Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:18 - પવિત્ર બાઇબલ C.L.

18 સૂસા નગરના યહૂદીઓએ તો તેરમી અને ચૌદમી તારીખોએ દુશ્મનોની ક્તલ ચલાવી હતી. તેથી તેમણે પંદરમી તારીખે આરામ કર્યો અને ઉત્સવ મનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પણ સૂસામાંના યહૂદીઓ તેની તેરમીએ તથા તેની ચૌદમીએ એકત્ર થયા, અને તેની પંદરમીએ તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પણ સૂસામાંના યહૂદીઓ અદાર મહિનાના તેરમા તથા તેના ચૌદમા દિવસે એકત્ર થયા. પંદરમીએ તેઓએ આરામ ભોગવીને તેને મિજબાનીના તથા આનંદના દિવસ તરીકે ઊજવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પણ સૂસામાં યહૂદીઓ અદાર મહિનાના તેરમા તથા તેના ચૌદમા દિવસે સ્વરક્ષણ માટે ભેગા થયા; પંદરમા દિવસે તેઓએ ઉજાણી કરી અને વિશ્રાંતિ લીધી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:18
7 Iomraidhean Croise  

રાજાએ યહૂદીઓને તેમનાં વસવાટનાં સર્વ નગરોમાં સ્વરક્ષણ માટે સંગઠિત થવા પરવાનગી આપી છે એવું આ પત્રોમાં લખ્યું હતું. જો કોઈ પ્રાંત કે પ્રજા યહૂદીઓ પર હુમલો કરે તો તેઓ તેમનો સામનો કરે અને તેમનાં પત્ની તથા બાળકો સહિત સઘળાંને મારી નાખે, તેમને નષ્ટ કરે અને તેમની માલમિલક્ત લૂંટી લે એવું જણાવાયું હતું.


અદાર માસની તેરમી તારીખ આવી. આ દિવસે રાજવી હુકમનો અમલ થવાનો હતો અને યહૂદીઓના દુશ્મનો તેમને કચડી નાખવાની આશા રાખતા હતા. પણ એથી ઊલટું, યહૂદીઓએ તેમના પર વિજય મેળવ્યો.


તે જ દિવસે સૂસા નગરમાં મારી નાખેલા માણસોની સંખ્યા રાજાને જણાવવામાં આવી.


એસ્તેરે જવાબ આપ્યો, “હે રાજા, આજે યહૂદીઓએ સૂસામાં તેમના દુશ્મનોના જે હાલહવાલ કર્યા છે તેવું જ તેમને કાલે પણ કરવા દો. વળી, હામાનના દસેદસ પુત્રોનાં શબ ફાંસીએ લટકાવો.”


અદાર માસની ચૌદમી તારીખે સૂસા નગરના યહૂદીઓએ બીજા ત્રણસો માણસોને મારી નાખ્યા, પણ તેમણે લૂંટ ચલાવી નહિ.


તે દિવસે અહાશ્વેરોશના રાજ્યના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતાનાં વસવાટનાં નગરોમાં તેમને નુક્સાન કરવાનો પ્રયાસ કરનાર પર હુમલો કરવા સંગઠિત થયા. દરેક સ્થળે લોકો તેમનાથી ડરી ગયા અને કોઈ લોકો તેમની સામે ટકી શક્યા નહિ.


તેણે જણાવ્યું, “દર વરસે અદાર માસની ચૌદમી અને પંદરમી તારીખે તહેવાર ઊજવવો.


Lean sinn:

Sanasan


Sanasan