Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 8:14 - પવિત્ર બાઇબલ C.L.

14 રાજાની આજ્ઞાથી રાજાના સંદેશકો રાજવી ઘોડાઓ પર સવાર થઈ તાબડતોબ નીકળી પડયા. આ હુકમની જાહેરાત પાટનગર સૂસામાં પણ કરવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એમ સરકારી કામમાં વપરાતા જલદ ઘોડાઓ પર સવાર થયેલા સંદેશિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી, તેઓ ચાલી નીકળ્યા, અને તે હુકમ સૂસાના મહેલમાં પ્રગટ કરવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 રાજાની સેવામાં વપરાતા ઘોડાઓ પર સવાર થયેલા ખેપિયાઓને રાજાની આજ્ઞાથી તાકીદ કરવામાં આવી હતી તેથી તેઓ જલ્દી ચાલી નીકળ્યા. આ હુકમ સૂસાના મહેલમાં પણ પ્રગટ કરવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 રાજાની આજ્ઞાથી સંદેશાવાહકો ઝડપી ઘોડાઓ પર સવાર થઇ રવાના થયા. આ કાનૂન રાજધાની સૂસામાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 8:14
13 Iomraidhean Croise  

રથના ઘોડાઓ અને ભારવાહક પ્રાણીઓ માટે પ્રત્યેક જિલ્લા અધિકારી પોતાને આપવાં પડતાં જવ અને ઘાસ સ્થળ પર જ પૂરું પાડતા.


રાજા અને તેના અમલદારોના આદેશથી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં એવી જાહેરાત કરવા સંદેશકો નીકળી પડયા. તેમણે રાજાના ફરમાન પ્રમાણે કહ્યું, “હે આશ્શૂરના રાજાઓના પંજામાંથી બચી ગયેલા ઇઝરાયલી લોકો, તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરો, એટલે તે પણ તમારી તરફ પાછા ફરશે.


હખાલ્યાના પુત્ર નહેમ્યાનું આ વૃત્તાંત છે. આર્તાશાસ્તા રાજાના વીસમા વર્ષે કિસ્લેવ માસમાં હું નહેમ્યા, પાટનગર સૂસામાં હતો.


આપ આપના સામ્રાજ્યના બધા પ્રાંતોમાં અધિકારીઓની નિમણૂક કરો. તેમનું કામ સૂસાના રાજમહેલના રાણીગૃહમાં સુંદર યુવાન કુમારિકાઓ લાવવાનું રહે. તેમણે રાણીગૃહના અંગરક્ષક હેગેને એ કુમારિકાઓ દેખરેખ માટે સોંપવી. તેમને જરૂરી સૌંદર્યપ્રસાધનો પણ પૂરાં પાડવાં.


સામ્રાજ્યના બધા પ્રાંતોમાં શીઘ્ર સંદેશકો દ્વારા મોકલવામાં આવ્યો. તેનું લખાણ આ પ્રમાણે હતું: બારમા એટલે અદાર માસના તેરમા દિવસે, એક જ દિવસમાં આબાલવૃદ્ધ બધાં જ યહૂદી સ્ત્રીપુરુષોની નિર્દયપણે કત્લેઆમ ચલાવવી અને તેમની માલમિલક્ત લૂંટી લેવી.


આ હુકમની દરેક પ્રાંતમાં લોકોને જાહેર રીતે જાણ કરવી જેથી બધાં તે દિવસને માટે તૈયાર રહે.”


રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.


આ હુકમની કાયદા તરીકે સર્વ પ્રાંતોમાં બધી પ્રજાઓમાં જાણ કરવાની હતી, જેથી તે દિવસ આવે ત્યારે યહૂદીઓ સ્વરક્ષણ માટે તેમના શત્રુઓનો સામનો કરવાને તૈયાર રહે.


મોર્દખાય વાદળી તથા સફેદ રંગનો રાજપોશાક, અળસીરેસાનો જાંબુડી રંગનો ઝભ્ભો અને સોનાનો ભવ્ય મુગટ પહેરીને રાજમહેલમાંથી નીકળ્યો. સૂસા નગર હર્ષોલ્લાસથી ધમધમી ઊઠયું.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


દર્શનમાં હું એકાએક એલામ પ્રાંતના સુસાના મહેલમાં આવી ગયેલો જણાયો. હું ઉલાય નદીને કિનારે ઊભો હતો.


દાવિદે અહિમેલેખને કહ્યું, “તું મને ભાલો કે તલવાર હોય તો આપીશ? રાજાના હુકમ પ્રમાણે મારે ઉતાવળે નીકળવું પડયું હોવાથી મારી પાસે તલવાર કે બીજું કોઈ શસ્ત્ર નથી.”


Lean sinn:

Sanasan


Sanasan