Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:13 - પવિત્ર બાઇબલ C.L.

13 એસ્તેરે જવાબ આપ્યો, “હે રાજા, આજે યહૂદીઓએ સૂસામાં તેમના દુશ્મનોના જે હાલહવાલ કર્યા છે તેવું જ તેમને કાલે પણ કરવા દો. વળી, હામાનના દસેદસ પુત્રોનાં શબ ફાંસીએ લટકાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યારે એસ્તેરે તેને કહ્યું, “જો આપની મરજી હોય તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ, વળી હામાનના દશે પુત્રોને ફાંસીએ ટાંગવા જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યારે એસ્તેરે તેને કહ્યું કે, “જો રાજા આપની મરજી હોય તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે કરવા દેવું જોઈએ અને હામાનના દસે પુત્રોને ફાંસીએ લટકાવવા જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ત્યારે એસ્તેરે તેને જણાવ્યું કે, “જો રાજાને ગમે તો સૂસામાં જે યહૂદીઓ છે તેઓને આજના હુકમ પ્રમાણે કાલે પણ તેમજ કરવા દેવામાં આવે. અને હામાનના દશે પુત્રોને ફાંસીને માચડે લટકાવવા જોઇએ.”

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:13
7 Iomraidhean Croise  

તેથી તેના વંશના સાત પુરુષોને અમારે સ્વાધીન કરો કે અમે તેમને પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા શાઉલના નગર ગિબ્યામાં પ્રભુની સમક્ષ ફાંસી દઈશું.” રાજાએ જવાબ આપ્યો, “હું તેમને તમારે સ્વાધીન કરીશ.”


દાવિદે તેમને ગિબ્યોનના લોકોને સ્વાધીન કર્યા અને તેમણે તેમને પ્રભુ સમક્ષ પર્વત પર ફાંસી દીધી અને સાતેય જણ સાથે મૃત્યુ પામ્યા. કાપણીની ઋતુના શરુઆતના દિવસોમાં, એટલે જવની કાપણીના આરંભમાં તેમને મારી નાખવામાં આવ્યા.


રાજાએ યહૂદીઓને તેમનાં વસવાટનાં સર્વ નગરોમાં સ્વરક્ષણ માટે સંગઠિત થવા પરવાનગી આપી છે એવું આ પત્રોમાં લખ્યું હતું. જો કોઈ પ્રાંત કે પ્રજા યહૂદીઓ પર હુમલો કરે તો તેઓ તેમનો સામનો કરે અને તેમનાં પત્ની તથા બાળકો સહિત સઘળાંને મારી નાખે, તેમને નષ્ટ કરે અને તેમની માલમિલક્ત લૂંટી લે એવું જણાવાયું હતું.


રાજાએ તે પ્રમાણે કરવા આદેશ આપ્યો, અને સૂસામાં તેની જાહેરાત કરવામાં આવી. હામાનના દસેય પુત્રોનાં શબ જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવ્યાં.


અદાર માસની ચૌદમી તારીખે સૂસા નગરના યહૂદીઓએ બીજા ત્રણસો માણસોને મારી નાખ્યા, પણ તેમણે લૂંટ ચલાવી નહિ.


ખ્રિસ્તે આપણે માટે શાપિત થઈને નિયમશાસ્ત્રના શાપથી આપણો ઉદ્ધાર કર્યો છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “જે કોઈ વૃક્ષ પર ટંગાયેલો છે તે ઈશ્વરના શાપ નીચે છે.”


તો તેની લાશ આખી રાત વૃક્ષ પર રહેવી ન જોઈએ. વૃક્ષ પર ટંગાયેલ દરેક વ્યક્તિ ઈશ્વરથી શાપિત છે. તેથી તે જ દિવસે તે લાશ દફનાવી દેવી. જેથી તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ વારસા તરીકે આપે છે તે અશુધ ન થાય.


Lean sinn:

Sanasan


Sanasan