Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 એસ્તેરે ફરીથી રાજા આગળ વાત કરી. તેણે રાજાને પગે પડીને આંસુ સારતાં સારતાં અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓ વિરુદ્ધ કરેલી યોજના રદ કરવા રાજાને વિનવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એક વાર ફરીથી એસ્તેર રાજાની હજૂરમાં બોલી, અને તેને પગે પડીને આંખમાં આંસુ લાવીને તેના કાલાવાલા કર્યા, “અગાગી હામાનનું [યોજેલું] નુકસાન તથા યહૂદીઓની વિરુદ્ધ તેણે રચેલું કાવતરું રદ કરવું જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 એસ્તેર રાણી ફરીથી એકવાર રાજાના દરબારમાં આવી અને રાજાના પગમાં પડીને તેણે આંખમાં આંસુ સાથે અગાગી હામાને યહૂદીઓની વિરુદ્ધ ઘડેલું કાવતરું રદ કરવા કાલાવાલા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 રાણી એસ્તેર ફરીથી એકવાર રાજાના દરબારમાં આવી અને રાજાના પગમાં પડીને આંસુઓ ભરેલી આંખો સાથે અગાગી હામાને યહૂદીઓની વિરૂદ્ધ ઘડેલું કાવતરું રદ કરવા કાલાવાલા કરવા લાગી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 8:3
10 Iomraidhean Croise  

પણ તે ઈશ્વરભક્ત એલિશા પાસે આવી એટલે તેની આગળ નમી પડીને તેના પગ પકડયા. ગેહઝી તેને હટાવી દેવા જતો હતો, પણ એલિશાએ તેને કહ્યું, “તેને રહેવા દે. તે કેવા ભારે દુ:ખમાં ડૂબી ગઈ છે તે તું જોતો નથી? વળી, પ્રભુએ પણ તે વિષે મને કંઈ કહ્યું નથી.”


ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો.


મને અને મારા લોકને નાશ માટે, ક્તલ થવા માટે અને સંપૂર્ણ સંહાર માટે વેચી દેવામાં આવ્યાં છે. અમે માત્ર ગુલામ કે ગુલામડીઓ થવાં જ વેચાયાં હોત તો તો હું શાંત બેસી રહેત. કારણ, એમાં તો અમારી દશા કંઈ એટલી બૂરી ન થાત કે આપને તસ્દી આપવી પડે.”


રાજાએ પોતાના અધિકારની મુદ્રિકા જે તેણે હામાન પાસેથી પાછી લઈ લીધી હતી તે મોર્દખાયને આપી. એસ્તેરે મોર્દખાયને હામાનની માલમિલક્તનો વહીવટ સોંપ્યો.


રાજાએ એસ્તેર સામે પોતાનો સોનાનો રાજદંડ ધર્યો. તેથી એસ્તેરે ઊભા થઈને કહ્યું,


હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને પ્રાર્થના કરી:


હા, તે દૂતની સામે પણ ઝઝૂમ્યો અને ટક્કર લીધી. તેણે રડીને આશિષની માગણી કરી. ઈશ્વર આપણા પૂર્વજ યાકોબને બેથેલમાં મળ્યા અને ત્યાં તેની સાથે વાત કરી.


આ પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંક્તિ હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.


Lean sinn:

Sanasan


Sanasan