Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 8:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મારાં સગાં તથા મારા લોક પર આવી પડનાર આપત્તિ મારાથી સહી શક્તી નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે મારા લોક પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારાં સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે મારા લોકો પર જે વિપત્તિ આવી પડવાની છે તે મારાથી શી રીતે જોઈ શકાય? અથવા મારા સગાંનો નાશ મારાથી શી રીતે જોઈ શકાય?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણ, મારા લોકો પર આફત ઊતરે એ જોવાનું હું શી રીતે સહન કરું? હું મારા પોતાના કુટુંબનો નાશ થતો જોઇ હું કેમ સહન કરી શકું?”

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 8:6
9 Iomraidhean Croise  

મારી સાથે આ છોકરો ન હોય, તો હું શી રીતે મારા પિતા પાસે જઈ શકું? મારા પિતા પર આવી પડનાર વિપત્તિ મારાથી જોઈ જશે નહિ.”


મેં જવાબ આપ્યો, “હે રાજા, અમર રહો. જ્યાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તે શહેર આજે ખંડિયેર હાલતમાં છે અને તેના દરવાજાઓ બાળી નાખવામાં આવ્યા છે. તો પછી મને દુ:ખ ન થાય?”


મને અને મારા લોકને નાશ માટે, ક્તલ થવા માટે અને સંપૂર્ણ સંહાર માટે વેચી દેવામાં આવ્યાં છે. અમે માત્ર ગુલામ કે ગુલામડીઓ થવાં જ વેચાયાં હોત તો તો હું શાંત બેસી રહેત. કારણ, એમાં તો અમારી દશા કંઈ એટલી બૂરી ન થાત કે આપને તસ્દી આપવી પડે.”


અદાર માસની તેરમી તારીખ આવી. આ દિવસે રાજવી હુકમનો અમલ થવાનો હતો અને યહૂદીઓના દુશ્મનો તેમને કચડી નાખવાની આશા રાખતા હતા. પણ એથી ઊલટું, યહૂદીઓએ તેમના પર વિજય મેળવ્યો.


મારી આંતરડી ઉકળી ઊઠી છે, તે કકળી ઊઠી છે. મારા હૃદયમાં ભારે વેદના છે. મારું હૈયું વલોવાઈ રહ્યું છે, અને મને જરાય જંપ નથી. હે મારા જીવ, તેં રણશિંગડાનો નાદ-યુદ્ધનો પોકાર સાંભળ્યો છે.


મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત!


ભાઈઓ, મારા અંત:કરણની ઝંખના તથા ઈશ્વર આગળ મારી એવી પ્રાર્થના છે કે ઇઝરાયલ ઉદ્ધાર પામે.


Lean sinn:

Sanasan


Sanasan