Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 8:11 - પવિત્ર બાઇબલ C.L.

11 રાજાએ યહૂદીઓને તેમનાં વસવાટનાં સર્વ નગરોમાં સ્વરક્ષણ માટે સંગઠિત થવા પરવાનગી આપી છે એવું આ પત્રોમાં લખ્યું હતું. જો કોઈ પ્રાંત કે પ્રજા યહૂદીઓ પર હુમલો કરે તો તેઓ તેમનો સામનો કરે અને તેમનાં પત્ની તથા બાળકો સહિત સઘળાંને મારી નાખે, તેમને નષ્ટ કરે અને તેમની માલમિલક્ત લૂંટી લે એવું જણાવાયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓને એવી પરવાનગી આપી હતી કે, તેઓ એકત્ર થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલા સામા થાય કે, જે લોક તથા પ્રાંત તેઓ પર હુમલો કરે તેના સર્વ બળનો, [તેઓના] બાળકોનો તથા સ્ત્રીઓનો, વિનાશ કરે, તેમને મારી નાખે, તથા નષ્ટ કરે, અને તેઓને લૂટી લે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એ પત્રોમાં રાજાએ પ્રત્યેક નગરના યહૂદીઓ તેઓ એકત્ર થઈને પોતાના જીવના રક્ષણને માટે એટલે સુધી સામનો કરે કે જે લોક તથા પ્રાંત તેઓના પર હુમલો કરે તો કોઈ પણ પ્રાંતની સતાનો, બાળકોનો તથા સ્ત્રીઓને મારી નાખવાની તથા લૂંટી લેવાની પરવાનગી આપવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 એ પત્રોમાં તેણે કોઇ પણ શહેરમાં રહેતા યહૂદીઓને સ્વરક્ષણ માટે ભેગા થવાની અને તેમના પર હુમલો થાય તો કોઇ પણ પ્રાંતની કોઇ પણ જાતની સૈનાને મારી નાખવાની, તેમના સ્ત્રી અને બાળકો મારી નાખવાની, તેમનો નાશ કરવાની અને તેમજ તેમને લૂંટી લેવાની છૂટ આપી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 8:11
9 Iomraidhean Croise  

સામ્રાજ્યના બધા પ્રાંતોમાં શીઘ્ર સંદેશકો દ્વારા મોકલવામાં આવ્યો. તેનું લખાણ આ પ્રમાણે હતું: બારમા એટલે અદાર માસના તેરમા દિવસે, એક જ દિવસમાં આબાલવૃદ્ધ બધાં જ યહૂદી સ્ત્રીપુરુષોની નિર્દયપણે કત્લેઆમ ચલાવવી અને તેમની માલમિલક્ત લૂંટી લેવી.


સૂસા નગરના યહૂદીઓએ તો તેરમી અને ચૌદમી તારીખોએ દુશ્મનોની ક્તલ ચલાવી હતી. તેથી તેમણે પંદરમી તારીખે આરામ કર્યો અને ઉત્સવ મનાવ્યો.


હે વિનાશક નગરી બેબિલોન, જે બૂરો વ્યવહાર તેં અમારી સાથે કર્યો, તેવો જ વ્યવહાર તારી સાથે કરનારને ધન્ય હો!


પરંતુ નેકજનો આનંદ કરે છે; તેઓ ઈશ્વર સમક્ષ હરખાય છે, અને તેઓ આનંદોલ્લાસથી હર્ષનાદ કરે છે.


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


તેઓ બળતણનાં લાકડાં વીણવા સીમમાં જશે નહિ, કે લાકડાં માટે વનનાં વૃક્ષો કાપશે નહિ. તેઓ તો શત્રુઓએ ફેંકી દીધેલાં યુદ્ધશસ્ત્રો જ બાળશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂંટશે અને તેમની ધનસંપત્તિ પડાવી જનારની ધનસંપત્તિ તેઓ પડાવી લેશે.” આ તો પ્રભુ પરમેશ્વર પોતે કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan