Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:19 - પવિત્ર બાઇબલ C.L.

19 આથી કિલ્લેબંધી વિનાનાં નાનાં ગામડાંના યહૂદીઓ અદાર માસની ચૌદમી તારીખને આનંદ, ઉજાણી અને ભેટસોગાદ મોકલવાના તહેવાર તરીકે ઊજવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એ કારણથી ગામડાંના જે યહૂદીઓ કોટ વગરના કસબાઓમાં રહે છે, તેઓ અદાર માસના ચૌદમા દિવસને આનંદોત્સવના, મિજબાનીના, અને એકબીજા ઉપર ભેટો મોકલવાના દિવસ તરીકે પાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 આ કારણથી જે ગ્રામ્ય યહૂદીઓ કોટ વિનાનાં ગામોમાં રહે છે, તેઓ અદાર મહીનાના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે અને એકબીજાને ભેટો મોકલવાના દિવસ તરીકે ઊજવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 આ કારણથી જ યહૂદીઓ કોટ વિનાના ગામડાંઓમાં અને શહેરોમાં રહે છે, તેઓ અદાર માસના ચૌદમા દિવસને ઉત્સવના દિવસ તરીકે એક બીજાને ભેટો આપી અને ઉજાણી કરીને ઉજવે છે.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:19
13 Iomraidhean Croise  

પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક શહેર જ્યાં જ્યાં રાજાના હુકમની જાહેરાત થઈ ત્યાં ત્યાં યહૂદીઓ આનંદવિભોર થઈ ગયા. તેઓ ખાનપાનમાં ઉત્સવ મનાવવા લાગ્યા. વાસ્તવમાં, કેટલાક લોકો તો બીકના માર્યા યહૂદી થઈ ગયા.


મોર્દખાયે આ બનાવોની નોંધ કરાવી લીધી. વળી, તેણે અહાશ્વેરોશના રાજ્યમાં દૂર કે નજીક વસતા બધા યહૂદીઓ પર પત્રો પાઠવ્યા.


આ દિવસોએ યહૂદીઓએ તેમના દુશ્મનોના સંબંધમાં રાહતનો દમ ખેંચ્યો અને આ જ માસમાં તેમનાં શોક અને દુ:ખ, આનંદ અને હર્ષમાં ફેરવાઈ ગયાં હતાં. આ દિવસોએ આનંદ-ઉજાણી કર તથા ગરીબોને અને એકબીજાને ભેટસોગાદો આપવી.”


પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે.


પણ તમારા થાળીવાટકાઓમાં જે છે તે ગરીબોને દાનમાં આપો એટલે બધું તમારે માટે સ્વચ્છ થઈ જશે.


“જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને આપે છે તેમાં તમારા નગરમાં વસતો તમારો કોઈ ઇઝરાયલી ભાઇ તંગીમાં આવી પડયો હોય, તો કઠોર હૃદય રાખીને તેને મદદ કરવામાં તમારો હાથ પાછો રાખશો નહિ.


તમારા ઈશ્વર પ્રભુએ તેમને નામે ભક્તિ કરવા માટે પસંદ કરેલ સ્થાને તમારે પ્રભુના સાંનિધ્યમાં, તમારે તમારાં સંતાનો, નોકરચાકરો, તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથ અને વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.


તે પર્વમાં તમારે તમારાં સંતાનો, તમારાં નોકરચાકરો તેમજ તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.”


એ બધાં નગરો ઊંચા કોટ, દરવાજાઓ અને લાકડાનાં દાંડાઓથી સુરક્ષિત હતા. એ ઉપરાંત કોટ વગરનાં સંખ્યાબંધ ગામો પણ હતાં.


પૃથ્વીના લોકો આ બન્‍નેના મૃત્યુથી આનંદ કરશે. તેઓ એકબીજાને ભેટ મોકલીને ઉજવણી કરશે, કારણ, એ બન્‍ને સંદેશવાહકોએ પૃથ્વીના લોકોને ઘણું દુ:ખ દીધું હતું.”


તેમને પૂછી જુઓ, એટલે તેઓ તમને તે કહેશે. અમે અહીં ઉત્સવ માટે આવ્યા છીએ. આ જુવાનો પ્રત્યે મમતા દાખવજો. તમારા સેવકોને અને દાવિદ, તમારા પુત્ર સમાન દાવિદને બની શકે તે કૃપા કરીને આપો.”


Lean sinn:

Sanasan


Sanasan