Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 8:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ યહૂદીઓના દુશ્મન હામાનની માલમિલક્ત એસ્તેરને સોંપી. એસ્તેરે રાજાને જણાવ્યું કે મોર્દખાય તેના સગામાં છે. આથી મોર્દખાયને રાજાની રૂબરૂમાં લાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે દિવસે અહાશ્વેરોશ રાજાએ યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર એસ્તેર રાણીને સોંપ્યું. મોર્દખાય રાજાની હજૂરમાં આવ્યો; કેમ કે તે પોતાનો શો [સગો] થતો હતો તે એસ્તેરે [રાજાને] જાહેર કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને યહૂદીઓના શત્રુ હામાનનું ઘરબાર આપી દીધાં. અને એસ્તેરે યહૂદી મોર્દખાય સાથે સગપણ જણાવ્યું. એટલે મોર્દખાયને રાજા સમક્ષ તેંડવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તે જ દિવસે રાજા અહાશ્વેરોશે રાણી એસ્તેરને યહૂદીઓના શત્રુ હામાનનાં ઘરબાર અને માલમિલકત આપી દીધાં. અને એસ્તેરે મોર્દૃખાય સાથેનો પોતાનો સંબંધ જણાવતાં મોર્દખાયને રાજા સમક્ષ લાવવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 8:1
12 Iomraidhean Croise  

ઇરાન અને માદાયના એવા સાત અધિકારીઓ ત્યાં હતા. તેમનાં નામ આ પ્રમાણે હતા: ર્કાશના, શેથાર, આદમાથા, તાર્શિશ, મેરેસ, માર્સના તથા મમૂખાન. તેઓ રાજ્યમાં ઉચ્ચ પદવી ધરાવતા હતા અને રાજા તેમની સલાહ લેતો.


મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી. જેમણે એસ્તેરને જોઈ તે સૌએ તેનાં વખાણ કર્યાં. જ્યારે તેનો રાજા પાસે જવાનો વારો આવ્યો ત્યારે રાણીગૃહના અધિકારી હેગેએ તેને જે લેવાની સૂચના આપી હતી તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ.


તેણે પોતાના ક્કાની પુત્રી હદાસ્સા, એટલે એસ્તેરને તેનાં માતપિતાના મૃત્યુ પછી પોતાની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી હતી. એસ્તેર સુંદર અને સુડોળ હતી.


એસ્તેરે જવાબ આપ્યો, “એ તો અમારો વિરોધી, અમારો શત્રુ, આ દુષ્ટ હામાન છે.”


અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણી તથા યહૂદી મોર્દખાયને જવાબ આપ્યો, “યહૂદીઓ વિરુદ્ધના પ્રપંચ માટે મેં હામાનને ફાંસીએ લટકાવી દીધો છે.


સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


સજ્જ્નો પોતાના વંશજો માટે વારસો મૂકી જાય છે, પણ પાપીઓએ સંઘરેલી માલમતા નેકજનોને ફાળે આવશે.


જે બેફામ વ્યાજ અને નફો લઈને પોતાની મિલક્ત વધારે છે, તે ગરીબો પ્રત્યે હમદર્દી દાખવનાર માટે તે મિલક્ત છોડી જાય છે.


પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તું મરી જઈશ, તો આ જે બધી વસ્તુઓ તેં તારે માટે સંઘરી રાખી છે, તે કોને મળશે?”


Lean sinn:

Sanasan


Sanasan