Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 8:10 - પવિત્ર બાઇબલ C.L.

10 મોર્દખાયે એ પત્રો અહાશ્વેરોશ રાજાને નામે લખ્યા તથા તેની મુદ્રિકાથી તે પર મહોર લગાવી. પછી એ પત્રો રાજકામમાં વપરાતા અને રાજાની અશ્વશાળાના જલદ ઘોડાઓ પર સવાર થયેલા સંદેશકો દ્વારા તાકીદે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મોર્દખાયે અહાશ્વેરોશ રાજાના નામથી લખીને રાજાની મુદ્રિકાથી તે મુદ્રિત કરીને ઘોડેસવાર સંદેશિયાઓની, એટલે રાજાના કામમાં વપરાતા તથા રાજાની અશ્વશાળાની પેદાશના જલદ ઘોડા પર બેઠેલા સવારોની મારફતે પત્રો રવાના કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મોર્દખાયે આ હુકમ રાજાના નામે લખાવ્યો. અને રાજાની મુદ્રિકાથી મુદ્રિત કરીને ઘોડેસવાર ખેપિયાઓની એટલે રાજાની સેવામાં વપરાતા તથા રાજાની અશ્વશાળાના ઘોડાઓ પર સવારી કરતા સંદેશાવાહકો મારફતે સર્વ જગ્યાઓએ આ પત્રો મોકલી આપવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મોર્દૃખાયે આ હુકમ રાજાના નામે લખાવ્યો અને રાજાની મુદ્રાથી સિક્કો મારીને રાજાની સેવામાં વપરાતા ઝડપી ઘોડાઓ પર સવારી કરતા સંદેશાવાહકો દ્વારા સર્વ જગ્યાઓએ આ પત્રો મોકલી આપવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 8:10
13 Iomraidhean Croise  

પછી તેણે પત્ર લખી આહાબના સહી-સિક્કા કરાવી તેમને અધિકારીઓ અને યિઝ્રએલના અગ્રણી નાગરિકો પર મોકલી આપ્યા.


રથના ઘોડાઓ અને ભારવાહક પ્રાણીઓ માટે પ્રત્યેક જિલ્લા અધિકારી પોતાને આપવાં પડતાં જવ અને ઘાસ સ્થળ પર જ પૂરું પાડતા.


રાજા અને તેના અમલદારોના આદેશથી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં એવી જાહેરાત કરવા સંદેશકો નીકળી પડયા. તેમણે રાજાના ફરમાન પ્રમાણે કહ્યું, “હે આશ્શૂરના રાજાઓના પંજામાંથી બચી ગયેલા ઇઝરાયલી લોકો, તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરો, એટલે તે પણ તમારી તરફ પાછા ફરશે.


એસ્તેરને મેં તેની માલમિલક્ત સોંપી દીધી છે. પણ રાજાના નામે અને તેમની મુદ્રિકાથી મહોર મારી બહાર પાડેલો હુકમ કદી બદલી શક્તો નથી. છતાં મારા નામે અને મારી મહોર મારી તમને યોગ્ય લાગે તેવી સૂચનાઓ યહૂદીઓને મોકલી આપો.”


મારા દિવસો ઝડપી ખેપિયા કરતાંય વિશેષ વેગે પસાર થાય છે; તેઓ ઊડી જાય છે અને એમાં સુખની ઝાંખી સરખી ય નથી.


રાજાનો શબ્દ સર્વોપરી હોય છે. તમે આ શું કરો છો એવું તેને કોણ કહી શકે?


મિદ્યાન અને એફાથી આવતા ઊંટોના કાફલાથી દેશ છવાઈ જશે. તેઓ શેબાથી સોનું તથા લોબાન લાવશે અને પ્રભુએ કરેલા કાર્યના શુભ સમાચાર પ્રગટ કરશે.


ઇઝરાયલીઓ જેમ પ્રભુના ઘરમાં શુદ્ધ પાત્રોમાં અર્પણો લાવે છે તેમ તેઓ તમારા જાતભાઈઓને પ્રભુને અર્પણ તરીકે ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો તથા ઊંટો પર બેસાડીને યરુશાલેમમાં મારા પવિત્ર પર્વત પર લાવશે.


તું કેવી રીતે કહી શકે કે હું ભ્રષ્ટ થઈ નથી અથવા મેં બઆલદેવોની પૂજા કરી નથી? ખીણપ્રદેશમાં તારો વર્તાવ કેવો હતો અને ત્યાં તેં જે કામો કર્યાં તે સંભાર. તું તો ઋતુમાં આવેલી જંગલી ઊંટડીની જેમ આમતેમ દોડે છે.


તારા વડે હું ઘોડા અને તેના સવારના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું રથ અને તેના સારથિના ચૂરેચૂરા કરીશ.


નબૂખાદનેસ્સાર રાજાએ દુનિયાના બધાં રાષ્ટ્ર, પ્રજા અને ભાષાના લોકો પર આ પ્રમાણેનો સંદેશ મોકલ્યો:


તેથી હે રાજા, આપ એ ફરમાન બહાર પાડો અને તેના પર સહી કરો, એટલે એ અમલમાં આવશે. વળી, તે બદલી શકાય નહિ એવો માદી અને ઇરાનીઓનો કાયદો બની રહેશે.”


Lean sinn:

Sanasan


Sanasan