓના પર તેઓ હાથ નાખે; તેઓની વિરુદ્ધ કોઇ ઉભો રહી શક્યું નહિ; કારણ કે તેઓ બધા તેમનાથી ડરેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:2
12 Iomraidhean Croise  

તેઓ ચાલી નીકળ્યા ત્યારે આસપાસનાં શહેરો ઉપર એવો ભય વ્યાપી ગયો કે તેમણે યાકોબના પુત્રોનો પીછો કર્યો નહિ.


રાજાએ યહૂદીઓને તેમનાં વસવાટનાં સર્વ નગરોમાં સ્વરક્ષણ માટે સંગઠિત થવા પરવાનગી આપી છે એવું આ પત્રોમાં લખ્યું હતું. જો કોઈ પ્રાંત કે પ્રજા યહૂદીઓ પર હુમલો કરે તો તેઓ તેમનો સામનો કરે અને તેમનાં પત્ની તથા બાળકો સહિત સઘળાંને મારી નાખે, તેમને નષ્ટ કરે અને તેમની માલમિલક્ત લૂંટી લે એવું જણાવાયું હતું.


પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક શહેર જ્યાં જ્યાં રાજાના હુકમની જાહેરાત થઈ ત્યાં ત્યાં યહૂદીઓ આનંદવિભોર થઈ ગયા. તેઓ ખાનપાનમાં ઉત્સવ મનાવવા લાગ્યા. વાસ્તવમાં, કેટલાક લોકો તો બીકના માર્યા યહૂદી થઈ ગયા.


મારા પર આક્ષેપ મૂકનારા લજ્જિત થઈ નાશ પામો; મને હાનિ પહોંચાડવા યત્ન કરનારા નિંદા અને અપમાનથી ઢંકાઈ જાઓ.


મારી જીભ પણ નિત્ય તમારા વિશ્વાસુપણા વિષે વાત કરશે; કારણ, મારું ભૂંડું કરવા મથનારા લજ્જિત થઈ અપમાનિત બન્યા છે.


“જે પ્રજા તમારો વિરોધ કરશે તેમને હું ભયભીત કરીશ. હું તમારા સર્વ દુશ્મનોને તમારી આગળથી નસાડી મૂકીશ.


હે વિદેશીઓ, યુદ્ધનો લલકાર કરો, પણ યાદ રાખો કે તમારા ભુક્કા બોલી જશે. હે દૂરદૂરના દેશો, ધ્યનથી સાંભળો! યુદ્ધને માટે ભલે સજ્જ થાઓ, પણ તમારા ચૂરેચૂરા થઈ જશે. યુદ્ધને માટે ભલે તૈયાર થાઓ, પણ તમારો ઘાણ વળી જવાનો છે.


“પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે.


એ બધા લોકો ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરે તે માટે પ્રભુએ તેમનાં મન હઠાગ્રહી બનાવ્યા; જેથી તેમનો સંપૂર્ણ વિનાશ થાય અને તેઓ નિર્દય રીતે માર્યા જાય. પ્રભુએ મોશેને અગાઉ એવું જ કરવા માટે આજ્ઞા આપી હતી.


તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે.


Lean sinn:

Sanasan


Sanasan