Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 અદાર માસની તેરમી તારીખ આવી. આ દિવસે રાજવી હુકમનો અમલ થવાનો હતો અને યહૂદીઓના દુશ્મનો તેમને કચડી નાખવાની આશા રાખતા હતા. પણ એથી ઊલટું, યહૂદીઓએ તેમના પર વિજય મેળવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે બારમા માસને, એટલે અદાર માસને, તેરમે દિવસે રાજાની આજ્ઞાનો તથા તેના હુકમનો અમલ કરવાનો વખત નજીક આવ્યો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓએ તેઓ ઉપર સત્તા મેળવવાની આશા રાખી હતી; પરંતું તેથી ઊલટું એમ બન્યું કે, યહૂદીઓએ જે પોતાના વેરીઓ ઉપર સત્તા મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે બારમા મહિને એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, તે દિવસે તો યહૂદીઓના શત્રુઓને તેઓ ઉપર સત્તા મેળવાની આશા હતી. પણ તેથી ઉલટું એવું બન્યું કે યહૂદીઓએ જ પોતાના વેરીઓ પર સત્તા મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હવે બારમા, એટલે કે અદાર મહિનાના, તેરમા દિવસે રાજાનો હુકમ અમલમાં આવવાનો હતો, એ દિવસે યહૂદીઓના દુશ્મનોએ તેમને કચડી નાખવાની આશા રાખી હતી. પણ બન્યુ તેનાથી ઊલટું જ; યહૂદીઓએ દુશ્મનોને કચડી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 9:1
13 Iomraidhean Croise  

તમે મારા શત્રુઓને મારી આગળથી નસાડો છો, મારો તિરસ્કાર કરનારાઓનો હું વિનાશ કરું છું.


સામ્રાજ્યના બધા પ્રાંતોમાં શીઘ્ર સંદેશકો દ્વારા મોકલવામાં આવ્યો. તેનું લખાણ આ પ્રમાણે હતું: બારમા એટલે અદાર માસના તેરમા દિવસે, એક જ દિવસમાં આબાલવૃદ્ધ બધાં જ યહૂદી સ્ત્રીપુરુષોની નિર્દયપણે કત્લેઆમ ચલાવવી અને તેમની માલમિલક્ત લૂંટી લેવી.


અહાશ્વેરોશ રાજાના અમલના બારમા વર્ષે પ્રથમ એટલે નિસાન માસમાં હામાને એની યોજના માટેનો મહિનો અને દિવસ નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ (એટલે પૂરીમ) નાખવાનો આદેશ કર્યો. ચિઠ્ઠીઓ નાખતાં બારમા એટલે અદાર માસનો તેરમો દિવસ નક્કી થયો.


ઇરાનના સમસ્ત સામ્રાજ્યમાં અદાર એટલે બારમા માસની તેરમી તારીખ માટે એ છૂટ આપવામાં આવી હતી.


મારાં સગાં તથા મારા લોક પર આવી પડનાર આપત્તિ મારાથી સહી શક્તી નથી.”


એ અદાર માસની તેરમી તારીખે બનવા પામ્યું. ચૌદમી તારીખે કોઈ ક્તલ થઈ નહિ. પણ તેમણે તે દિવસે આરામ કર્યો અને ખાનપાન તથા આનંદના ઉત્સવ તરીકે મનાવ્યો.


તમે મારા શત્રુઓને મારી સામેથી પાછા ભગાડો છો; મારો દ્વેષ કરનારાઓને હું નષ્ટ કરું છું.


પછી તો તમે મને વિલાપને બદલે નૃત્ય આપ્યું; મારા ટાટનાં શોકવ ઉતારીને મને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે.


પછી શું થયું હતું તેની પિતરને ખબર પડી. તેણે કહ્યું, “હવે મને ખબર પડી કે, એ બધું વાસ્તવિક હતું! પોતાના દૂતને મોકલીને પ્રભુએ મને હેરોદના હાથમાંથી તેમ જ મારા પર જે કંઈ વીતવાની યહૂદી લોકો રાહ જોતા હતા તે બધાથી બચાવ્યો છે.”


જ્યારે પ્રભુ જોશે કે તેના લોક નિર્બળ થઈ ગયા છે, અને બંદિવાન કે મુક્ત કોઈ બાકી રહ્યો નથી; ત્યારે પ્રભુ પોતાના લોકને બચાવી લેશે અને પોતાના સેવકો પ્રતિ કરુણા દર્શાવશે.


વિધર્મી પ્રજાઓ રોષે ભરાઈ છે. કારણ, તમારા કોપનો સમય અને મૃતકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. તમારા સેવકોને અને તમારાથી ડરીને ચાલનાર નાનાંમોટાં સૌને બદલો વાળી આપવાનો સમય આવી પહોંચ્યો છે. “વળી, જેઓ પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છે તેમનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”


Lean sinn:

Sanasan


Sanasan