Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 8:15 - પવિત્ર બાઇબલ C.L.

15 મોર્દખાય વાદળી તથા સફેદ રંગનો રાજપોશાક, અળસીરેસાનો જાંબુડી રંગનો ઝભ્ભો અને સોનાનો ભવ્ય મુગટ પહેરીને રાજમહેલમાંથી નીકળ્યો. સૂસા નગર હર્ષોલ્લાસથી ધમધમી ઊઠયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મોર્દખાય આસમાની તથા સફેદ રાજપોશાક, ને સોનાનો મુગટ, અને બારીક શણનો તથા જાંબુડિયો જામો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો; અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મોર્દખાય ભૂરા અને સફેદ રાજપોશાક તથા માથે મોટો સોનાનો મુગટ મૂકી અને બારીક શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેરીને રાજાની હજૂરમાંથી નીકળ્યો. અને સૂસા નગરમાં હર્ષનો પોકાર થઈ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જ્યારે મોર્દખાય રાજા પાસેથી નીકળ્યો ત્યારે તેણે સફેદ અને ભૂરા રંગના વસ્રો માથે મોટો સોનાનો મુગટ અને ઝીણા શણનો જાંબુડી રંગનો ઝભ્ભો પહેર્યા હતાં. આખા સૂસા શહેરે આનંદથી ઉજવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 8:15
15 Iomraidhean Croise  

ફેરોએ પોતાની રાજમુદ્રિકા કાઢીને યોસેફને પહેરાવી, તેને અળસીરેસાનાં બારીક વસ્ત્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાની સાંકળી પહેરાવી.


તે સ્થળે વાદળી અને સફેદ સૂતરના બારીક પડદા જાંબલી રેસાવસ્ત્રની દોરીઓ વડે આરસપહાણના સ્તંભો પર રૂપાની કડીઓ ઘાલી લટકાવવામાં આવ્યા હતા. ત્યાં શ્વેત આરસપહાણ તથા લાલ તેમજ લીલાશ પડતા વાદળી કિંમતી પથ્થરોની ફરસબંધી પર સોનારૂપાના દિવાનો મૂકેલા હતા.


તેનાં મહાન અને અદ્‍ભુત કૃત્યો અને તેણે કેવી રીતે મોર્દખાયને ઉચ્ચ પદવી આપી તેની નોંધ માદાય અને ઇરાનના રાજઇતિહાસના અધિકૃત પુસ્તકમાં લીધેલી છે.


રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.


ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો.


તેણે પોતાની અઢળક સંપત્તિ, પોતાનાં સંતાન, રાજાએ તેને બઢતી આપીને રાજાના બીજા દરબારીઓ અને અધિકારીઓ કરતાં તેને આપેલું ઊંચું સ્થાન વિગેરે વિષે બડાઈ હાંકી.


હામાને રાજપોશાક અને ઘોડો મંગાવ્યા. મોર્દખાયને રાજપોશાક પહેરાવ્યો, ઘોડા પર બેસાડયો અને નગરચોકમાં સર્વત્ર ફરી પોકાર પાડયો કે, “રાજા જેનું બહુમાન કરવા ઇચ્છે તેનું આવી રીતે સન્માન કરવામાં આવે છે.”


રાજાની આજ્ઞાથી રાજાના સંદેશકો રાજવી ઘોડાઓ પર સવાર થઈ તાબડતોબ નીકળી પડયા. આ હુકમની જાહેરાત પાટનગર સૂસામાં પણ કરવામાં આવી.


નેકજનોની આબાદીમાં આખું નગર હરખાય છે, પણ દુષ્ટોનો નાશ થાય ત્યારે લોકો હર્ષનાદ કરે છે.


નેકજનોના વિજયમાં બધા હર્ષોલ્લાસ કરે છે, પણ દુષ્ટો સત્તા પ્રાપ્ત કરે ત્યારે લોકો ડરના માર્યા છુપાઈ જાય છે.


નેકજનોના શાસનમાં પ્રજા આનંદી રહે છે, પણ દુષ્ટના અધિકારમાં લોકો નિસાસા નાખે છે.


તમે શું જોવા ગયા હતા? મુલાયમ વસ્ત્રોમાં સજ્જ થયેલો માણસ? એવાં વસ્ત્રો પહેરનારા તો રાજમહેલમાં રહે છે.


હું તમને કહું છું કે શલોમોન રાજા ઘણો ધનવાન હોવા છતાં તેની પાસે આ ફૂલો જેવાં સુંદર કપડાં નહોતાં!


“એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan