Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 8:17 - પવિત્ર બાઇબલ C.L.

17 પ્રત્યેક પ્રાંત અને પ્રત્યેક શહેર જ્યાં જ્યાં રાજાના હુકમની જાહેરાત થઈ ત્યાં ત્યાં યહૂદીઓ આનંદવિભોર થઈ ગયા. તેઓ ખાનપાનમાં ઉત્સવ મનાવવા લાગ્યા. વાસ્તવમાં, કેટલાક લોકો તો બીકના માર્યા યહૂદી થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 સર્વ પ્રાંતોમાં અને સર્વ નગરોમાં, એટલે જ્યાં જ્યાં રાજાની આજ્ઞા અને તેનો હુકમ ગયો, ત્યાં ત્યાં યહૂદીઓને હર્ષ પ્રદર્શિત કરવા માટે મિજબાની કરવાનો તે શુભ દિવસ બની રહ્યો. અને તે દેશના લોકોમાંના ઘણાક તો યહૂદી થઈ ગયા, કેમ કે તેઓને યહૂદીઓનો ડર લાગ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 સર્વ નગર તથા સર્વ પ્રાંતોમાં રાજાનો આદેશ પહોંચ્યો ત્યાં યહૂદીઓમાં આનંદ વ્યાપી ગયો અને હર્ષ પ્રદર્શિત કરવા માટે તે ઉત્સવનો દિવસ બની રહ્યો અને તેઓએ તે મહાઆનંદપૂર્વક ઊજવ્યો. ઘણાં લોકોએ પોતાને યહૂદી તરીકે ઓળખાવ્યા કારણ કે તે લોકોને યહૂદીઓનો ડર લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જે જે નગર તથા પ્રાંતમાં રાજાનો આદેશ પહોંચ્યો ત્યાં ત્યાં યહૂદીઓમાં આનંદ વ્યાપી ગયો અને હર્ષ પ્રદષિર્ત કરવા માટે તે ઉત્સવનો દિવસ બની રહ્યો અને તેઓએ તે મહાઆનંદપૂર્વક ઊજવ્યો. ઘણાં લોકોએ પોતાને યહૂદી તરીકે ઓળખાવ્યા કારણકે તે લોકો યહૂદીઓથી ડરી ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 8:17
17 Iomraidhean Croise  

તેઓ ચાલી નીકળ્યા ત્યારે આસપાસનાં શહેરો ઉપર એવો ભય વ્યાપી ગયો કે તેમણે યાકોબના પુત્રોનો પીછો કર્યો નહિ.


તો હવે ઘેર જઈને મિજબાની કરો. જેઓ તંગીમાં છે તેવાંઓને તમારાં ખાનપાનમાંથી આપો. આજનો દિવસ તો આપણા પ્રભુને માટે પવિત્ર છે; તેથી ઉદાસ થશો નહિ. પ્રભુ જે આનંદ આપે છે તેનાથી તમે બળ પામશો.”


એ અદાર માસની તેરમી તારીખે બનવા પામ્યું. ચૌદમી તારીખે કોઈ ક્તલ થઈ નહિ. પણ તેમણે તે દિવસે આરામ કર્યો અને ખાનપાન તથા આનંદના ઉત્સવ તરીકે મનાવ્યો.


આથી કિલ્લેબંધી વિનાનાં નાનાં ગામડાંના યહૂદીઓ અદાર માસની ચૌદમી તારીખને આનંદ, ઉજાણી અને ભેટસોગાદ મોકલવાના તહેવાર તરીકે ઊજવે છે.


તે દિવસે અહાશ્વેરોશના રાજ્યના સર્વ પ્રાંતોમાં યહૂદીઓ પોતાનાં વસવાટનાં નગરોમાં તેમને નુક્સાન કરવાનો પ્રયાસ કરનાર પર હુમલો કરવા સંગઠિત થયા. દરેક સ્થળે લોકો તેમનાથી ડરી ગયા અને કોઈ લોકો તેમની સામે ટકી શક્યા નહિ.


આ દિવસોએ યહૂદીઓએ તેમના દુશ્મનોના સંબંધમાં રાહતનો દમ ખેંચ્યો અને આ જ માસમાં તેમનાં શોક અને દુ:ખ, આનંદ અને હર્ષમાં ફેરવાઈ ગયાં હતાં. આ દિવસોએ આનંદ-ઉજાણી કર તથા ગરીબોને અને એકબીજાને ભેટસોગાદો આપવી.”


તેમણે આવો ઠરાવ કર્યો: “હવે પછી સર્વ યહૂદીઓએ, તેમના વંશજોએ અને યહૂદી ધર્મ સ્વીકારનાર સૌ કોઈએ દર વરસે આ બે દિવસો દરમ્યાન મોર્દખાયની સૂચના પ્રમાણે પૂરીમનું પર્વ ઊજવવું.


હકીક્તમાં, રાજ્યપાલો, વહીવટદારો અને રાજપ્રતિનિધિઓ જેવા સામ્રાજ્યના બધા પ્રાંતિક અધિકારીઓએ યહૂદીઓને મદદ કરી. કારણ, તેઓ મોર્દખાયથી બીતા હતા.


તેમના પ્રસ્થાનથી ઇજિપ્તવાસીઓ આનંદિત થયા, કારણ, ઇઝરાયલીઓને લીધે તેઓ ભારે ત્રાસ પામ્યા હતા.


તમે મને લોકો સાથેના સંઘર્ષથી ઉગાર્યો, અને મને ઘણા દેશો પર શાસક તરીકે નીમ્યો; હું ઓળખતો પણ નહોતો તેવા લોકોએ મારી તાબેદારી સ્વીકારી.


હે પ્રભુ, જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂરું ન થાય, જ્યાં સુધી તમે ગુલામીમાંથી છોડાવેલા લોકો પેલે પાર પહોંચી ન જાય, ત્યાં સુધી તમારા હાથનું સામર્થ્ય જોઈને તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.


તમારા ઈશ્વર પ્રભુ તેમના વચન પ્રમાણે સમગ્ર વિસ્તારમાં તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં તે લોકોમાં તમારો ભય અને ધાક બેસાડશે અને તમારી સામે કોઈ માણસ ટકી શકશે નહિ.


આજથી હું સર્વત્ર બધી પ્રજાઓમાં તમારો એવો ડર અને ધાક બેસાડીશ કે તેઓ તમારાં નામ માત્રથી ધ્રૂજી ઊઠશે અને ત્રાસ પામશે.


એ સાંભળતાં જ અમારાં હૃદય ભયભીત થઈ ગયાં અને તમારે લીધે અમારામાંથી કોઈનામાં કંઈ હિમંત રહી નથી. તમારા ઈશ્વર પ્રભુ તો ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર ઈશ્વર છે.


તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે.


તેમને પૂછી જુઓ, એટલે તેઓ તમને તે કહેશે. અમે અહીં ઉત્સવ માટે આવ્યા છીએ. આ જુવાનો પ્રત્યે મમતા દાખવજો. તમારા સેવકોને અને દાવિદ, તમારા પુત્ર સમાન દાવિદને બની શકે તે કૃપા કરીને આપો.”


Lean sinn:

Sanasan


Sanasan